વર્ષ 2021નો છેલ્લો મહિનો ચાલી રહ્યો છે, હવે નવા વર્ષની શરૂઆત થવાની છે. નવા વર્ષને લઈ વિશ્વભરમાં જશ્નનો માહોલ જોવા મળે છે. બધા એકબીજાને મળી શુભેચ્છા પાઠવે છે. નવા વર્ષનો પહેલો મહિનો જાન્યુઆરી ખૂબ જ ખાસ માનવામાં આવે છે.

તેથી જો આગામી મહિના જાન્યુઆરીમાં તમને બેંક સંબંધિત કોઈ કામ હોય તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ખાસ છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) બેંકોની રજાની યાદી જાહેર કરે છે. જો તમારે બેંક સંબંધિત કોઈ કામ છે, તો આ યાદી જરૂર વાંચી લો, જેથી તમને બેંકનો ધક્કો ના ખાવો પડે.
આ સમાચારમાં અમે 2022ના જાન્યુઆરીમાં જારી થતી રજાઓ અંગે જણાવીશું. મહિનાના બીજા શનિવારે રજા હોય છે, તે સિવાય ક્યા દિવસે ક્યા રાજ્યમાં રજા હશે, તેની જાણકારી તમને આ અહેવાલમાં મળશે.
મહિનાના બીજા અને ચોથા શનિવારે ભારતની બેંક બંધ રહે છે. ઉપરાંત રાષ્ટ્રીય રજા, જાહેર રજા અને ક્ષેત્રીય રજા (જે એક રાજ્યથી બીજા રાજ્યથી અલગ હોય છે) પર પણ બેંક બંધ રહે છે.

જાન્યુઆરીમાં રજાની લિસ્ટ
તારીખ | દિવસ | બેંક રજા |
1 જાન્યુઆરી | શનિવાર | દેશભરમાં નવા વર્ષનો દિવસ |
2 જાન્યુઆરી | રવિવાર | દેશભરમાં અઠવાડિયાની રજા |
9 જાન્યુઆરી | રવિવાર | ગુરુ ગોવિંદસિંહ જયંતી આખા દેશમાં |
11 જાન્યુઆરી | મંગળવાર | મિશનરી દિવસ મિઝોરમ |
14 જાન્યુઆરી | શુક્રવાર | મકર સંક્રાંતિ ઘણા રાજ્યોમાં |
15 જાન્યુઆરી | શનિવાર | પોંગલ આંધ્ર પ્રદેશ, પુડુચેરી, તમિલનાડુ |
16 જાન્યુઆરી | રવિવાર | દેશભરમાં અઠવાડિયાની રજા |
23 જાન્યુઆરી | રવિવાર | દેશભરમાં અઠવાડિયાની રજા |
25 જાન્યુઆરી | મંગળવાર | રાજ્ય સ્થાપના દિવસ હિમાચલ પ્રદેશ |
26 જાન્યુઆરી | બુધવાર | પ્રજાસત્તાક દિવસ આખા દેશમાં |
30 જાન્યુઆરી | રવિવાર | દેશભરમાં અઠવાડિયાની રજા |
31 જાન્યુઆરી | સોમવાર | મેં-ડૈમ-મી-ફી આસામ |