GSTV

Bank Holiday: નવેમ્બરમાં 15 દિવસ બંધ રહેવાની છે બેન્કો, આ તારીખોમાં જ પતાલી લો તમારા મહત્વના કામ

બેન્કો

નવેમ્બરમાં ફેસ્ટીવ સીઝન છે જેમાં દિવાળી, કરવા ચોથ અને છઠ જેવા ઘણા મહત્વના પર્વ છે. તહેવારની સીઝન હોવાના કારણે ઓક્ટોબરની જેમ જ નવેમ્બર મહિનામાં પણ ઘણા દિવસો સુધી બેન્કો બંધ રહેશે. જો નવેમ્બર મહિનામાં તમારે બેન્ક સાથે સંબંધિત કોઇ કામ પતાવવાના હોય તો આ ખબર તમારા માટે મહત્વની છે. ફેસ્ટિવ સીઝનમાં બેન્કો બંધ રહેશે તેથી ગ્રાહકોને મુશ્કેલીથી બચાવવા માટે ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ નવેમ્બર મહિનામાં બેન્કની રજાઓની યાદી બહાર પાડી છે. આ લિસ્ટ અનુસાર નવેમ્બર મહિનામાં કુલ 15 દિવસ બેન્કો બંધ રહેશે. તેમાં નવેમ્બરમાં પાંચ રવિવાર અને બે શનિવાર પણ સામેલ છે. ચાલો તમને જણાવીએ કે નવેમ્બરમાં ક્યારે અને ક્યાં બેન્કો બંધ રહેશે.

આરબીઆઇની વેબસાઇટ પર હોલીડે લિસ્ટ અનુસાર, નવેમ્બર મહિનામાં દેશના અલગ-અલગ રાજ્યોમાં બેન્કો માટે 9 રજાઓ નિર્ધારિત કરવામાં આવી છે. આ તમામ રજાઓ 6,14,16,17,18,20,21,23 અને 30 તારીખે છે. બેન્કની રજાઓ અનુસાર પોતાની બેન્ક સાથે સંબંધિત કામની યોજના બનાવશો તો ફાયદામાં રહેશો.

નવેમ્બરમાં આ દિવસે બેન્કો રહેશે બંધ

1 નવેમ્બર- રવિવાર હોવાના કારણે બેન્કોમાં કામકાજ નહી થાય.

6 નવેમ્બર- વાંગલા મહોત્સવના પગલે શિલોન્ગમાં બેન્કો બંધ રહેશે.

8 નવેમ્બર- મહિનાનો બીજો રવિવાર હોવાના કારણે બેન્કો બંધ રહેશે.

14 નવેમ્બર- દિવાળી અને મહિનાનો બીજો શનિવાર છે. આ દિવસે બેન્કો બંધ રહેશે.

15 નવેમ્બર- મહિનાનો ત્રીજો રવિવાર છે. તેથી આ દિવસે બેન્કમાં કામ નહી થાય.

16 નવેમ્બર- દિવાળી/ લક્ષ્મી પૂજા/ ભાઇબીજ/ ચિત્રગુપ્ત જયંતી/ વિક્રમ સંવત નવ વર્ષ દિવસના અવસરે બેન્ક બંધ રહેશે. અમદાવાદ, બેલાપુર, બેંગલોર, ભોપાલ, ગંગટોક, કાનપુર, લખનઉ, મુંબઇ, નાગપુરમાં બેન્કો બંધ રહેશે.

17 નવેમ્બર- લક્ષ્મી પૂજા/ દિવાળી/નિંગોલ ચક્કોબાના અવસરે ગંગટોક, ઇમ્ફાલમાં બેન્કોમાં કામકાજ નહી થાય.

18 નવેમ્બર- લક્ષ્મી પૂજા/ દીવાળીના અવસરે ગંગટોકમાં બેન્કો બંધ રહેશે.

20 નવેમ્બર- છઠ પૂજાના અવસરે પટના અને રાંચીમાં બેન્કોમાં કામ નહી થાય.

બેન્કો

21 નવેમ્બર- છઠ પૂજાના અવસરે પટનામાં બેન્કો બંધ રહેશે.

22 નવેમ્બર- મહિનાના ચોથા રવિવારના પગલે બેન્કો બંધ રહેશે.

23 નવેમ્બર- સેંગ કુત્સનમના અવસરે શિલોન્ગમાં બેન્કો બંધ રહેશે.

28 નવેમ્બર- મહિનાનો ચોથો શનિવાર છે અને દેશભરમાં બેન્કો બંધ રહેશે.

29 નવેમ્બર- મહિનાનો પાંચમો રવિવાર છે અને રવિવારે બેન્કો બંધ રહે છે.

30 નવેમ્બર- ગુરુ નાનક જયંતી/ કાર્તિક પૂર્ણિમા/ રહાસા પૂર્ણિમાના અવસરે આઇઝોલ, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, દહેરાદૂન, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કલકત્તા, લખનઉ, મુંબઇ, નાગપુર, નવી દિલ્હી, પણજી,પટના, રાંચી, શિમલા અને શ્રીનગરમાં બેન્ક બંધ રહેશે.

Read Also

Related posts

કૃષિ કાયદાઓના વિરોધમાં ખેડૂતના આક્રમક વલણથી સરકાર બેકફૂટ પર, એક બાદ એક મંત્રી આપી રહ્યા છે સફાઈ

Nilesh Jethva

ભારત સામેની ટી20 સિરીઝમાં ડેવિડ વોર્નરને બદલે આ ખેલાડીને ટીમમાં સામેલ કરાયો

Karan

ટાઈગરની બહેનના ચહેરાને લઈને ટ્રોલરે કરી આ કોમેન્ટ, ક્રિષ્નાએ વળતો પ્રહાર કરી ચૂપ કરી દીધો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!