GSTV

જરૂરી ખબર/ બેન્ક ઓફ બરોડામાં છે ખાતું તો ફાટફટ ચેક કરો પોતાનો નવો IFSC Code, જાણો કેવી રીતે ?

Last Updated on June 29, 2021 by Damini Patel

બેન્ક ઓફ બરોડામાં ખાતા રાખવા વાળા માટે મોટી ખબર છે. બેન્ક તરફથી નવા IFSC Code જારી કરી દેવામાં આવ્યા છે. હવે તમે ઘરે બેઠા સરળતાથી કોડ જાણી શકો છો. બેન્ક મર્જર થયા પછી ગ્રાહકોના કોડમાં ફેરફાર થઇ ગયો છે. હજુ સુધી બેન્ક તરફથી છૂટ આપવામાં આવી હતી કે તમે જુના કોડથી પૈસા ટ્રાન્સફર કરી શકો છો. પરંતુ 1 જુલાઈ 2021 પછી તમારા IFSC Code કામ નહિ કરે.

તમને જણાવી દઈએ કે બે વર્ષ પહેલા વર્ષ 2019માં વિજયા બેન્ક અને દેના બેન્કનું મર્જર બેન્ક ઓફ બરોડામાં કરવામાં આવ્યું હતું, જ્યારે પછી આ કોડમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. અને વિજયા બેન્કના ગ્રાહકોના કોડ કામ કરવાનું બંધ કરી દેશે. આવતી કાલ પછી જુના કોડ દ્વારા પૈસા ટ્રાન્સફર નહિ કરી શકો. આવો તમને જાણવી દઈએ નવો કોડ કેવી રીતે મેળવી શકો છો.

કેવી રીતે જાણી શકાય છે નવો IFSC Code

નિયમો

ગ્રાહકો બ્રાન્ચમાં જઈ IFSC Codeની જાણ કરી શકે છે
બેન્ક તરફથી મોકલવામાં આવેલ લેટર અને SMS દ્વારા જાણ કરી શકાય છે
એના માટે ટોલ ફ્રી નંબર 18002584455/18001024455 પર કોલ કરીને પણ જાણી શકાય છે
એ ઉપરાંત SMS દ્વારા પણ જાણી શકાય છે

SMS દ્વારા મેળવો જાણકારી

SMS કરવા માટે તમારે પોતાના રજીસ્ટર મોબાઈલ નંબરથી MIGR એકાઉન્ટ નંબર અંતે ચાર આંકડાને 8422009988 પર મોકલી તમે કોડ જાણી શકો છો.

ઓફિશિયલ લિંકથી મેળવો જાણકારી

તમે આ ઓફિશિયલ લિંક https://www.bankofbaroda.in/amalgamation-migration.htm પર ક્લિક કરીને પણ નવો IFSC Code જાણી શકો છો.

શું હોય છે IFSC Code?

અમને જણાવી દઈએ કે IFSC 11 આંકડાનો કોડ હોય છે જે RBI તરફથી તમામ બેંકોને આપવામાં આવે છે. 11 કેરેક્ટરના આ કોડને ઇલેક્ટ્રોનિક પેમેન્ટમાં ઉપયોગ કરી શકાય છે. એના શરૂઆતી ચાર આંકડાથી બેન્કનું નામ જાણી શકાય છે. એના પાંચ આંકડા 0 હોય છે. ત્યાર પછી 6 આંકડાથી બ્રાંચ કોડની જાણ થાય છે. BOBનો IFSC Code BARBથી શરુ થાય છે.’

Read Also

Related posts

LAC / અરુણાચલ પ્રદેશમાં તૈનાત કોણ છે સરિયા અબ્બાસી, સોશિયલ મીડિયા પર ફોટો થઈ રહ્યો છે વાયરલ

Zainul Ansari

ઠંડીની ઋતુમા બાળકોને રાખવા છે શરદી અને ઉધરસથી સુરક્ષિત, કરો આ દેશી ઓસડિયાનું સેવન અને મેળવો ફાયદા

Zainul Ansari

આર્યન ખાન ડ્રગ્સ કેસ/ સમીર વાનખેડે-એનસીપી નેતા આમને-સામને, NCB અધિકારી કથિત આરોપોને લઈને કરશે કાનૂની કાર્યવાહી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!