બેંક ઓફ બરોડાના અકાઉન્ડ હોલ્ડર માટે મોટા સમાચાર છે. 1 જૂન એટલે કે આજથી બેંકે તેના પેમેન્ટ સિસ્ટમમાં મોટા ફેરફાર કર્યા છે. બેંકે ચેક પેમેન્ટ દ્વારા થતા ફ્રોડને રોકવા માટે ફેરફાર કર્યા છે. જો તમે પણ આજથી ચેક દ્વારા પેમેન્ટ કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે આ નિયમને જાણવું ખૂબ જ જરૂરી છે. આજથી ચેક પેમેન્ટ કરવા માટે પોઝિટિવ પે કન્ફર્મેશન (Positive Pay Confirmation) જરૂરી હશે. ચાલો આ પેમેન્ટ સિસ્ટમ વિશે ડિટેલમાં જાણીએ…

BoBનું કહવુ છે કે ગ્રાહકોને પોઝિટિવ પે સિસ્ટમ હેઠળ ચેકની ડિટેલ્સને કન્ફોર્મ કરવાની રહેશે. ઉલ્લેખનીય છે જો તમે 2 લાખ રૂપિયા અથવા તેનાથી વધુ રકમનો ચેક બેંક ચેક જારી કરો છો, ત્યારે પણ તમારે તેની પુષ્ટિ કરવાની રહેશે.
શુ છે આ પોઝિટિવ સિસ્ટમ?
ઉલ્લેખનીય છે કે આ સિસ્ટમાં ચેક જારી કરનારને SMS, ઇન્ટરનેટ બેંકિંગ, એટીએમ અથવા મોબાઇલ બેંકિંગ દ્વારા ઇલેક્ટ્રોનિકલી ચેકની ડેટ, બેનેફિશિયરીનું નામ, અકાઉન્ટ નંબર, કુલ અમાઉન્ટ, ટ્રાન્જેક્શન કોડ અને ચેક નંબરની જાણકારી બેંકને કન્ફર્મ કરવાની રહેશે. આ સિસ્ટમ દ્વારા ચેકથી પેમેન્ટ સુરક્ષિત રહેશે. ઉપરાંત ક્લિયરન્સમાં પણ ઓછો સમય લાગશે.
50 હજાર રૂપિયાના ચેકને કન્ફર્મ કરાવવાની જરૂર નથી
પોઝિટિવ પે સિસ્ટમમાં 50 હજાર અથવા તેનાથી મોટી અમાઉન્ટના બેંક ચેક દ્વારા પેમેન્ટ પર લાગૂ છે, પરંતુ જો ગ્રાહક તરફથી 2 લાખ અથવા તેનાથી વધારાનો ચેક જારી કરવામાં આવ્યો છે, ત્યારે જ તેની પુષ્ટિ કરવાની રહેશે.

કઇ રીતે કરાવી શકો છો કન્ફર્મ
નવા સિસ્ટમ હેઠળ ચેક આપનાર વ્યક્તિ ચેકની જાણકારી SMS, મોબાઇલ એપ, ઇન્ટરનેટ બેંકિંગ અને એટીએમના માધ્યમથી આપી શકે છે. ચેકની ચુકવણી પહેલા આ જાણકારી ફરીથી તપાસવામાં આવશે. ઉપરાંત નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) પોઝિટિવ પે સિસ્ટમને વિકસિત કરી તેને સાથી બેંકને ઉપલબ્ધ કરાવશે.
Read Also
- Maharashtra Political Crisis પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવમી, આમને- સામને હશે હરિશ સાલ્વે અને અભિષેક મનુ સંઘવી!
- ભારે પવન અને વીજ કડાકા સાથે અમદાવાદમાં વરસ્યો વરસાદ, અનેક સ્થળે સાઈનબોર્ડ બેનરો પડયા! ૮૦થી વધુ વૃક્ષો ધરાશાયી
- મંદીના એંઘાણ/ વિશ્વના સૌથી મોટા અર્થતંત્રમાં મંદી ટાળવા માટેના પ્રયાસો અપુરતા, IMFએ USનો વૃદ્ધિ દર ઘટાડ્યો
- જય જગન્નાથ / રથયાત્રાને લઈ ટ્રાફિક વિભાગનું વિશેષ આયોજન, આ રસ્તાઓ રાતથી કરવામાં આવશે બંધ
- અહીં મંદિરના પ્રસાદમાં મળે છે સેન્ડવીચ અને બર્ગર, લાડુને બદલે મળે છે ચાઉમીન…