બેન્ક કર્મચારીઓના કામકાજના દિવસો સપ્તાહના પાંચ જ દિવસ કરી દેવાનીઅને પેન્શન સુધારા સાથેની પાંચ માગણીઓ સાથે ૨૭મી જૂને બેન્ક કર્માચરીઓએ પાડવા ધારેલી હડતાલ મુલતવી રાખવાનો આજે નિર્ણય લેવામાં આવ્યો છે.
ચર્ચા વિચારણા કરીને સમાધાન શોધવાના પ્રયાસકરવાની તૈયારી દર્શાવી
કેન્દ્ર સરકારના શ્રમ મંત્રાલયના ચીફ લેબર કમિશનરે બેન્ક કર્મચારીઓની પેન્શન સુધારા અને અઠવાડિયાના પાંચ દિવસ જ બેન્કિંગનું કામકાજ ચાલુ રાખવાની માગણી અંગે ચર્ચા વિચારણા કરીને સમાધાન શોધવાના પ્રયાસકરવાની તૈયારી દર્શાવતા બેન્ક કર્મચારીઓની હડતાલને પાછી ઠેલવામાં આવી છે.
ડિસેમ્બર ૨૦૨૧માં સહમતી સધાયા પછીય ઇન્ડિયન બેન્કિંગ એસોસિયેશને બેન્ક કર્મચારીઓના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે કોઈ જ ગંભીર પ્રયાસ કર્યો નથી.આ માટે આઈબીએએ બેન્કર્સ સાથે ચર્ચા વિચારણા પણ કરી નથી. ઇન્ડિયન બેન્ક એસોસિયેશન તરફથી કર્મચારીઓની માગણીના સંદર્ભમાં કોઈ ખાતરી પણ આપવામાં ન આવતી હોવાની બેન્ક કર્મચારી યુનિયનોની ફરિયાદ છે.
READ ALSO
- નકવી માટે હજુ આશા, સિંહનું ભાવિ ડામાડોળ : મોદી મંત્રીમંડળમાં ફેરફાર થશે
- IND vs WI : ફ્લોપ થઈને થાકી, વેસ્ટ ઈન્ડિઝ સામેની સિરીઝમાં રમવા નથી માંગતો વિરાટ કોહલી!
- મોદીના સૌજન્યની પ્રસંશા, તેજસ્વીને ફોન કર્યો : ટોચના નેતાઓ પણ ચિંતામાં
- IMFની ચેતવણી / આગામી વર્ષે વિશ્વમાં મહામંદીની આશંકા, ટળ્યો નથી ખતરો
- બ્રિટનના નવા પીએમના દાવેદારોમાં ભારતીય મૂળના ઋષિ સુનકનું નામ ટોચ પર, શું રચાશે નવો ઇતિહાસ?