GSTV

1 નવેમ્બરથી તમારા જ પૈસા પર બેંકો લગાવશે ભારે ભરખમ ચાર્જ? જાણો શું છે આખો મામલો

સોશિયલ મીડિયા પર એક સમાચાર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, બેન્કમાં હવે પોતાના પૈસા જમા કરાવવા અને કાઢવા માટે ફી આપવી પડશે. આ સમાચારમાં જણાવવામાં આવ્યુ છે કે, બેન્ક ઓફ બરોડએ પણ કોઈપણ ટ્રાંજેક્શન સાથે જોડાયેલ નિયમોમાં ફેરફાર કરી દીધો છે. જ્યારે આ વાતની તપાસ કરવામાં આવી તો મળી આવ્યુ છે કે, આ દાવો ખોટો છે. PIB ફેક્ટ ચેકએ ટ્વીટ જાહેર કરી આ વાતની જાણકારી આપી છે કે, બેન્ક ઓફ બરોડાએ સૂચિત કર્યુ છે કે, બચત ખાતામાં રોકડ જમા અને નકદ નિકાસી માટે ચાર્જ વધારવામાં આવ્યા નથી.

દાવામાં જણાવવામાં આવ્યો આ પ્રકારનો શુલ્ક

બેન્ક ઓફ બરોડા 1 નવેમ્બરથી પોતાના ગ્રાહકો માટે કેટલાક ફેરફાર લાગુ કરવા જઈ રહ્યુ છે. આ ફેરફાર બેન્કના કરંટ એકાઉન્ટ, ઓવરડ્રાફ્ટ, એકાઉન્ટ, કેશ ક્રેડિટ એકાઉન્ટ, સેવિંગ્સ એકાઉન્ટ અને અન્ય એકાઉન્ટ્સ માટે કેસ જમા અને નિકાસી સાથે જોડાયેલ ચાર્જ અને ચેકબુક સાથે સંબંધિત છે. એટલે કે, 1 નવેમ્બરથી નક્કી સીમાથી વધારે બેન્કિંગ કરવા પર અળગથી શુલ્ક આપવો પડશે. આ પર બેન્ક ઓફ ઈંડિયા, PNB, એક્સિ બેન્ક અને સેન્ટ્રલ બેન્ક પણ જલ્દી નિર્ણય લેવાની છે.

નિકાસી અને જમાને લઈને કરવામાં આવી રહ્યા હતા આ પ્રકારના દાવા…

પૈસા કાઢવા પર લાગશે આટલો ચાર્જ

  • કરંટ એકાઉન્ટ/ ઓવરડ્રાફ્ટ/સીસી થી બેસ બ્રાંચ, લોકલ નોન બેસ બ્રાંચ અને આઉટસ્ટેશન બ્રાંચ થકી હવે એક મહિનામાં 3 વખત કેશ કાઢવા ફ્રી (ATM માંથી નિકાસી સામેલ નહી).
  • ચોથી વખતથી 150 રૂપિયા પ્રતિ ટ્રાંજેક્શનનો લાગશે ચાર્જ
  • મેટ્રો -અર્બન બ્રાંચ માટે સેવિંગ્સ એકાઉન્ટથી મહીનામાં 3 વખત કેશ કાઢવો ફ્રી (ATM માંથી નિકાસી છોડી)
  • ત્યારબાદ ચોછી વખત પ્રતિ ટ્રાજેક્શન 125 રૂપિયા ચાર્જ લાગશે.
  • ગ્રામીણ/અર્ધશહેરી બ્રાંચના સેવિંગ્સ એકાઉન્ટ, પેંશનર એકાઉન્ટ અને સીનિયર સિટીઝન એકાઉન્ટતી કોઈપણ બ્રાંચથી મહીનામાં 3 વખત ફ્રીમાં કેશ કાઢવામાં આવી શકશે. ત્યારબાદ ચોથી વખતથી 100 રૂપિયા પ્રતિ ટ્રાંજેક્શનનો ચાર્જ લાગશે.

પૈસા જમા કરવા પર લાગશે આટલો ચાર્જ

  • કરંટ એકાઉન્ટ/ઓવરડ્રાફ્ટ/કેશ ક્રેડિટ/અન્ય એકાઉન્ટ્સ માટે બેસ અને લોકલ નોન બેસ બ્રાંચમાં 1 નવેમ્બરથી કેશ હેન્ડલિંગ ચાર્જ, પ્રતિદિવસ એકાઉન્ટ 1 લાખ રૂપિયાથી વધારે કેશ જમા કરવા પર પ્રતિ 1 હજાર રૂપિયા પર 1 રૂપિયા રહેશે.
  • આ ચાર્જ મિનિમમ 50 રૂપિયા અને મેક્સિમમ 20 હજાર રૂપિયા
  • તો આઉન્ટસ્ટેશન બ્રાંચમાં કોઈ ફેરફાર થઈ રહ્યો નથી. આ ચાર્જ પ્રતિદિવસ પ્રતિ એકાઉન્ટ 25 હજાર રૂપિયાથી વધારે કેશન જમા પર પ્રતિ 1 હજાર રૂપિયા પર 2.50 રૂપિયા છે.
  • મેટ્રો-અર્બન બ્રાચમાં હાજર સેવિંગ્સ એકાઉન્ટમાં 3 વખત કેશ જમા કર્યા બાદ ચોથી વખતથી 50 રૂપિયા પ્રતિ જમા ચાર્જ લાગશે.
  • ગ્રામીણ/અર્ધશહેરી બ્રાંચના એકાઉન્ટથી ત્રણ વખત સુધી જમા કરવા પર કોઈ ચાર્જ લાગશે નહી. ચોથી વખતથી આપવો પડે 40 રૂપિયા દરેક વખતે ચાર્જ
  • તે સિવાય જો ઉલ્લિખિત ખાતામાં એક દિવસમાં 50 હજાર રૂપિયા અથવા તેનાથી વધારે કેશ જમા કરવામાં આવે છે તો ગ્રાહકોને બેન્કોને પોતાનું પાન જણાવવુ પડશે અને ફોર્મ 60 જમા કરવાનું રહેશે.

READ ALSO

Related posts

આણંદ તાલુકાના આ ગામની શાળાના 6-7 વર્ગને મર્જ કરવાનો નિર્ણય કરવામાં આવતા લોકોએ કરી તાળાબંધી

Nilesh Jethva

હળવદના દેવીપુરમાં કોરોનાના 35 કેસ નોંધાતા તંત્રમાં મચી દોડધામ

Nilesh Jethva

તાલાલા ગીરના આદિવાસી યુવાને અરુણાચલ પ્રદેશની સરહદે શહીદી વહોરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!