GSTV
Home » News » નહીં બદલાય PNB બેંકનું નામ, આ બેંક સાથે જોડાણ થતાં ગ્રાહકો પર પડશે અસર

નહીં બદલાય PNB બેંકનું નામ, આ બેંક સાથે જોડાણ થતાં ગ્રાહકો પર પડશે અસર

પંજાબ નેશનલ બેંકે મંગળવારના રોજ કહ્યું છે કે, બે બેંક સાથે મર્જ થવાથી બેંકના નામમાં કોઈ ફેરફાર નહીં થાય. સરકારે PNBની સાથે બે અન્ય બેંકને જોડવાનો નિર્ણય કર્યો છે. જેમાં ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ અને યુનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયા. આ ત્રણેય બેંકનું જોડાણ એપ્રિલ 2020માં થઈ જશે. આ નવી બેંક એસબીઆઈ બાદ દેશની બીજી સૌથી મોટી બેંક બનશે જેનો કુલ વેપાર અને આકાર 18 લાખ કરોડ રૂપિયા હશે.

આ ઉપરાંત સિંડેકેટ બેંકનું કેનરા બેંકમાં અલ્હાબાદ બેંકનું ઈન્ડિયન બેંકમાં અને આંધ્ર બેંક અને કોર્પોરેશન બેંકનું યૂનિયન બેંક ઓફ ઈન્ડિયા સાથે જોડાણ થઈ જશે.

ખાતાધારકોને થશે આવી અસર

પીએનબીમાં ઓબિસી અને યૂનાઈટે બેંકના વિલય બાદ બેંકના ગ્રાહકોને દસ્તાવેજોની માથાકુટ વધી જશે. ગ્રાહકોને નવો નંબર અને કસ્ટમર આઈડી મળી શકે છે. જે ગ્રાહકોને નવો અકાઉન્ટ નંબર મળશે તેમને નવી માહિતી ઈન્કમ ટેક્સ વિભાગ, વીમા કંપની, મ્યૂચ્યુઅલ ફંડ, નેશનલ પેંન્શન સ્કીમ વગેરે અપડેટ કરવું પડશે.

READ ALSO

Related posts

રાષ્ટ્રપતિ ભવનમાં ડોનાલ્ડ ટ્રમ્પનું ભવ્ય સ્વાગત, મેલાનિયા-ઈવાંકા પણ સાથે

Arohi

3 પત્ની,પાંચ સંતાનો અને 8 પૌત્ર-પૌત્રી, Photosમાં જુઓ કેવો છે ડોનાલ્ડ ટ્રમ્પનો પરિવાર

Bansari

કાત્યાને સમુદ્રએ શીખવી હતી હિન્દી, બોલિવુડનાં આ પ્રખ્યાત વિલનનો આજે 72મો જન્મદિવસ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!