બેન્ક ઓફ ઈન્ડિયા(Bank of India)એ ઓફિસર અને મેનેજર સહિત ઘણા સીનિયર પદો પર 214 વેકેન્સી બહાર પાડી છે. આ પદો માટે bankofindia.co.in પર જઈને 30 સપ્ટેમ્બર, 2020 સુધી ઓનલાઈન આવેદન કરવામાં આવી શકે છે. ખાલી જગ્યાઓમાં ઈકોનોમિસ્ટની 4 વેકેન્સી, સ્ટેટિશિયનની 2, રિસ્ક મેનેજરની 9, ક્રેડિટ એનાલિસ્ટની 60, ક્રેડિટ ઓફિસરની 79, આઈટી (ફિનટેક)ની 30, આઈટીની (ડેટા એનાલિસ્ટ) 12, આઈઆઈટી (ઈન્ફર્મેશન સિક્યોરિટી)ની 8 અને ટેક અપ્રેઝલની 10 વેકેન્સી છે. દરેક પદો માટે વય મર્યાદા અને શૈક્ષણિક યોગ્યતા અલગ અલગ છે. વય મર્યાદામાં એસસી, એસટી વર્ગને 5 વર્ષ અને ઓબીસીને ત્રણ વર્ષની છુટ મળશે.
અરજી માટે આટલી રહેશે ફી
- જનરલ કેટેગરી- 850 રૂપિયા
- રીઝર્વ કેટેગરી-175 રૂપિયા
ઓનલાઈન ટેસ્ટમાં 175 પ્રશ્ન રહેશે જેમને 150 મિનિટમાં સોલ્વ કરવાના રહેશે. ઈંગ્લિશ અને જનરલ અવેરનેસના 50-50 પ્રશ્ન રહેશે. તેમાં બેકિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા પ્રશ્ન પણ રહેશે. બાકીના 75 પ્રશ્ન પ્રોફેશનલ નોલેજ સાથે જોડાયેલા રહેશે.

ઓનલાઈન લેખિત પરીક્ષા અને પર્સનલ ઈન્ટરવ્યૂ
આવનાર અરજી પર નિર્ભર રહેશે કે ઓનલાઈન લેખિત પરીક્ષા પણ થશે કે ફક્ત ઈન્ટરવ્યૂ રહેશે. જો ઓનલાઈન ટેસ્ટ થાય છે તો ઓનલાઈન એક્ઝામ અને ઈન્ટરવ્યૂનું વેટેજ 80:20 ટકા રહેશે. ઉમેદવારનું ફાઈનલ સિલેક્શન ઓનલાઈન ટેસ્ટ અને ઈન્ટરવ્યૂમાં પ્રદર્શનના આધાર પર રહેશે.
Read Also
- શું આમિર ખાન સાથે કામ કરવા જઈ રહી છે ભોજપુરી અભિનેત્રી અક્ષરા સિંહ? સામે આવી તસવીર
- ઘરના મુખ્ય દ્વાર સાથે જોડાયેલ છે તમારા ધનનું કનેક્શન, લગાવો આ 5 વસ્તુ તો ઘર રહેશે સમૃદ્ધ
- સપના ચૌધરી 3 કલાકના એક શોની ફી જાણીને લાગશે તગડો ઝટકો, હરિયાણવી ડાન્સર એક એક ઠૂમકાના વસૂલે છે લાખો રૂપિયા
- પંજાબમાં ‘આપ’ સરકારનું પ્રથમ બજેટ! 300 યુનિટ મફત વીજળીની કરાઈ જોગવાઈ, કોઈ નવા કર લાદવામાં નથી આવ્યા
- રથયાત્રા બાદ આઈએએસ અધિકારીઓની વ્યાપક બદલી, 14 અધિકારીઓની બદલી કરવી ફરજિયાત