GSTV

રોકડની વ્યવસ્થા કરી રાખજો, સતત 3 દિવસ સુધી બેન્કો રહેશે બંધ

જો તમારે બેન્કનું કોઇ મહત્વનું કામ કરવાનું બાકી રહી ગયું હોય તો હવે તમારે સોમવાર સુધી રાહ જોવી પડશે. આ ઉપરાંત શેર માર્કેટ પણ હવે સોમવારે જ ખુલશે. હકીકતમાં આગામી ત્રણ દિવસ સુધી દેશના મોટાભાગની બેન્કોમાં કામકાજ બંધ રહેશે. તેથી તમારે હવે બેન્કના કામ પતાવવા માટે સોમવાર સુધી રાહ જોવી પડશે. ચાલો તમને જણાવીએ કે શા કારણે આગામી સતત ત્રણ દિવસ સુધી માર્કેટ અને બેન્કો બંધ રહેશે.

આ કારણે બેન્કો રહેશે બંધ

21 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રી હોવાથી બેન્કોમાં રજા રહેશે. સાથે જ 22 ફેબ્રુઆરીએ મહિનાનો ચોથો શનિવાર છે અને 23 ફેબ્રુઆરીએ રવિવાર છે, તેથી આ બે દિવસો દરમિયાન પણ બેન્કો બંધ રહેશે. મીડિયા રિપોર્ટસ અનુસાર આ ત્રણ દિવસોમાં દેશના અનેક હિસ્સામાં એટીએમમાં પણ પરેશાની થઇ શકે છે. તેથી રોકડની પરેશાની ન થાય તે માટે પહેલાંથી જ રોકડની વ્યવસ્થા કરી લો.

જો કે આ દરમિયાન ઑનલાઇન બેન્કિંગ પર કોઇ અસર નહી થાય. તમે ઑનલાઇન બેન્કિંગનો ઉપયોગ પહેલાની જેમ જ કરી શકશો. સાથે જ બેન્કમાં કામકાજ કરાવવા માટે તમારે ત્રણ દિવસ સુધી રાહ જોવી પડશે.

આ દિવસોએ પણ બેન્કોમાં નહી થાય કામકાજ

  • 21 ફેબ્રુઆરી- મહાશિવરાત્રીના અવસરે દેશભરમાં મોટાભાગની બેન્કો બંધ રહેશે.
  • 22 ફેબ્રુઆરી- મહિનાનો ચોથો શનિવાર હોવાથી દેશભરની બેન્કોમાં કામકાજ નહી થાય.
  • 23 ફેબ્રુઆરી- રવિવારની રજા હોવાથી બેન્કોમાં રજા રહેશે.
  • 24 ફેબ્રુઆરી-ગંગટોકમાં લોસરના અવસરે બેન્કો બંધ રહેશે.

શેર બજાર શા કારણે બંધ રહેશે?

આ જ રીતે મહાશિવરાત્રીના કારણે શુક્રવારે શેર માર્કેટ બંધ છે. સાથે જ શનિવાર અને રવિવારે શેર બજારમાં રજા હોય છે. એટલે કે સતત ત્રણ દિવસ સુધી શેર બજારમાં પણ કારોબાર નહી થાય.

માર્ચમાં પણ આટલા દિવસો બેન્કો બંધ રહેશે

બેન્ક કર્મચારી ફેડરેશન ઓફ ઈન્ડિયા (BEFI) અને ઓલ ઈન્ડિયા બેન્ક એમ્પલોયઝ એસોસિએશન (AIBEA)ના જણાવ્યા અનુસાર, ભારતીય બેન્ક સંઘ (IBA) સાથે વેતન સુધારણા વાર્તા નિષ્ફળ રહ્યા બાદ અખિલ ભારતીય બેન્કો 11થી 13 માર્ચ સુધી હડતાળ કરશે. મહિનાના બીજા શનિવારે હડતાળ સમાપ્ત થશે, જ્યારે બેન્કોમાં રજા આવે છે. જેથી રવિવાર સહિત પાંચ દિવસ રજા આવતા બેન્કના કામો પર અસર થશે.

ICICI અને HDFC બેન્ક જેવી ખાનગી બેન્કોના કામકાજ પર હડતાળથી કોઈ અસર નહિં થાય. આ વર્ષે આ અત્યાર સુધીની આ ત્રીજી બેંક હડતાલ હશે કારણ કે 8મી જાન્યુઆરીએ નરેન્દ્ર મોદી સરકારની નીતિઓના વિરોધમાં યુનિયનોએ વિરોધ કરેલો ત્યારે ભારત બંધ દરમિયાન બેંકિંગ સેવાઓને પણ અસર થઈ હતી. આ વર્ષની પહેલી એપ્રિલથી યુનિયન દ્વારા તેમની માંગણીઓ પૂર્ણ કરવામાં ન આવે તો ફરીથી અચોક્કસ મુદ્દતની અખિલ ભારતીય બેંક હડતાલની હાકલ કરી છે.

Read Also

Related posts

લોકડાઉનમાં પોલીસ સાથે રમત રમવી યુવકને પડી ભારે, પોલીસના લોગો વાળું ટી શર્ટ પણ આવ્યું કામ

Nilesh Jethva

ભરૂચ નગરપાલિકાના કર્મચારીઓએ લોકડાઉનના ઉડાડ્યા લીરેલીરા, પોલીસે કરી કાર્યવાહી

Nilesh Jethva

Lockdown તોડીને બહાર નિકળ્યા તો કોઈ નાની મોટી સજા નહીં થશે આટલા વર્ષોની જેલ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!