GSTV

BOB Recruitment 2021: ગ્રેજ્યુએશન પાસ યુવાનો માટે બેંક ઓફ બરોડામાં પડી છે ભરતી, આ તારીખ પહેલા કરી નાખજો અરજી

Last Updated on December 1, 2021 by Pravin Makwana

બેંક ઓફ બરોડામાં રિલેશનશિપ મેનેજરના પદ પર ભરતીઓ નિકળી છે. આ પદ માટે 19 નવેમ્બરથી અરજી પ્રક્રિયા ચાલું છે અને અંતિમ તારીખમાં 10 દિવસ બાકી છે. ત્યારે આવા સમયે જે ઉમેદવારે હજૂ સુધી અરજી કરી નથી. તે અરજી કરી શકશે. તેને BOB ની સત્તાવાર વેબસાઈટ bankofbaroda.in પર જઈને અરજી કરવાની રહેશે. જેના માટે આપે 9 ડિસેમ્બર 2021 પહેલા અરજી કરી દેવાની છે. આપને જણાવી દઈએ કે, અહીં કુલ 376 ખાલી પદ પર ભરતી થવાની છે.

ખાલી જગ્યાની સંખ્યા

સીનિયર રિલેશનશિપ મેનેજર- 326 પદ
ઈ-વેલ્થ રિલેશનશિપ મેનેજર- 50 પદ

અહીં આપેલી લિંક પર ક્લિક કરીને આપ ડાયરેક્ટ ફોર્મ ભરી શકશો

https://smepaisa.bankofbaroda.co.in/bobSRM/

શૈક્ષણિક લાયકાત

આ પદ પર અરજી કરવા માટે ઉમેદવાર પાસે કોઈ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કોઈ પણ સ્ટ્રીમમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જોઈએ. વધારે શૈક્ષણિક યોગ્યતા સંબંધિત જાણકારી ઉમેદવાર સત્તાવાર વેબસાઈટ પર આપેલા નોટિફિકેશનમાં જોઈ શકશે.

સિનીયર રિલેશન મેનેજર પદ પર અરજી કરનારા ઉમેદવારની ઉંમર 24 વર્ષથી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ. તો વળી ઈ-વેલ્થ રિલેશનશિપ મેનેજર પદ પર અજી કરનારા ઉમેદવારની ઉંમર 23 વર્ષથી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ઉમેદવારની ઉંમર 1 નવેમ્બર 2021થી કરવામાં આવે છે. વધુ ઉંમરમાં ઓબીસી વર્ગના ઉમેદવારોને 3 વર્ષ અને એસસી તથા એસટી વર્ગને 5 વર્ષની છૂટ આપવામાં આવી છે.

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઈન્ટરવ્યૂના માધ્યમથી, ગ્રુપ ડિસ્કશન દ્વારા થશે.

મહત્વની તારીખો

  • અરજી શરૂ થવાની તારીખ- 19 નવેમ્બર 2021
  • અરજી કરવાની અંતિમ તારીખ- 9 ડિસેમ્બર 2021

BOBનું સત્તાવાર નોટિફિકેશન અહીં નીચે ક્લિક કરીને આપ ચેક કરી શકશો

https://www.bankofbaroda.in/-/media/Project/BOB/CountryWebsites/India/Career/wms-detailed-advertisement-18-28.pdf

READ ALSO

Related posts

કોરોનાનો કહેર / પોલીસ જવાનો પછી તબીબો પણ આવ્યા કોરોનાના સકંજામાં, સોલા સિવિલના સુપ્રીન્ડેન્ટ સહિત 12 ડોક્ટરો થયા સંક્રમિત

GSTV Web Desk

ગોલમાલ / DEO અને સરકારે જાહેર કરેલા આંકડામાં મોટો તફાવત, AMCના અધિકારીઓ મુંઝવણમાં મુકાયા

GSTV Web Desk

ગાંધીનગર IBમાં ફરજ બજાવતા જવાનના આપઘાત કેસમાં આવ્યો નવો વળાંક, સુસાઇડ નોટમાં સાથી કર્મચારીઓ પર લગાવ્યા ગંભીર આરોપ

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!