Last Updated on February 25, 2021 by Pritesh Mehta
દર મહિનાની જેમ માર્ચ 2021માં પણ બેંકોના કેટલીક રજાઓ રહેશે. માર્ચ મહિનામાં કુલ 5 દિવસ બેંકોનું કામ કાજ બંધ રહેશે એટલે કે વીક ઓફ અને બીજો ચોથા શનિવારને બાદ કરતા આ મહિનામાં 5 દિવસ બેંકોમાં રજા રહેશે.

માર્ચમાં રહેશે બેંકો માટે મીની વેકેશન જેવું
RBI પોતાની રજાઓને ત્રણ બ્રાઈકેટ્સની અંતર્ગત રાખે છે. નિગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ હોલિડે, નિગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ અને રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ હોલિડે હેઠળ રજા અને બેંક ક્લોઝિંગ એકાઉન્ટ્સ હેઠળ રજા હોય છે.
રાજ્ય મુજબ બદલાઈ શકે છે રજા
જોકે બેંક હોલીડે દરેક રાજ્યોમાં અલગ-અલગ હોય છે અને સાથે જ દરેક બેંકિંગ કંપનીઓની પણ રજાઓમાં અંતર હોય છે. બેંક હોલિડે રાજ્યમાં મનાવવામાં આવતા તહેવારો કે તે રાજ્યોમાં વિશિષ્ટ તકોની નોટિફિકેશન પર નિર્ભર કરે છે.

માર્ચ 2021માં બેંક હોલિડેની યાદી
05 માર્ચ | મિઝોરમમાં ચોપર કુટની ઉજવણી |
11 માર્ચ | મહાશિવરાત્રી |
22 માર્ચ | બિહાર દિવસ |
29 માર્ચ | હોળી અને ધુળેટી/યોસંગ રજા |
30 માર્ચ | હોળી |
આ સિવાય 15 અને 16 માર્ચે પણ બેંક બંધ રહી શકે છે કારણ કે બેંકોના ખાનગીકરણ સામે બેંક કર્મચારી યૂનિયનોએ હડતાળનું એલાન કર્યું છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- સ્ટાઇપેન્ડ / રાજ્ય સરકાર દ્વારા કોરોના વોરિયર્સને કોવિડ પ્રોત્સાહન આપવા મામલે GIDAની સ્પષ્ટતા
- દેશમાં કોરોનાનો હાહાકાર / જાણો કયા રાજ્યમાં લાગ્યું વીકેન્ડ લોકડાઉન તો ક્યાં લાગ્યો નાઇટ કરફ્યુ
- દેશમાં 8 નવી બેંકો ખોલવામાં આવશે, આરબીઆઈએ યુનિવર્સલ અને સ્મોલ ફાઇનાન્સ બેંકોનાં નામ પાડ્યાં બહાર
- કોરોનાનો કહેર / ગુજરાત હાઇકોર્ટે તમામ નીચલી કોર્ટો અને જ્યુડિશીયલ ઓફિસર્સને કર્યો આ આદેશ
- ડાન્સિંગ ક્વીન નોરા ફતેહીનો ક્રશ કોણ છે? અભિનેત્રીએ વીડિયો શેર કરીને કર્યો ખુલાસો
