GSTV

ફાયદાનો સોદો/ 31 માર્ચ સુધી મળશે FD કરતાં વધુ નફો, આ ખાસ સ્કીમમાં 1000 રૂપિયાથી શરૂ કરો રોકાણ

રોકાણ

Last Updated on March 12, 2021 by Bansari

દેશની ત્રીજી સૌથી મોટી સરકારી બેંક, બેંક ઑફ બરોડા તેના ગ્રાહકોની વિશેષ કાળજી લે છે. બેંક ગ્રાહકો માટે અનેક યોજનાઓ ચલાવે છે. આ યોજનાઓમાંની એક પોસ્ટ ઑફિસની સીનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (SCSS) છે. બેંકની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, આ યોજના સ્વૈચ્છિક અથવા વિશેષ સ્વૈચ્છિક યોજના હેઠળ 55 વર્ષથી વધુની નિવૃત્ત વ્યક્તિઓ અને સંરક્ષણ સેવાઓના નિવૃત્ત કર્મચારીઓ (નાગરિક સુરક્ષા કર્મચારીઓને બાદ કરતા) માટે પણ લાગુ છે. ચાલો તેના વિશે જાણીએ…

સીનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ શું છે (SCSS-Senior Citizen Savings Scheme)

સિનિયર સિટિઝન સેવિંગ સ્કીમ અંતર્ગત ઓછામાં ઓછા 1000 રૂપિયા અને વધુમાં વધુ 15 લાખ રૂપિયા જમા કરાવી શકાય છે. દેશના વડીલોને જોખમ મુક્ત ફિક્સ્ડ રિટર્ન આપવા માટે લૉન્ચ કરવામાં આવેલી આ યોજના પાંચ વર્ષમાં મેચ્યોર થાય છે.

જો તમે સિનિયર સિટિઝન્સ સ્કીમમાં તમે 10 લાખ રૂપિયાનું રોકાણ કરો છો, તો પછી વાર્ષિક 7.4 ટકાના વ્યાજ દરના હિસાબે 5 વર્ષ બાદ એટલે કે મેચ્યોરિટી પર કુલ રકમ 14,28,964 રૂપિયા થશે એટલે કે 14 લાખ રૂપિયાથી વધુ. અહીં તમને વ્યાજ રૂપે 4,28,964 રૂપિયાનો ફાયદો થઇ રહ્યો છે.

જો કોઈ વ્યક્તિ 55 વર્ષ કે તેથી વધુ ઉંમરની છે પરંતુ 60 વર્ષથી ઓછી વયની છે અને તેણે વીઆરએસ લીધો છે, તો તે SCSSમાં પણ એકાઉન્ટ ખોલી શકે છે. પરંતુ શરત એ છે કે તેણે નિવૃત્તિ લાભ મેળવ્યાના એક મહિનાની અંદર આ ખાતું ખોલવું પડશે અને તેમાં જમા કરવાની રકમ નિવૃત્તિ લાભોની રકમ કરતા વધારે ન હોવી જોઈએ.

પોસ્ટ

SCSS હેઠળ, ડિપોઝિટર વ્યક્તિગત અથવા તેની પત્ની / પતિ સાથે સંયુક્તમાં એક કરતા વધારે ખાતા પણ રાખી શકે છે. પરંતુ બધા સાથે મળીને રોકાણની મહત્તમ મર્યાદા 15 લાખથી વધુ હોઈ શકે નહીં. 1 લાખથી ઓછી રકમવાળા ખાતા રોકડમાં ખોલી શકે છે, પરંતુ તેના કરતાં વધુ રકમ માટે, ચેકનો ઉપયોગ કરવો પડશે.

કેન્દ્રીય નાણાં મંત્રાલય દર ત્રણ મહિને SCSSના વ્યાજના દરની સમીક્ષા કરે છે. SCSSમાં વ્યાજની ગણતરી દર ક્વાર્ટરમાં કરવામાં આવે છે. તદનુસાર, 31 માર્ચ, 30 જૂન, 30 સપ્ટેમ્બર અને 31 ડિસેમ્બરના રોજ તમારા ખાતામાં વ્યાજની રકમ ઉમેરવામાં આવે છે.

આ યોજનાનો સમયગાળો કેટલો છે?

બેંક ઑફ બરોડાના જણાવ્યા મુજબ આ યોજનામાં 5 વર્ષ માટે નાણાંનું રોકાણ કરવામાં આવે છે. આને 3 વર્ષ સુધી લંબાવી શકાય છે.

સ્કીમ

તમને હવે કેટલું વ્યાજ મળી રહ્યું છે

ખાતા ધારકો તેમની થાપણો પર 7.4 ટકા વ્યાજ મેળવી શકે છે. સરકાર દર 3 મહિને તેના વ્યાજ દર નક્કી કરે છે. 1 જાન્યુઆરી 2021 થી 31 માર્ચ 2021 ના સમયગાળા માટેના વ્યાજ દર 7.4 ટકા છે. વ્યાજ સંપૂર્ણ રીતે કરપાત્ર છે. એટલે કે તેના પર ટેક્સ લાગશે. હા, સ્રોત પર કર કપાત કરવામાં આવશે.

કેટલા પૈસા રોકાણ કરી શકાય છે

  • રોકાણ કેટલા ગુણકમાં થશે- 1000 રૂપિયા
  • ન્યૂનતમ અને મહત્તમ થાપણની મર્યાદા 15 લાખ રૂપિયા છે.
સ્કીમ

કેટલો ટેક્સ ભરવો પડશે

ટેક્સની વાત કરીએ તો, જો SCSS હેઠળ જો તમારી વ્યાજની રકમ વાર્ષિક 10,000 રૂપિયાથી વધુ છે, તો તમારું ટીડીએસ કાપવામાં આવશે જો કે, આ યોજનામાં રોકાણને આવકવેરા કાયદાની કલમ 80 સી હેઠળ મુક્તિ આપવામાં આવી છે.

Senior Citizen Savings Scheme (SCSS)માં કોણ રોકાણ કરી શકે છે

60 વર્ષ કે તેથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો આ યોજના માટે પાત્ર છે. આ યોજના સ્વૈચ્છિક અથવા વિશેષ સ્વૈચ્છિક યોજના હેઠળ 55 વર્ષથી વધુની નિવૃત્ત વ્યક્તિઓ અને સંરક્ષણ સેવાઓના નિવૃત્ત કર્મચારીઓ માટે 50 વર્ષ (નાગરિક સુરક્ષા કર્મચારીઓને બાદ કરતાં) માટે પણ લાગુ છે.

ડિપોઝિટર્સને મહત્તમ 15 લાખ રૂપિયાની મર્યાદા સાથે આ યોજના હેઠળ અનેક ખાતા ખોલવાની મંજૂરી છે. વરિષ્ઠ નાગરિક બચત યોજના (SCSS) ખાતું એક વિશ્વસનીય અને સુરક્ષિત યોજના છે, ખાસ કરીને વૃદ્ધાવસ્થામાં લાંબા ગાળાની બચત માટે ડિઝાઇન કરવામાં આવી છે. આ સુવિધા બેંકની તમામ શાખાઓમાં ઉપલબ્ધ છે.

સ્કીમ

તમે પૈસા ક્યારે ઉપાડી શકો છો?

ખાતાધારક ખાતાને બંધ કરી શકે છે અને ચોક્કસ શરતો સાથે કોઈપણ સમયે જમા પરત મેળવી શકે છે. જો તમે એકાઉન્ટને આગળ વધારવા માંગતા નથી, તો તમે પૈસા ઉપાડી શકો છો. ખાતા કોઈ પણ કપાત વિના ખાતાના વિસ્તરણની તારીખથી એક વર્ષ સમાપ્ત થયા પછી કોઈપણ સમયે બંધ થઈ શકે છે.

જો સમય પહેલા ખાતુ બંધ કરવુ હોય, તો બંધ થવાની અગાઉની તારીખ સુધી નિશ્વિત દંડની કપાત પછી થાપણ પરનું વ્યાજ ચૂકવવાનું રહેશે.

મહત્વપૂર્ણ બાબતો…

  • આ એકાઉન્ટ ટ્રાન્સફર કરી શકાતું નથી. તેનો ઉપયોગ વ્યવસાયિક ઉપયોગ માટે કરી શકાતો નથી. નામાંકન સુવિધા ઉપલબ્ધ છે.
  • ખાતું ખોલવા અને બંધ કરતી વખતે નોમિનેશનની સુવિધા ઉપલબ્ધ છે. ખાતુ એક શાખામાંથી બીજી શાખામાં સ્થાનાંતરિત કરી શકાય છે.
  • મેચ્યોરિટી પિરિયડ પૂર્ણ થયા પછી, ખાતાને વધુ ત્રણ વર્ષ માટે લંબાવી શકાય છે. આ માટે, પરિપક્વતાની તારીખના એક વર્ષમાં અરજી આપવાની રહેશે.

Read Also

Related posts

જાણવા જેવુ / એન-95 માસ્કનો કેવી રીતે કરવો ઉપયોગ? કેમ તેનો ઉપયોગ કરતા પહેલા કરવું પડે સેનિટાઇઝ ?

GSTV Web Desk

દિલ્હી રમખાણ કેસ મામલે પહેલી સજા, લૂંટ અને આગજનીના ગુનેગારને 5 વર્ષની જેલની સજા ફટકારી

Pravin Makwana

BJPમાં એડમિશન/ કોંગ્રેસની પોસ્ટર ગર્લ કોંગ્રેસને પડતી મુકી ભાજપમાં જોડાઈ ગઈ, મુલાયમના સગા પણ ભાજપમાં જોડાયા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!