GSTV

શર્મનાક/ નશામાં ધૂત થઈને બેંક મેનેજર પોતાની 13 વર્ષીય પુત્રી સાથે બનાવતો હતો સંબંધ, માતાની ફરિયાદ પર પોલીસે દબોચી લીધો

જામનગર

Last Updated on September 14, 2021 by Bansari

બિહારના મોતીહારીમાંથી એક એવી ઘટના સામે આવી છે જેણે સંબંધની તમામ મર્યાદાઓને ઉલંઘી નાંખી છે. સામાજિક સંબધોની તમામ ગરિમાને કલંકિત કરી છે. મળતી માહિતી મુજબ પોલીસે ઉત્તર બિહાર ગ્રામીણ બેંકના મેનેજરની ધરપકડ કરી છે. બેંક મેનેજર પર આરોપ છે કે તે નશામાં ધૂત થઈને પોતાની 13 વર્ષની સગીર પુત્રી સાથે જ સંબંધો બનાવતો હતો. માતાએ કરેલી ફરિયાદ બાદ પોલીસે તે યુવકની ધરપકડ કરી હતી.

ત્રણ વર્ષથી દીકરી સાથે બનાવી રહ્યો હતો સંબંધ

બાળકીની માતાએ પોલીસને આપેલી ફરિયાદ મુજબ, બેંક મેનેજર 2018થી આવી હલકી કક્ષાનું કૃત્ય કરી રહ્યો હતો. તે ઘણીવાર નશામાં ઘરે આવતો અને જ્યારે નશામાં હોય ત્યારે પોતાની જ ટીનેજર દીકરી સાથે આવું હલકું કૃત્ય કરતો હતો. તેણે તેની પુત્રની એવી ધમકી આપી હતી કે જો તે કોઈને કહેશે તો તેની માત્ અને તેને બંનેને જીવથી મારી નાંખશે. પિતાની ધમકીના ડરથી ગભરાઈ ગયેલી બાળકીએ આ વાત કોઈને કહી નહોતી.

થોડા વર્ષો પહેલા મહિલા સહકર્મી સાથે અશ્લીલ હરકતો કરી હતી

મહિલાના જણાવ્યા મુજબ, આરોપી પિતાએ થોડા વર્ષો પહેલા મહિલા સહકર્મી સાથે અશ્લીલ હરકતો કરી હતી. જેને લઈને પણ હોબાળો થયો હતો. જે પછી ભૂલ સ્વીકારતા મામલો માંડ માંડ થાળે પડ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને સગીર બાળકીનું મેડિકલ ચેકઅપ કરાવાઈ રહ્યું છે.

ખાનગી રીતે બીજા લગન કરી લીધા હતા

મહિલાએ આરોપ લગાવ્યો હતો કે બેંક મેનેજરે ખાનગી રીતે મોતીહારીમાં જ બીજા લગ્ન કર્યા હતા. ડીએસપી રામ નરેશ પાસવાને કહ્યું કે પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાની દીકરી સાથે ખોટી હરકતો કરી હોવાનું કબૂલ્યું છે. તેની સામેના તમામ આરોપોની તપાસ કરવામાં આવી રહી છે.


દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતનાસમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પરતમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

હેલ્થ ટિપ્સ / આ ફૂડ કોમ્બિનેશન બની શકે છે તમારા શરીર માટે જીવલેણ, ભૂલથી પણ ના કરતા ટ્રાય નહીંતર…

Zainul Ansari

ધર્મ / ખૂબ જ ખાસ છે આ વર્ષનું કરવા ચોથ: સૂર્યદેવની પણ રહેશે વિશેષ કૃપા, નોંધી લો પૂજાનું શુભ મુહૂર્ત

Zainul Ansari

વિક્રમ સંવત 2078 ગુજરાત અને ભારત માટે કેવું સાબિત થશે? કેવી રહેશે રાજકીય અને આર્થિક પરિસ્થિતિ : જ્યોતિષાચાર્યની કલમે

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!