GSTV
Gujarat Government Advertisement

મોટા સમાચાર: આ સરકારી બેંક લઈ શકે છે મોટો નિર્ણય! કર્મચારીઓને પર્મેનેન્ટ કરવું પડી શકે છે Work From Home

Work From Home

Last Updated on January 31, 2021 by Mansi Patel

કોરોનાકાળમાં, મોટાભાગની કંપનીઓ તેમના કર્મચારીઓને ઘરેથી કામ કરવા (Work From Home)માટે પ્રેરણા આપી રહી છે. કોરોનાના વધતા સંક્રમણને જોતાં, લોકો ઘરેથી કામ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં દેશની સરકારી બેંક, બેંક ઓફ બરોડા (Bank of Baroda) પણ આ દિશામાં મોટો નિર્ણય લઈ શકે છે. ખાનગી મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, બેંક ઓફ બરોડા એ જાહેર ક્ષેત્રની પ્રથમ બેંક છે, જેણે તેના કર્મચારીઓના એક વિભાગ માટે પર્મનેન્ટ ઘરેથી કામ (Work From Home) પોલિસી બનાવવા પર વિચાર કરી રહી છે.

Work From Home

મેનેજમેન્ટ કન્સલ્ટન્સી ફર્મની નિમણૂક કરી

BOBએ તાજેતરમાં વિજયા બેંક અને દેના બેંકનું મર્જર કર્યું છે. બેંકે કોવિડ પછી આ વ્યૂહરચનાને અમલમાં મૂકવા સૂચન આપવા માટે બેંકે મેનેજમેન્ટ કન્સલ્ટન્સી ફર્મ મેકિંસે એન્ડ કંપની (McKinsey & Co) ની નિમણૂક પણ કરી છે. બેંક ઓફ બરોડાના સીઇઓ સંજીવ ચડ્ઢાએ જણાવ્યું હતું કે, બેંક આ રીતે પૉલિસી પર વિચાર કરી રહી છે. બેંકો રોગચાળા પછી તેમના કર્મચારીઓ અને તેમના આરોગ્યની સંભાળ રાખતા કામ કરી રહી છે.

Work From Home

નાણાકીય પરિણામો જાહેર કરતી વખતે આપી માહિતી

ચડ્ઢાએ બેંકના ત્રીજી ક્વાર્ટરના નાણાકીય પરિણામો જાહેર કરતી વખતે બેંકની આ વ્યૂહરચના વિશે જણાવ્યુ હતુ. બેંકે બુધવારે તેના ત્રીજા ક્વાર્ટરના પરિણામો રજૂ કર્યા છે. નાણાકીય વર્ષ 2021 ના ​​ત્રીજા ક્વાર્ટરમાં બેંક ઓફ બરોડાએ 1,061.1 કરોડનો નફો નોંધાવ્યો હતો, જ્યારે નાણાકીય વર્ષ 2020 ના ત્રીજા ક્વાર્ટરમાં બેંકને 1,407 કરોડનું નુકસાન થયું હતું. ત્રીજા ક્વાર્ટરમાં બેંકની વ્યાજની આવક 8.6 ટકા વધીને રૂ. 7,749 કરોડ થઈ છે, જે અગાઉના વર્ષના ક્વાર્ટરમાં રૂ. 7,132 કરોડ હતી. 7,427 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે.

Work From Home

આ નિર્ણય ઓક્ટોબર મહિનામાં લેવામાં આવ્યો

ઓક્ટોબરમાં, બેંકે તેના કર્મચારીઓને 50-50 માં વહેંચીને ઘરેથી કામ કરવાની નવી સિસ્ટમ શરૂ કરી. બેન્ક ઓફ બરોડાએ કુલ કર્મચારીઓને 50-50 ભાગમાં વહેંચી દીધા હતા અને આવતા પાંચ વર્ષ સુધી અડધા કર્મચારીઓને ઘરેથી કામ કરાવવાની તૈયારી કરી હતી, જ્યારે અડધા કર્મચારીઓએ બેંકમાં કામ કરવા આવવાનું નક્કી કર્યું હતું.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ખુશખબર/ કોરોના કાળમાં આ વર્ષે 96 હજાર લોકોને નોકરી આપશે દેશની ટૉપ-5 IT કંપનીઓ

Bansari

પશ્ચિમ બંગાળમાં રાજકીય જંગ યથાવત, નંદીગ્રામ સીટની ચૂંટણી પ્રક્રિયાને મમતા બેનર્જીએ હાઇકોર્ટમાં પડકારી

Damini Patel

રાજકોટમાં મહિલા પોલીસે ઝડપ્યું કુટણખાનું, સગીરા સહિત મહિલાને નરાધમોની ચંગુલમાંથી બચાવ્યા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!