GSTV

બેંક ખાતા સાથે લિંક મોબાઈલ નંબરનો ઉપયોગ નથી કરતા, તો તુરંત બદલો નહિ તો થઈ શકે છે નુકશાન

નંબર

આજકાલ અનેક છેતરપિંડીઓ ખોટા મોબાઈલ નંબર દ્વારા થાય છે. જો તમે ઢીલ વર્તી તો થઈ શકે કે સાઈબર ઠગ તમારું આખુ ખાતું ખાલી કરે દે. એવામાં જો મોબાઈલ નંબર ખાતુ ખોલાવતા સમયે હોય અને હવે બંધ થઈ ગયું હોય તો જે મોબાઈલ નંબર ચાલ્યો ગયો છે તેને તુરંત બદલાવો. આનાથી તમારા  ખાતામાં જે પૈસા આવી રહ્યા છે. કે જઈ રહ્યા છે. તેની તુરંત તમને જાણ થાય. સાથે જ છેતરપિંડીથી પણ બચી જશો. મોબઈલ નંબર બદલવા માંગતા હોય તો આ કામ મિનિટોમાં થઈ શકે છે. બેંક ગ્રાહકોને હવે બ્રાંચમાં ગયા વગર નંબર બદલવાની સુવિધા ઉપલબ્ધ કરી રહી છે. મોબાઈલ નંબર બદલવા માટે તમારે ડેબિટ કાર્ડ અને પહેલીથી રજિસ્ટર્ડ મોબીલ નંબરની જરૂર પડશે. આવો જાણીએ કઈ રીતે તમે ઓનલાઈન અથવા ATM દ્વારા તમારો મોબાઈલ નંબર બદલી શકો છો.

ઘરે બેસી ઓનલાઈન બદલો મોબાઈલ નંબર

જો તમારી પાસે નેટ બેંકિંગ ખાતુ છે તો તમે ઘરે બેઠા તમારા મોબાઈલ કે કમ્પ્યુટરની મદદથી બેંક ખાતાના મોબાઈલ નંબર બદલી શકો છો. અહીં અમે દેશના સૌથી મોટા ભારતીય સ્ટેટ બેંકનું ઉદાહરણ લઈએ છીએ.

  • સૌ પ્રથમ તમારી નેટ બેંકિંગ વેબસાઈટ  www.onlinesbi.com પર જઈને લોગિન કરો.
  • જ્યારે તમે લોગિન કરો ત્યારે તમારે અહીં પ્રોફાઈલ પર ક્લિક કરવું પડશે.
  • ત્યારબાદ પર્સનલ ડિટેલ પર ક્લિક કરો. અહીં તમારે ભારતીય સ્ટેટ બેંક પ્રોફાઈલ પાસવર્ડ નાવો પડશે.
  • આ સબમિટ કર્યા બાદ તમને તમારું ઈ-મેઈલ ID અને જુનો નંબર દેખાશે. જેમાં મોબાઈલ નંબર બદલવાનો વિકલ્પ દેખાશે.
  • આ નિર્દેશનું પાલન કરી તમે તમારો મોબાઈલ નંબર બદલી શકો છો.

બેંકમાં જઈને પણ બદલી શકો છો મોબાઈલ નંબર

જો તમે ઈન્ટરનેટ બેંકિંગનો ઉપયોગ નથી કરતા તો તમે બેંક જઈને પણ મોબાઈલ નંબર બદલી શકો છો. જેમાં તમારે તમારી બેંક શાખા પર જઈને મોબાઈલ નંબર પરિવર્તન ફોર્મ ભરવું પડશે. આ ઉપરાંત તમારે તમારી પાસબુક અને આધાર કાર્ડની ફોટોકોપી આપવી પડશે. ત્યારબાદ બેંક તમારો મોબાઈલ નંબર બદલી આપશે.

ATMથી આ રીતે બદલો

જો તમે ઈચ્છો તો તમારા ATM દ્વારા પણ મોબાઈલ નંબર બદલી શકો છો. પરંતુ એના માટે તમારી પાસે જુનો નંબર હોવો જરૂરી છે. જેને તમે પહેલા જ બેંકમાં રજિસ્ટર્ડ કરાવ્યો હતો. જો જૂનો નંબર ચાલુ નથી તો તેના દ્વારા નંબર બદલી શકશો નહીં. ATM દ્વારા નંબર બદલવા માટે તમારે સૌ પ્રથમ તમારો પીન નંબર નાખવો પડશે. ત્યારબાદ મોબાઈલ નંબર પરિવર્તનનો વિકલ્પ પસંદ કરવો પડશે. ત્યારબાદ તમારા રજિસ્ટર્ડ નંબર પર એક OTP આવશે જેને તમારે ATM માં નાખવાનો રહેશે. ત્યારબાદ તમારી પાસેથી નવો નંબર માંગવામાં આવશે અને તેની પુષ્ટી કરાશે. આ રીતે ATM દ્વારા પણ મોબાઈલ નંબર બદલી શકાય છે.

READ ALSO

Related posts

ખાસ વાંચો / જો તમે પણ બેંક લોકરમાં રાખો છો આ કીંમતી સામાન તો જરૂરથી કરો આ કામ, નહિ તો થશે મોટુ નુકશાન

Mansi Patel

જરૂરી માહિતી/ ક્યારેય નહિ કપાય તમારી સેલરીમાંથી ટેક્સ, નોકરિયાતો અપનાવો આ 7 સરળ રીત

Mansi Patel

મોદી સ્ટેડિયમમાં પહેલી મેચ નીરસ: જીત છતાં ધડાધડ પડતી ઈંગ્લેન્ડ ટીમની વિકેટોથી પ્રેક્ષકો માટે મેચ રહી રોમાંચવિહીન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!