GSTV
Gujarat Government Advertisement

BOB નફામાંથી ખોટમાં તો ICICI બેંકને લોટરી લાગી ગઈ, 160 ટકા આવક વધી

Last Updated on January 25, 2020 by Mansi Patel

જાહેર ક્ષેત્રની અગ્રણી ધિરાણકર્તા બેન્ક ઓફ બરોડા (BoB) એ અત્યંત નિરાશાજનક ત્રિમાસિક પરિણામ જાહેર કર્યા છે. ઓક્ટોબરથી ડિસેમ્બર 2019ના ક્વાર્ટર દરમિયાન બેન્કે રૂ. 1407 કરોડની ચોખ્ખી ખોટ દર્શાવી છે. જેનું કારણે બેડ લોન માટેની જોગવાઇઓમાં 54 ટકાનો જંગી વધારો છે.

બેન્કે ડિસેમ્બર ક્વાર્ટર માટે રૂ. 6365 કરોડની જોગવાઇ કરી છે. વર્ષ પૂર્વેના સમાન ક્વાર્ટરમાં બેન્કે રૂ. 436 કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો. માર્કેટ એનાલિસ્ટોએ રૂ. 683.4 કરોડના નફાની અપેક્ષા રાખી હતી.  ડિસેમ્બર ક્વાર્ટર 2019 માટે બેન્કે રૂ. 10387 કરોડનો નવું સ્લિપેજ કર્યું છે. વ્યાજ પેટેની ચોખ્ખી આવક (NII) 9 ટકા વધીને રૂ. 7128 કરોડે પહોંચી છે તો NII માર્જિન 18 બેસિસ પોઇન્ટ વધીને 2.80 ટકા થયું છે. 

બેન્કની ગ્રોસ એનપીએ વર્ષ પૂર્વેના 10.91 ટકાથી ઘટીને આ વખતે 10.43 ટકાના સ્તરે આવી ગઇ છે. રકમની રીતે ગ્રોસ એનપીએ રૂ. 73140 કરોડ થઇ જે વર્ષ પૂર્વે રૂ. 69969 કરોડ હતી. છે. તો નેટ એનપીએ ઘટી છે અને તે 4.05 ટકા થઇ છે જે વર્ષ પૂર્વેના સમાન ક્વાર્ટરમાં 4.79 ટકા હતી.  બેન્કની અન્ય આવક ડિસેમ્બર ક્વાર્ટરમાં 49.54 ટકા વધીને રૂ.1295 કરોડ રહી છે. ડોમેસ્ટિક ડિપોઝિટ 1.3 ટકાની વૃદ્ધિમાં રૂ. 7.82 લાખ કરોડ નોંધાઇ છે.

દેશની સૌથી મોટી ખાનગી બેંક ICICI બેંકે આજે ડિસેમ્બર ત્રિમાસિકગાળાના પરિણામો રજૂ કર્યા છે. બેંકની નફાકારકતા વધવાની સાથે એસેટ ક્વોલિટીમાં પણ શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે. બેંકનો નફો ઓક્ટોબર-ડિસેમ્બર કવાર્ટરમાં રૂ. 4146 કરોડ રહ્યો છે,જે ગત વર્ષના સમાન સમયગાળાના 1605 કરોડ કરતા 158% વધુ છે.

ટેક્સમાં ઘટાડાની સાથે અન્ય આવક, રિકવરી અને વ્યાજની આવક વધતા નફો વધ્યો છે. બેંકની વ્યાજની આવક અને જાવક વચ્ચેનો તફાવત, નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ(NII) 24% વધીને 8545 કરોડ થઈ છે. નેટ ઈન્ટરેસ્ટ માર્જિન ગત વર્ષના 3.64% અને અગાઉના ત્રિમાસિકગાળાના 3.40%ની સામે 2019-20ના ત્રીજા ત્રિમાસિકગાળામાં 3.77% થયા છે. વ્યાજ સિવાયની આવક 3404 કરોડથી વધીને 4043 કરોડ થઈ છે.

NPAમાં સુધારો :

બેંકો માટે મહત્વના ગણાતા એસેટ ક્વોલિટીના ધોરણે પણ આઈસીઆઈસીઆઈ બેંકે સારૂં પ્રદર્શન કર્યું છે. ગ્રોસ એનપીએ 6.37%થી ઘટીને 4.95% અને નેટ નોન-પરફોર્મિંગ એસેટ 1.60%થી ઘટીને 1.49% થયા છે. પ્રોવિઝન વાર્ષિક 51% ઘટીને 2083 કરોડ થયા છે.

અન્ય મહત્વના આંકડા :  

  • 4363 કરોડના નવા એનપીએ Q3માં ઉમેરાયા
  • સરેરાશ CASA રેશિયો 42.8%
  • ટર્મ ડિપોઝીટ 24% વધી
  • રીટેલ લોનમાં 19%નો વધારો
  • બેલેન્સ શીટ પ્રથમ વખત 10 લાખ કરોડને પાર, 31મી ડિસેમ્બરના રોજ 10,07,068 કરોડ

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સુરેન્દ્રનગરના પરિવાર પર આભ ફાટ્યું, સ્વિમિંગ પુલમાં તરવા ગયેલ બાળકનું કમકમાટી ભર્યું મોત

Pritesh Mehta

પાલનપુરના યુવકે ભર્યું મોતનું પગલું, વિડીયો બનાવી કહ્યું કેમ કરે છે આપઘાત

Pritesh Mehta

સેલવાસ: વૃદ્ધ દંપતીને એકલા જોઈ કર્યો ઘરમાં ‘હાથ સાફ’, 7 લાખના દાગીનાની થઇ ચોરી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!