GSTV

જુલાઈમાં બેંકનું કામકાજ હોય તો જલદી કરી લેજોઃ આટલા દિવસ બેંક રહેશે બંધ, RBI દ્વારા અપાયેલ ઓફિશિયલ રજાઓનું આ છે લીસ્ટ

બેંકો

Last Updated on June 23, 2021 by Harshad Patel

કોરોના મહામારીની બીજી લહેર હવે ધીમે ધીમે કમજોર થઈ રહી છે. આ સાથે જ દૈનિક ગતિવિધિઓ વધતાં વ્યવહારીક કારોબારમાં પણ વધારો થયો છે. રાજ્યમાં અનલોક થતાં બિઝનેસ સહિતની ઓફિસો તેમજ બેંકોમાં હવે ફૂલટાઈમનું કામકાજ ચાલુ થઈ ગયું છે. ધીમે ધીમે સ્થિતિ સામાન્ય બની રહી છે. એવામાં બેંકના વર્કિંગ દિવસોની પણ વાત કરવી જોઈએ.

sbi

બેંક સાથે જોડાયેલું કામ કરવાનું હોય તો પહેલેથી પ્લાનિંગ કરી રાખજો

હાલ જૂન મહિનાનો આખર ચાલી રહ્યો છે. પરંતુ જુલાઈ મહિનામાં જો બેંક સાથે જોડાયેલું કામ કરવાનું હોય તો પહેલેથી પ્લાનિંગ કરી રાખજો. જુલાઈમાં બેંકોમાં આટલા દિવસ જાહેર રજા હોઈ તે દિવસોને ધ્યાને રાખીને તમારા બેંકિંગ કામનું આયોજન કરજો.

ક્યાંક કોમન તો ક્યાંક રાજ્યોના હિસાબે છે રજાઓ

જુલાઈ મહિનામાં આ વર્ષે બેંકોમાં કુલ મળીને 9 જેટલી રજાઓ છે. જેમાં કેટલીક કોમન રજાઓ છે જેમાં સમગ્ર દેશમાં બેંકો એક સાથે બંધ રહેશે. તો ક્યાં રાજ્યોના હિસાબે રજાઓ છે. આ સિવાય 6 દિવસ શનિવાર રવિવારના બંધ રહેશે. જેને પગલે જૂલાઈ મહિનામાં લગભગ 15 દિવસ રજાઓ પડશે.

જૂનમાં પણ બે દિવસ રજાઓ બાકી

બેંક રજા કેલેન્ડર મુજબ જૂનમાં જે દિવસ બચ્યા છે તેમાં 25 અને 30 જૂનના કેટલાક શહેરોમાં બેંક બંધ રહેશે. 25 જૂને જમ્મુ કાશ્મીર અને શ્રીનગરમાં બેંક બંધ રહેશે. 30 જૂને પણ ઐઝવાલમાં રજા હશે. આ સિવાય શનિવાર અને રવિવાર પણ આવી રહ્યા છે.

આ તારીખે આવે છે ઓફિસિયલ રજાઓ

  • 12 જુલાઈ સોમવાર રથયાત્રા (ઓડિસા)
  • 13 જુલાઈ મંગળવાર શહિદ દિવસ – ભાનુ જયંતિ( જમ્મુકાશ્મીર, ભાનુજયંતિ -સિક્કિમ)
  • 14 જુલાઈ બુધવાર દ્રુકપા ટીસેચી ( ગંગટોક)
  • 16 જુલાઈ શુક્રવાર, હરેલા (દહેરાદૂન)
  • 17 જુલાઈ શનિવાર – ખર્ચી પૂજા (મેઘાલય)
  • 19 જુલાઈ સોમવાર Guru Rimpoche’s Thungkar Tshechu ગંગટોક
  • 20 જુલાઈ મંગળવાર, બકરી ઈદ ( જમ્મુ – કોચી)
  • 21 જુલાઈ બુધવાર, બકરીઈદ ( દેશભરમાં)
  • 31 જુલાઈ શનિવાર, કેર પૂજા ( અગરતલા)
  • 25 જૂન ગુરુ ગોવિંદસિંહજી જયંતી ( જમ્મુ અને શ્રી નગરની બેંકો બંધ)
  • 26 જૂન બીજો શનિવાર ( વિકલી હોલી ડે)
  • 27 જૂન રવિવાર ( વિકલી હોલી ડે)
  • 30 જૂન રેમનાની (એજવલ માં રજા)

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

ખેડૂત આંદોલનમાં હવે મહિલાઓ પણ જોડાઈ, 200 મહિલા ખેડૂતોએ જંતર-મંતર પર કિસાન સંસદનું આયોજન કર્યું

pratik shah

શું છે Deepfake ? કેમ આ ફેક ન્યુઝ કરતા પણ છે 100 ગણી ખતરનાક? લોકશાહી માટે બની શકે છે મોટો ખતરો

Pritesh Mehta

વાયરલ વિડીયો / વ્યક્તિની પાછળ પડયું શાહમૃગ, જનતાએ કહ્યું – જો આનાથી બચવું હોય તો ભાગો…

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!