GSTV

બેંકોમાં રજાઓ/ હવે આટલા દિવસ બાદ ખુલશે બેંકો, ATMમાં પણ કૈશને લઈને થઈ શકે મુશ્કેલીઓ

દેશની તમામ ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંક બે દિવસ બાદ જ ખુલશે. ત્યાર હવે ATMમાં કૈશની ખામી સર્જાઈ શકે છે. હકીકતમાં તમામ બૈંકોમાં સોમવારે દુર્ગાપૂજા અને મંગળવારના રોજ દશેરાની રજા રહેશે. જણાવી દઈએ કે, શનિવારે એટલે કે આજે તો બેંક બંધ રહી હતી. જો કે, બેંક તરફથી કહેવાયુ છે કે, તમામ ATMમાં જરૂરી કૈશ ભરી દેવામાં આવ્યા છે. સાથે જ રજાઓમાં ATMમાં જો કૈશ ખતમ થઈ જાય જરૂરી કૈશ નાખવાનું કામ ચાલુ રહેશે.

તમામ બૈંકોની સ્પેશિયલ ટીમ રજાઓમાં કૈશ નાખતી રહેશે

બેંકો તરફથી કહેવાયુ છે કે, ગ્રાહકોને કૈશની સમસ્યા ન થાય તે માટે તમામ ATMમાં કૈશ ખતમ થવા પર ફરીથી કૈશ નાખવા માટે આઉટસોર્સિંગ એજન્સીની મદદ લેવામાં આવશે. તો વળી બેંકોએ પોતાના કર્મચારીઓની એક વિશેષ ટીમ બનાવી છે, જે કૈશ ખતમ થતાં એટીએમ રિફિલ કરવા જશે. આ દરમિયાન ઓનલાઈન પેમેન્ટ ટ્રાન્ઝેક્શન ચાલુ જ રહેશે.

તમામ બેંકોએ પોતાના ગ્રાહકોને દશેરા સુધી યોગ્યમાત્રામાં કૈશ રાખી લેવા જણાવ્યુ છે. દેશની સૌથી મોટી બેંક એસબીઆઈએ જણાવ્યુ છે કે, જો કોઈ એટીએમમાં કૈશ ખતમ થઈ જાય તો કોઈ પણ ગ્રાહક કેબિનમાં આપેલા ટોલ ફ્રી નંબર પર કોલ કરી જાણ કરવા વિનંતી કરી છે. તો વળી બેંક ઓફ ઈન્ડિયા એ પણ કહ્યુ છે કે, એટીએમમાં પૈસા ખતમ થઈ જાય તો ટોલ ફ્રી નંબર પર જાણ કરવા વિનંતી જેથી એટીએમ મશીનમાં કૈશ નાખી શકાય.

READ ALSO

Related posts

આણંદ તાલુકાના આ ગામની શાળાના 6-7 વર્ગને મર્જ કરવાનો નિર્ણય કરવામાં આવતા લોકોએ કરી તાળાબંધી

Nilesh Jethva

હળવદના દેવીપુરમાં કોરોનાના 35 કેસ નોંધાતા તંત્રમાં મચી દોડધામ

Nilesh Jethva

તાલાલા ગીરના આદિવાસી યુવાને અરુણાચલ પ્રદેશની સરહદે શહીદી વહોરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!