દેશની મોટી સરકાર બેન્ક, બેન્ક ઓફ બરોડા(Bank of Baroda)માં કેન્દ્ર સરકારની ખાસ યોજના સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતું ખોલાવી શકાય છે. આ યોજનામાં પૈસા લગાવવા વાળાને કોઈ પણ સરકારી યોજનાથી વધુ લાભ મળે છે. એક્સપર્ટ કહે છે કે જો તમે રોજ લગભગ 35 રૂપિયા બચાવી દીકરી માટે 5 લાખનો ફંડ તૈયાર કરી શકો છો. બેન્ક ઓફ બરોડાની વેબસાઈટ મુજબ, છોકરીઓના કલ્યાણ માટે જીવનમાં સૌથી મહત્વપૂર્ણ કામ જેમ કે શિક્ષા અને લગ્ન માટે પૈસામાં મદદ માટે સુકન્યા સમૃદ્ધિ યોજના 2 ડિસેમ્બર 2014 બેટી બચાવો બેટી પઢાઓ હેઠળ શરુ કરી હતી. સુકન્યા સમૃદ્ધિ યોજના પર ટેક્સ ફાયદા સાથે 7.6%(01.01.2021 થી 31.03.21)ના વ્યાજ દરથી રિટર્ન મળે છે.
આ સ્કિમમાં અત્યાર સુધીના વ્યાજ

- એપ્રિલ 1, 2014: 9.1%
- એપ્રિલ 1, 2015: 9.2%
- એપ્રિલ 1, 2016 -જૂન 30, 2016: 8.6%
- જુલાઈ 1, 2016 – સપ્ટેમ્બર 30, 2016: 8.6%
- ઓક્ટોબર 1, 2016- ડિસેમ્બર 31, 2016: 8.5%
- જુલાઈ 1, 2017- ડિસેમ્બર 31, 2017 8.3%
- જાન્યુઆરી 1, 2018 – માર્ચ 31, 2018 : 8.1%
- એપ્રિલ 1, 2018 – જૂન 30, 2018 : 8.1%
- જુલાઈ 1, 2018 – સપ્ટેમ્બર 30, 2018 : 8.1%
- ઓક્ટોબર 1, 2018 – ડિસેમ્બર 31, 2018 : 8.5%
- જાન્યુઆરી 1, 2019 – માર્ચ 31, 2019 : 8.5%
- હાલના સમયમાં 7.6% વ્યાજ મળી રહ્યું છે.
માત્ર 250 રૂપિયામાં ખોલી શકાય છે ખાતા

કન્યા શિશુનો જન્મ થયા પછીથી દસ વર્ષ થયા સુધી એના નામ પર ખાતું ખોલી શકે છે. કોઈ પણ ખાતામાં ઓછામાં ઓછા 250 રૂપિયા આરંભિક જમા સાથે ખોલાવી શકે છે. ફાઇનાન્સિયલ એક્સપર્ટનું કહેવું છે કે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં વાર્ષિક 20,000 રૂપિયા જમા કરવા કરી 14 વર્ષ સુધી વાર્ષિક 2,80,000 રૂપિયા જમા થશે. 21 વર્ષ પછી મેચ્યોર થવા પર 10 લાખ ફંડ બની જશે. ત્યાં જ રોજ 35 રૂપિયા એટલે મહિનામાં લગભગ 1,000 રૂપિયા વર્ષીક 12,000 રૂપિયા થઇ જશે, જમા કરવા પર મેચ્યોરિટી પર 5 લાખ રૂપિયાથી વધુ મળશે.
એક વર્ષમાં કેટલા પૈસા લગાવી શકો છો

એક નાણાકીય વર્ષમાં 1.5 લાખ રૂપિયા સુધી જમા કરાવી શકો છો. આ રકમ એક સમયે અથવા ઘણી વખતના ગુણાકારમાં જમા કરી શકાય છે પરંતુ સીમા પર ન હોવી જોઈએ. 21 વર્ષની સમાપ્તિ પર ખાતું મેચ્યોર થઇ જશ. ‘સુકન્યા સમૃદ્ધિ ખાતા’ યોજના હેઠળ જામરાશિ પર ઇનકમ ટેક્સ અધિનિયમ, 1961ની 80 સી હેઠળ છૂટ મળે છે.
ક્યારે સુધી મળે છે વ્યાજ
ખાતાધારક પોતાની જમા રાશિ 7.6%(01.10.2020 થી 31.12.2020) વ્યાજ જમા કરી શકો છો. નાણાકીય વર્ષમાં ખાતામાં વાર્ષિક વ્યાજ મળે છે. ખાતું ખોલવાની તારીખથી 21 વર્ષ પુરા થવા પર કોઈ વ્યાજ નથી.
Read Also
- સુરત / કડોદરા ચાર રસ્તા પરથી સબસિડીવાળું યુરિયા ભરેલી ટ્રક પકડાઈ, 10 લાખનો મુદ્દામલ જપ્ત
- અમદાવાદ / 11.82 લાખના ડ્રગ્સ સાથે બે ભાઈઓ સહિત ત્રણની ધરપકડ
- દુનિયાના આ દેશોને થાય છે અઢળક આવક, લોકોએ એક પણ રુપિયાનો ભરવો પડતો નથી ટેકસ
- શું તમે લેબમાં તૈયાર કરવામાં આવતા હીરા વિશે જાણો છો? ભારતમાં વર્ષ 2004માં લેબમાં હીરો તૈયાર કરાયો હતો
- પૃથ્વીના સૌથી સક્રિય ભૂકંપ ક્ષેત્ર પર વસ્યું છે તુર્કી, ૧૯૩૯માં ભૂકંપ ૩૩૦૦૦ને ભરખી ગયો હતો