GSTV
World

Cases
6747115
Active
11354419
Recoverd
707655
Death
INDIA

Cases
595501
Active
1328336
Recoverd
40669
Death

કોરોનાકાળમાં શરૂ થયું કર્મચારીઓનું ઈન્ક્રિમેન્ટ, જાણો કંઈ કંપનીઓએ વધારવાની શરૂ કરી સેલેરી

બિઝનેસ

કોરોના વાયરસને કારણે ઘણી કંપનીઓના વ્યવસાયમાં ઘટાડો થયો છે. શક્ય તેટલા કર્મચારીઓ ઘરેથી કામ કરી રહ્યા છે. ઘણી કંપનીઓએ કર્મચારીઓના પગારમાં ઘટાડો કર્યો હતો, જ્યારે કેટલીક કંપનીઓએ કર્મચારીઓને તેમની નોકરીથી દૂર કરી દીધા હતા. પરંતુ હવે માહોલ બદલાઈ રહ્યો છે. કેટલીક બેંકોએ તેમના કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા માટે ઈન્ક્રિમેન્ટનો પ્રારંભ શરૂ કર્યો છે અને ઘણી બેંકો આવું કરવાનું વિચારી રહી છે. ઓટો ઈન્ડસ્ટ્રીની કંપનીઓ પણ આ માર્ગને અનુસરવાની તૈયારી કરી રહી છે.

HDFC અને Axis બેંક

સૌથી આગળ HDFC બેંકે પોતાના કર્મચારીઓને ઈન્ક્રિમેન્ટ આપ્યુ છે અને તેમને પ્રોત્સાહિત કરવાની રેસમાં આગળ છે. એક્સિસ બેંકે પણ તેનાં 80 ટકા કર્મચારીઓને બોનસ આપવાની જાહેરાત કરી દીધી છે. ICICI બેંક અને ફ્યુચર જનરાલીએ પણ તેના કર્મચારીઓને ઈન્ક્રિમેંટ આપવાની જાહેરાત કરી છે. ICICI બેકેં તેનાં 80 હજાર કર્મચારીઓને 8 ટકા ઈન્ક્રિમેન્ટ આપવાની જાહેરાત કરી છે. બાકીની બેંક પણ તેની રાહ પર ચાલી રહી છે.

TDS

બેંક કેમ કરી રહી છે આવું?

એક ખાનગી બેંકનાં સીનિયર એક્ઝિક્યુટિવે કહ્યુકે, આગામી સમયમા કામનું લોડ વધવાનું છે. એટલા માટે લોકોની જરૂર પડશે. એવામાં તેમને પ્રોત્સાહિત કરવાની જરૂરી છે, જેના માટે બેંક હવે ઈન્ક્રિમેંટ આપી રહી છે.

ઓટોમોબાઈલ કપનીઓ પણ આપશે ઈન્ક્રિમેન્ટ

ફક્ત બેંક જ નથી જે પોતાના કર્મચારીઓનો ઉત્સાહ વધારવા માટે ઈન્ક્રિમેન્ટ આપી રહી છે. પરંતુ ઓટો કંપનીઓ પણ આ રસ્તા પર ચાલી રહી છે. તે પણ પોતાના કર્મચારીઓને બોનસ અને ઈન્ક્રિમેન્ટ આપવાની તૈયારીઓ કરી રહી છે. Kia અને MG Motorએ પહેલાં જ વેરિએબલ પે અને બાકીનાં ઈન્સેટિંવ આપ્યા છે. જ્યારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, હીરો મોટો કોર્પ, અશોક લેલેન્ડ, ટીવીએસ મોટર્સ, ટોયોટા કિર્લોસ્કર અને ટાટા મોટર્સ પણ જલ્દીથી પોતાના કર્મચારીઓને ઈન્ક્રિમેન્ટ આપવાની છે, પરંતુ પાછલા વર્ષોની સરખામણીએ આ ઈન્ક્રિમેન્ટ ઓછુ રહેશે.

READ ALSO

Related posts

કાર લેવાનું વિચારી રહ્યા છો તો અહીં વાંચો આ કારોની ખરીદી પર મળી રહ્યુ છે ભારે ડિસ્કાઉન્ટ

Mansi Patel

લોન ધારકો માટે માઠા સમાચારઃ RBIએ મોનિટરી પોલીસી કરી જાહેર, રેપોરેટ દર યથાવત

Mansi Patel

પોરબંદર- દ્રારકા હાઇવે પર ખનીજ માફિયા સક્રિય, લેખિતમાં રજુઆત કરવા છતા તંત્રના આંખ આડા કાન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!