GSTV

Bank Holiday: ઓગસ્ટ મહિનામાં 15 દિવસ બેંકો રહેશે બંધ, સાતમ-આઠમ પર પાંચ દિવસનું લોંગ વિકેન્ડ આવશે

બેંકો

Last Updated on July 24, 2021 by Pravin Makwana

જો આપ પણ એવુ વિચારીને બેંકના કામ ટાળી રહ્યો છો કે, બાદમાં કરી લઈશું તો બની શકે છે કે આપને લાંબી રાહ જોવી પડે. બેંક સાથે જોડાયેલા કામ છે, તો તેને આગામી મહિને કરવાના બદલે હમણા જ પતાવી દેજો. કારણ કે આગામી મહિને ઓગસ્ટમાં બેંકોમાં ઉપરાઉપરી કેટલીય રજાઓ આવી રહી છે. આવા સમયે આપનું કામ રજાઓના કારણે અટકી ન જાય. બની શકે છે કે, જે રાજ્યમાં આપ રહો છો, તે દિવસે ત્યાં જાહેર રજા હોય અને આપનું બેંકનું કામ અટકી જાય. ત્યારે આવા સમયે આપના માટે આ રજાઓનું લિસ્ટ જાણવુ ખૂબ જરૂરી છે.

RBIએ નક્કી કરી છે રજાઓ

આપને જણાવી દઈએ કે, આરબીઆઈ બેંક અલગ અલગ રાજ્યોના હિસાબે રજાઓને નક્કી કરે છે. ઓગસ્ટ 2021માં કુલ 15 દિવસ બેંક બંધ રહેવાની છે. આપને જણાવી દઈએ કે, બેંક દર રવિવાર અને દર મહિનાના બીજા અને ચોથા શનિવારે બેંક બંધ રહે છે. આ ઉપરાંત દરેક રાજ્યમાં અલગ અલગ તહેવાર, મેળાઓ અને કોઈ ખાસ સમારંભના કારણે રાજ્યમાં બેંકોની રજાઓ રહેતી હોય છે.

ઓગસ્ટ મહિનામાં બેંક રજાઓ

  • 1 ઓગસ્ટ- રવિવાર
  • 8 ઓગસ્ટ- રવિવાર
  • 13 ઓગસ્ટ- Patriots Day (ઈમ્ફાલ ઝોનમાં બેંક બંધ)
  • 14 ઓગસ્ટ- બીજો શનિવાર
  • 15 ઓગસ્ટ- રવિવાર અને સ્વતંત્રતા દિવસ
  • 16 ઓગસ્ટ- આ દિવસે પારસી નવા વર્ષને કારણે, મહારાષ્ટ્રના બેલાપુર, મુંબઇ અને નાગપુર ઝોનમાં બેંકો બંધ રહેશે.
  • 19 ઓગસ્ટ- મુહરમના કારણે બેંકો અગરતલા, અમદાવાદ, બેલાપુર, ભોપાલ, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનઉ, મુંબઇ, નાગપુર, નવી દિલ્હી, પટણા, રાયપુર, રાંચી અને શ્રીનગર જેવા ઝોનમાં બંધ રહેશે.
  • 20 ઓગસ્ટ- મુહરમ અને પ્રથમ ઓનમના કારણે બેંગ્લોર, ચેન્નઈ, કોચી અને કેરળ ઝોનમાં રજા રહેશે.
  • 21 ઓગસ્ટ- તિરુવનમના કારણે કોચિ અને કેરળ ઝોનમાં રજા રહેશે.
  • 22 ઓગસ્ટ- રક્ષાબંધન અને રવિવારના કારણે આ દિવસે બેંકની રજા રહેશે.
  • 23 ઓગસ્ટ- શ્રી નારાયણ ગુરુ જયંતીને કારણે આ દિવસે કોચિ અને કેરળ ઝોનમાં બેંકો બંધ રહેશે.
  • 28 ઓગસ્ટ- બેંકો ચોથા શનિવારના કારણે બંધ રહેશે.
  • 29 ઓગસ્ટ- બેંકો રવિવારના કારણે બંધ રહેશે.
  • 30 ઓગસ્ટ- જન્માષ્ટમીના કારણે બેંકો આ દિવસે રહેશે.
  • 31 ઓગસ્ટ- શ્રી કૃષ્ણ અષ્ટમીના કારણે આ દિવસે હૈદરાબાદમાં બેંકો બંધ રહેશે.

પાંચ દિવસનું મળશે લોંગ વિકેન્ડ

કુલ મળીને ઓગસ્ટ મહિનામાં પાંચ દિવસનું લોંગ વિકેન્ડ પડી રહ્યુ છે. જે 19થી 23 ઓગસ્ટની વચ્ચે છે. આવા સમયે જે ઝોનમાં લાંબી રજાઓ આવી રહી છે, ત્યાંના લોકો ફરવા માટેનો પ્લાન બનાવી શકે છે.

READ ALSO

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

New Labour Code / ગ્રેચ્યુઈટી માટે હવે નહિ જોવી પડે પાંચ વર્ષ સુધી રાહ, નિયમોમાં થઇ શકે છે મોટા ફેરફાર

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!