GSTV

આમ આદમીને મોટો ઝટકો! નવેમ્બરથી આ બેન્કમાં પૈસા જમા કરવા અને ઉપાડવા પર ચુકવવો પડશે ચાર્જ, જાણો શું છે નવો નિયમ

બેન્ક

જો તમારુ કોઇપણ બેન્કમાં એકાઉન્ટ હોય તો આ વિશે જાણવુ તમારા માટે જાણવુ ખૂબ જ જરૂરી છે કારણ કે આગામી મહિનાથી બેન્ક સાથે સંબંધિત અનેક રૂલ્સમાં બદલાવ થવા જઇ રહ્યો છે. શું તમે જાણો છો કે તમારી બેન્ક તમારી પાસેથી કયા ચાર્જીસ વસૂલે છે? જો તમે ન જાણતા હોવ તો તમને જણાવી દઇએ કે એસએમએસ સુવિધા, મિનિમમ બેલેન્સ, એટીએમ તથા ચેકના ઉપયોગ સુધી, બેન્ક તમારી પાસેથી ચાર્જીસ વસૂલે છે. પરંતુ હવે ગ્રાહકોને બેન્કોમાં પોતાના પૈસા જમા કરવા અને ઉપાડવા માટે પણ ફી ચૂકવવી પડશે. તેની શરૂઆત બેન્ક ઑફ બરોડાએ કરી દીધી છે. બેન્ક ઑફ ઇન્ડિયા, પીએનબી, એક્સિસ અને સેન્ટ્રલ બેન્ક આ અંગે જલ્દી નિર્ણય લેશે. આગામી મહિનાથી એટલે કે નવેમ્બર 2020થી નિશ્વિત સીમા કરતા વધુ બેન્કિંગ કરનારા ગ્રાહકોએ ચાર્જીસ ચુકવવા પડશે.

જમા-ઉપાડ માટે અલગ-અલગ ચાર્જીસ

જણાવી દઇએ કે બેન્ક ઑફ બરોડાએ ચાલુ ખાતા, કેશ ક્રેડિટ લિમિટ અને ઓવરડ્રાફ્ટ ખાતામાંથી પૈસા જમા કરવા અને ઉપાડવા માટે અલગ તથા બચત ખાતામાંથી જમા-ઉપાડ માટે અલગ ચાર્જીસ નક્કી કર્યા છે. આગામી મહિનાથી ગ્રાહક લોન ખાતા માટે મહિનામાં ત્રણ વખત પછી જેટલી પણ વાર પૈસા ઉપાડશે, તેમણે 150 રૂપિયા ચાર્જ ચુકવવો પડશે.

ફક્ત 3 વાર ફ્રીમાં પૈસા જમા કરાવી શકાશે

બચત ખાતાની વાત કરીએ તો આવા ખાતાધારકો માટે ત્રણ વાર સુધી જમા કરવા માટે કોઇ ચાર્જ નહી ચુકવવો પડે પરંતુ જો ગ્રાહકોએ ચોથી વાર પૈસા જમા કર્યા તો તેમણે 40 રૂપિયા ચુકવવા પડશે. આ ઉપરાંત સિનિયર સીટીઝન્સ માટે પણ બેન્કે કોઇ રાહત નથી આપી. જનધન ખાતાધારકોને તેમાં થોડી રાહત મળી છે. તેમને જમા પર કોઇ ચાર્જ નહી ચુકવવો પડે પરંતુ ઉપાડ પર 100 રૂપિયા ચુકવવા પડશે.

કયા ખાતા પર કેટલો ચાર્જ ચુકવવો પડશે

>> સીસી, ચાલુ તથા ઓવરડ્રાફ્ટ ખાતાધારક જો પ્રતિ દિવસ એક લાખ રૂપિયા સુધી જમા કરાવે તો આ સુવિધા ફ્રી મળશે. પરંતુ તેનાથી વધુ પૈસા જમા કરાવા પર બેન્ક તમારી પાસેથી પૈસા વસૂલશે.

>> આવા ખાતાધારકોએ એક લાખ રૂપિયાથી વધુ જમા કરવા પર એક હજાર રૂપિયા પર એક રૂપિયો ચાર્જ ચુકવવો પડશે. તેના માટે લઘુત્તમ અને મહત્તમ સીમા અનુક્રમે 50 રૂપિયા અને 20 હજાર રૂપિયા છે.

>> જો સીસી, ચાલુ તથા ઓવરડ્રાફ્ટ ખાતામાંથી એક મહિનામાં ત્રણવાર પૈસા ઉપાડવામાં આવે તો ગ્રાહકો પાસેથી કોઇ ચાર્જ વસૂલવામાં નહી આવે.

>> ચોથી વાર ઉપાડ પર પ્રત્યેક વિડ્રોલ પર 150 રૂપિયા ચાર્જ લાગશે.

બેન્ક

બચત ખાતાધારકો માટે આટલો ચાર્જ

બચત ખાતાધારકો માટે ત્રણ વખત સુધી જમા ફ્રી રહેશે. જો કે ચોથી વારથી ખાતાધારકોએ દરેક વખતે પૈસા જમા કરાવા પર 40 રૂપિયા ચુકવવા પડશે. ઉપાડની વાત કરીએ તો દરેક મહિને ત્રણ વખત ખાતામાંથી પૈસા ઉપાડવા પર ગ્રાહકો પાસેથી કોઇ ચાર્જ લેવામાં નહી આવે. પરંતુ ચોથી વારથી ગ્રાહકોએ દર વખતે 100 રૂપિયા ચાર્જ ચુકવવો પડશે.

Read Also

Related posts

નવા વર્ષની શરૂઆતમાં સોનાના ભાવ ઘટીને થઇ શકે છે રૂપિયા 42000, જાણો સૌથી મોટું કારણ

pratik shah

અમદાવાદને હવે મળશે 400 નવા કોવિડ બેડ, કોરોના દર્દીઓને શહેરમાં જ મળશે સારવાર

Nilesh Jethva

સારા અલી ખાને લંડનના ફેશન ડિઝાઇનર ડ્રેસ પહેર્યો, લોકોને લાગી લાલ છડી મેદાન ખડી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!