GSTV
World

Cases
6827968
Active
11545419
Recoverd
714731
Death
INDIA

Cases
607384
Active
1378105
Recoverd
41585
Death

નોંધી લો તારીખ : ઓગસ્ટમાં 13 દિવસ બેન્કો રહેશે બંધ, આ દિવસે પતાવી લો જરૂરી કામ

ઓગસ્ટ મહિનામાં બેન્ક 13 દિવસ સુધી બંધ રહેશે. તેવામાં તમારા માટે તે જાણવુ જરૂરી છે કે કયા દિવસે બેન્ક ખુલ્લી રહેશે અને કયા દિવસે બંધ. આગામી મહિને બકરી ઇદ, રક્ષા બંધન, સ્વતંત્રતા દિવસ અને વીકેન્ડના કારણે મહિનામાં અનેક રજાઓ રહેશે. બેન્કોમાં રજાની શરૂઆત બકરી ઇદની રજા સાથે થશે અને 31 ઓગસ્ટના દિવસે ઓણમના તહેવાસ પર પૂરી થશે.

આટલા દિવસ બેન્કો રહેશે બંધ

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ રજાની એક સૂચી જાહેર કરી છે. આ લિસ્ટ દ્વારા તમે સરળતાથી જાણી શકો છો કે કયા દિવસે બેન્કો બંધ રહેશે અને કયા દિવસે ખુલ્લી. જો કે રાજ્યોમાં અલગ-અલગ રજાઓ રહેશે. 13માંથી 6 રજાઓ તો ફક્ત તહેવારોના કારણે છે. 1 ઓગસ્ટે બકરી ઇદની રજા છે અને તેના બીજા દિવસે રવિવાર છે. તે બાદ 3 ઓગસ્ટે રક્ષાબંધનની રજા છે. 8 ઓગસ્ટે બીજો શનિવાર અને 9 ઓગસ્ટે રવિવાર છે.

તે બાદ 11 ઓગસ્ટે જન્માષ્ટમી અને 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ છે. 16 ઓગસ્ટે રવિવાર અને 21 ઓગસ્ટે ત્રીજ તથા 22 ઓગસ્ટે ગણેશ ચતુર્થી, ચોથો શનિવાર છે. તે બાદ 23 ઓગસ્ટે રવિવાર છે તો 30 ઓગસ્ટે રવિવાર, મોહર્રમ અને 31એ ઓણમ છે.

જો તમે રિઝર્વ બેન્કની ઓફિશિયલ વેબસાઇટ પરથી બેન્ક હોલીડે વિશે વિગતે જાણવા માગતા હોવ તો આ લિંક https://www.rbi.org.in/પર વિઝિટ કરી શકો છો. અહીં તમને ઓગસ્ટ મહિનાની સાથે સાથે આગામી મહિનાઓમાં કયા દિવસે બેન્કમાં રજા હશે તેની જાણકારી મળી જશે.

Read Also

Related posts

જલદી કરો : સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવાનો છેલ્લો દિવસ, 57 હજાર રૂપિયાએ પહોંચ્યો છે સોનાનો ભાવ

Mansi Patel

CBSE કંપાર્ટમેન્ટ પરીક્ષા આયોજિત થશે કે નહી ? જાણો શું કહ્યુ બોર્ડે !

Ankita Trada

બ્રાહ્મણ કાર્ડ: યુપીમાં બ્રાહ્મણોને ખુશ કરવા માટે અખિલેશનું એલાન, દરેક જિલ્લામાં લાગશે પરશુરામની પ્રતિમા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!