GSTV
Gujarat Government Advertisement

તમારા જરૂરી કામ પતાવી લેજો, એપ્રિલના આ 14 દિવસોમાં બેન્ક રહેશે બંધ

corona

Last Updated on April 4, 2020 by Mansi Patel

બેન્ક માટે એપ્રિલ મહિનાને રજાઓને મહિનો કહેવામાં આવે તો કાઈ ખોટુ નથી. આ મહિનમાં બેન્ક ફક્ત 16 દિવસ જ ખુલી રહેશે જ્યારે 14 દિવસ રજાઓ રહેશે. હકિકતમાં 9 રજાઓ તહેવારની અને અન્યની છે. આ ઉપરાંત હંમેશાની જેમ બીજા અને ચોથા શનિવારે રજા રહેશે. આ રીતે કુલ 14 દિવસ બેન્ક બંધ રહેશે. જણાવી દઈએ કે અત્યારે બેન્કના કામકાજનો સમય સવારે 10 થી બપોરે બે વાગ્યા સુધી નો જ છે. વાસ્તવમાં આ સમય શનિવારના રોજ હોય છે. પરંતુ કોરોનાના સંકટને જોતા સરકારે 4 કલાક જ બેન્ક ખુલી રાખવાનો નિર્ણય લીધો છે. અત્યારે લોકડાઉનના કારણે બેન્કમાં પચાસ ટકા જ સ્ટાફ કામ કરી રહ્યો છે.ૉ

ક્યાં ક્યાં દિવસે રહેશે રજા

  • 1 એપ્રિલની રજા જતી રહી છે. આ દિવસે બેન્કોની વાર્ષિક ક્લોજિંગ હોય છે. જેના કારણે રજા હોય છે.
  • આ ઉપરાંત બીજી એપ્રિલના રોજ રામનવમીની રજા હતી જે પણ જતી રહી છે.
  • 6 અપ્રિલે મહાવિર જયંતિના કારણે બંધ રહેશે.
  • 10 એપ્રિલ એટલે કે શુક્રવારના રોજ ગૂડ ફ્રાઈડેના કારણે બેન્ક બંધ રહેશે. ત્યાર બાદ શનિવાર અને રવિવારના રોજ રજા રહેશે. એટલે કે બીજા અઠવાડિયામાં માત્ર 4 દિવસ બેન્ક બંધ રહેશે. 6 તારીખે મહાવિર જયંતિ છે.
  • 13 એપ્રિલ એટલે કે સોમવારે બિહુ/ બૈસાખી પર્વ હોવાના કારણે બેન્ક બંધ રહેશે. આ રીતે 10 તારીખથી લઈ 13 તારીખ સુધી સતત 4 દિવસ બેન્ક બંધ રહેશે.
  • 14 એપ્રિલે આંબેડકર જયંતિ હોવાના કારણે બેન્ક બંધ રહેશે. આ ઉપરાંત તમિલ અને બંગાળી નવવર્ષ પણ આ જ દિવસે મનાવવામાં આવશે.
  • 15 એપ્રિલે બોહાગ બિહુ/ હિમાચલ દિવસની રજા રહેશે.
  • 20 એપ્રિલે ગરિયા પૂજાના કારણે રજા રહેશે.
  • 25 એપ્રિલે પરશુરામ જયંતિની રજા રહેશે. જો કે તે દિવસે ચોથો શનિવાર પણ છે. જેના કારણે સમગ્ર દેશમાં રજા રહેશે.

જરૂરી કામ માટે રોકડની વ્યવસ્થા કરી લો

આ ઉપરાંત 5 એપ્રિલે રવિવાર, 11 એપ્રિલે મહિનાનો બીજો શનિવાર અને 12 તારીખે રવિવારની રજા રહેશે. ત્યાર બાદ 19 તારીખે રવિવાર અને ફરી 26 તારીખે રવિવારની રજા રહેશે. બેન્કો અડધા મહિનાની આસપાસ બંધ રહેશે એવી સ્થિતિમાં ગ્રાહકો માટે એ જરૂરી છે કે રજાઓને ધ્યાનમાં રાખીને પોતાના કામ નિપટાવી લે અને જરૂરી કામ માટે રોકડની વ્યવસ્થા કરી લે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સ્પેશિયલ ઑફર/ ફક્ત 1,099 રૂપિયામાં કરી શકશો ફ્લાઇટમાં મુસાફરી, ફટાફટ જાણો કેવી રીતે મળશે લાભ

Bansari

ટેકનોલોજી: માઈક્રોસોફ્ટે Windows 11 કર્યું લોન્ચ, સ્ટાર્ટ મેન્યુ સહિત આટલા કર્યા છે ફેરફાર

Pravin Makwana

સર્વપક્ષીય બેઠક/ PM મોદીએ કાશ્મીરી નેતાઓને કહ્યું – હું દિલ્હી અને દિલ વચ્ચેનું અંતર ખતમ કરવા માંગુ છું

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!