Bank Holidays in April 2022 : બેંકિંગ સર્વિસ સંબંધિત તમારા કામમાં આ સપ્તાહ વિલંબ થઈ શકે છે. કારણ કે આજે એટલે કે ગુરુવારથી બેંકોમાં ચાર દિવસની રજા છે. કેટલાક શહેરોમાં અલગ-અલગ રજાઓના કારણે ચાર દિવસ બેંકો બંધ રહેશે. તમને જણાવી દઈએ કે આ અઠવાડિયે 14, 15, 16 અને 17 એપ્રિલે બેંકો બંધ રહેશે. આ રજાઓમાં રવિવારની રજા પણ છે.
રાજ્યવાર રજાઓ
વાસ્તવમાં, દરેક રાજ્ય પ્રમાણે બેંક રજાઓ અલગ-અલગ હોય છે. જો કે, કેટલીક રજાઓ એવી પણ હોય છે જ્યારે દેશભરમાં બેંકો બંધ હોય છે. ત્યારે આવો જાણીએ આજથી બેંકોની ચાર રજાઓ વિશે.

બેંકો ક્યારે બંધ રહેશે (Bank Holidays List April 2022)
- 14 એપ્રિલ : ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતિ / મહાવીર જયંતિ / બૈસાખી / ચૈરોબા, બીજુ ઉત્સવ / બોહર બિહુ (શિલોંગ અને શિમલા સિવાયના સ્થળોએ બેંકો બંધ)
- 15 એપ્રિલ: ગુડ ફ્રાઈડે / બંગાળી નવું વર્ષ / હિમાચલ દિવસ / બોહાગ બિહુ (જયપુર, જમ્મુ અને શ્રીનગર સિવાય આ દિવસે બેંકો બંધ રહેશે)
- 16 એપ્રિલ: બોહાગ બિહુ (ગુવાહાટીમાં બેંકોની રજા)
- 17 એપ્રિલ: રવિવારે સાપ્તાહિક રજા

આ અઠવાડિયા પછી એપ્રિલમાં બેંકોમાં રજા
- 21 એપ્રિલ, 2022: ત્રિપુરામાં ગરિયા પૂજાને કારણે બેંકો બંધ રહેશે.
- 23 એપ્રિલ 2022: ચોથો શનિવાર.
- 24 એપ્રિલ 2022 : રવિવાર.
- 29 એપ્રિલ, 2022: જમ્મુ અને કાશ્મીરમાં બેંકો બંધ રહેશે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ની ઓફિશિયલ વેબસાઈટ પર આપવામાં આવેલી રજાઓની યાદી અનુસાર, બેંકની રજાઓ વિવિધ રાજ્યોમાં ઉજવાતા તહેવારો અથવા વિશેષ અવસરોની સૂચના પર પણ આધાર રાખે છે. રજા દરમિયાન જો તમારી પાસે બેંક સંબંધિત કોઈ કામ હોય, તો તમે નેટ બેંકિંગ અને મોબાઈલ બેંકિંગ દ્વારા તમારું કામ પતાવી શકો છો.
Read Also
- મોટા સમાચાર / કચ્છની પલારા જેલમાં સર્ચ ઓપરેશન દરમિયાન 6 મોબાઈલ ફોન મળી આવ્યાં, રાજ્યભરની જેલોમાં તપાસ ચાલુ
- આ વિશિષ્ટ ગિટારને તૈયાર કરવામાં થયા છે 700 દિવસ, ગિટારમાં જડવામાં આવ્યા છે ૧૧૪૪૧ જેટલા હિરા
- ગુજરાતની જેલોમાં દરોડા / પોલીસ નિયમાવલીમાં નિયમિત વિઝીટ અને ચેકીંગના આદેશ, તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શા માટે આપવા પડ્યાં આદેશ?
- ચૈત્ર નવરાત્રિના ઉપવાસમાં દિવસ દરમિયાન એનર્જી રહેશેઃ આ ટિપ્સ કરો ફોલો
- WPL 2023 / યુપી વોરિયર્સને હરાવીને મુંબઈ ઈન્ડિયન્સની ફાઈનલમાં એન્ટ્રી, દિલ્હી- મુંબઈ વચ્ચે ખેલાશે ફાઈનલ મુકાબલો