GSTV

ખુશખબર! બેન્કના ધક્કા ખાવાથી મળશે મુક્તિ, દેશની આ બેન્ક 3 મહિના માટે આપશે ફ્રી સર્વિસ

bank-of-baroda

Last Updated on March 21, 2020 by Karan

કોરોના વાયરસ (Corona Virus)નો કહેરથી ભારત સહિત દુનિયાભરમાં જોવા મળી રહ્યો છે. આ વાયરસ (Corona Virus) ના કારણે દેશની બેન્કિંગ સિસ્ટમ પણ પ્રભાવિત થઈ છે. ઘણી બેન્કે પોતાના કર્મચારીઓને વર્ક ફોર હોમ કરવા માટે પણ કહી દીધુ છે. તો ઘણી જગ્યાએ બ્રાન્ચમાં ભીડ ન કરવાની અપીલ પણ કરવામાં આવી છે.

વધુ પડતી સર્વિસને ડિજિટલ કરી દીધી

તે સિવાય ICICI સહિત કેટલીક અન્ય બેન્કે પોતાની વધુ પડતી સર્વિસને ડિજિટલ કરી દીધી છે. ત્યારે હવે પબ્લિક સેક્ટરની બેન્ક ઓફ બરોડા (bank of baroda)એ પણ બ્રાંન્ચમાં ભીડ ઓછી કરવા માટે એક મહત્વનો નિર્ણય લીધો છે. બેન્કના આ નિર્ણયનો ફાયદો દેશના કોરોડો ગ્રાહકોને મળવાની આશા વર્તાઈ રહી છે.

ડિજિટલ ટ્રાન્જેક્શન પર 0 ટકા ચાર્જ

ખરેખર તો, બેન્ક ઓફ બરોડાએ આગામી 3 મહિના સુધી ડિજિટલ લેણ-દેણને પૂર્ણ રીતે મફત કરી દીધુ છે. સરળ ભાષામાં સમજીએ તો, આ 3 મહિના દરમિયાન ડિજિટલ ટ્રાન્જેક્શન કરવા પર ગ્રાહકોને બેન્ક 0 ટકા ચાર્જ કરશે. બેન્કે સ્ટે સેફ બેન્ક સેફ ટેગલાઈનની સાથે આ ઝુબેશનો અમલા કરી દીધો છે. બેન્ક ઓફ બરોડાના કાર્યકારી નિર્દશક વિક્રમાદિત્ય સિંહ ખિંચિના મત પ્રમાણે, આ નિર્ણય તે માટે લેવામાં આવ્યો છે કે, તેથી ગ્રાહકને વધારેમાં વધારે ડિજિટલ લેણદેણને અપનાવે.

1 લાખ રુપિયા પર 3.25 ટકા વ્યાજ

તેનો ફાયદો તે થશે કે, લોકો બેન્કની શાખામાં જશે નહી અને દૂર રહીને પણ પોતાના બેન્કિંગ કામકાજ કરી શકશે. ઉલ્લેખનીય છે કે, દેશભરમાં બેન્ક ઓફ બરોડાની કુલ 9470 બ્રાંચ અને 13 હજારથી વધારે ATM પણ છે. સાથે જ બેન્ક ઓફ બરોડાના સેવિંગ્સ એકાઉન્ટમાં 1 લાખ રુપિયા સુધીની જમા રાશિ પર વર્ષના 3.25 ટકા વ્યાજદર આપવાની જાહેરાત કરી છે. તે સિવાય 1 લાખથી વધારેની રકમ બચત ખાતામાં જમા હોવા પર 3 ટકાના દરથી વ્યાજ મળશે. ઉલ્લેખનીય છે કે, આ બધા જ નવા દર 1 એપ્રિલથી અમલમાં આવશે.

READ ALSO

Related posts

Human Life: માણસ વધુમાં વધુ 150 વર્ષ સુધી જ જીવી શકે, વૈજ્ઞાનિકોએ અભ્યાસમાં બતાવ્યું તેની સત્યતાનું કારણ

Harshad Patel

ED એક્શન મોડમાં: યસ બેંક ફ્રોડ મામલે અવનથા ગ્રુપના પ્રમોટર ગૌતમ થાપરની મની લોન્ડરિંગ કેસમાં થઈ ધરપકડ

pratik shah

Male contraception: વણજોઈતી પ્રેગ્નન્સીમાં કન્ડોમથી કંટાળેલા પુરુષો માટે નવો વિકલ્પ, નવા ગર્ભનિરોધકથી જ સ્પર્મનો થશે કન્ટ્રોલ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!