GSTV

ધોરણ 10 પાસ અને ગ્રેજ્યુએટ્સને પણ મળી રહી છે આ સરકારી બેંકમાં કામ કરવાની તક, જલ્દીથી કરો અરજી

બેંક ઓફ ઈન્ડિયાએ ઘણા પદો પર ભરતી માટે અરજીઓ મંગાવી છે. યોગ્ય અને ઈચ્છુક ઉમેદવારો આ ભરતી માટે સત્તાવાર વેબસાઈટ પર નોટિફિકેશનમાં આપેલી શરતોનાં આધારે અરજી કરી શકે છે. તેના સિવાય પસંદ પામેલાં ઉમેદવારોને દર મહિને 42,020 રૂપિયા વેતન મળશે. આ ભરતી માટે 10 પાસ અને ગ્રેજ્યુએટ પણ અરજી કરી શકે છે.

પદોનું વિવરણ અને વેતન

  • ઓફિસર માટે -14 પદો અને 23700થી 42020 રૂપિયાનું માસિક વેતન
  • ક્લાર્ક માટે -14 પદો અને 11765 થી 31540 રૂપિયાનું માસિક વેતન

યોગ્યતા

ઓફિસરનાં પદ પર અરજી કરી રહેલાં યુવકોની પાસે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કોઈ પણ સ્ટ્રીમમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જરૂરી છે. તેના સિવાય A,B, અને C કેટેગરીમાં સ્પોર્ટિંગ ઈવેન્ટ/ચેમ્પિયનશીપ પણ હોવું જરૂરી છે.
ક્લાર્કના પદ માટે અરજી કરતાં ઉમેદવારોની પાસે 10 પાસનું સર્ટિફિકેટ અને D કેટેગરીમાં સ્પોર્ટિંગ ઈવેન્ટ/ચેમ્પિયનશિપ પણ હોવું જરૂરી છે.

વય મર્યાદા

આ ભરતી માટે 18 વર્ષથી લઈને 25 વર્ષ સુધીનાં ઉમેદવારો અરજી કરી શકે છે. ઉંમરની ગણતરી 01-07-2020નાં આધારે કરવામાં આવશે.

અરજી ફી

આ ખાલી જગ્યા માટે, SC/ST/PWD કેટેગરીના ઉમેદવારોએ 50 રૂપિયાની અરજી ફી સબમિટ કરવાની રહેશે. જ્યારે, અન્ય તમામ વર્ગોના ઉમેદવારોએ 200 રૂપિયા ચૂકવવા પડશે. ઉમેદવારો ડેબિટ કાર્ડ / ક્રેડિટ કાર્ડ / નેટ બેન્કિંગ દ્વારા એપ્લિકેશન ફી ચૂકવી શકે છે.

અરજી

આ ભરતી માટે લાયક અને રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ https://bankofindia.co.in/ની મુલાકાત લઈને 16 ઓગસ્ટ 2020 સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છે. અરજી ફી સબમિટ કરવાની છેલ્લી તારીખ પણ 16 ઓગસ્ટ 2020 નક્કી કરવામાં આવી છે.

READ ALSO

Related posts

લોકડાઉનમાં 1 કરોડથી વધારે મજૂરો વતન ચાલીને જવા થયા મજબુર, સંસદમાં ઉઠ્યો પ્રશ્ન

Mansi Patel

ચીન શસ્ત્રો મુદ્દે અમેરિકા સાથે ઉતર્યું સ્પર્ધામાં, આ આધુનિક ફાઈટર વિમાન કરી રહ્યું છે તૈયાર

Mansi Patel

ગુજરાતમાં રૂપાણી સરકાર રોકશે ગુંડાગીરી/ વિધાનસભામાં પાસ થયુ ગુંડા એક્ટ બિલ, પોલીસને મળશે વધુ પાવર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!