GSTV
Home » News » બેંક ફ્રોડ કેસ: 7000 કરોડથી છેતરપિંડીમાં CBIના દેશભરમાં 169 જગ્યાઓ પર દરોડા

બેંક ફ્રોડ કેસ: 7000 કરોડથી છેતરપિંડીમાં CBIના દેશભરમાં 169 જગ્યાઓ પર દરોડા

બેંક ફ્રોડ મામલામાં સીબીઆઈએ 169 જગ્યાઓ ઉપર દરોડા પાડ્યા છે. CBIની ટીમ આંધ્ર પ્રદેશ, ચંદીગઢ, દિલ્હી, ગુજરાત, હરિયાણા, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, તામિળનાડુ, તેલંગાણા, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, દાદરા નગર હવેલીમાં 169 જગ્યાઓ ઉપર દરોડા પાડ્યા છે. આ દરમ્યાન ફ્રોડ કેસ સાથે જોડાયેલાં પુરાવાની શોધ કરવામાં આવી રહી છે.

સીબીઆઈએ 7 હજાર કરોડનાં બેંક ફ્રોડ કેસમાં 35 કેસ દાખલ કર્યા છે. મીડીયા રિપોર્ટસ મુજબ, CBI અધિકારીએ આ મામલામાં સામેલ બેંકો અથવા આરોપીઓના નામનો ખુલાસો કર્યો નથી. આ પહેલીવાર નથી જ્યારે કેન્દ્રીય તપાસ એજન્સી મોટા પાયે શોધ અભિયાન ચાલવી રહી છે. આની પહેલાં પણ થોડા મહિના પહેલાં બેંક ફ્રોડ કેસના મામલાઓમાં ઘણીવાર આ પ્રકારનાં દરોડા પાડ્યા છે.

ઉલ્લેખનીય છેકે, પાછલા મહિને મુંબઈમાં પીએમસી બેંક કૌભાંડને લઈને બબાલ મચેલી છે. RBIએ એક સીમાથી વધારે પૈસા ઉપાડવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ રોક બાદ ખાતાધારક છ મહિનામાં ફક્ત 40 હજાર રૂપિયા જ ઉપાડી શકશે. આ બેંક કૌભાંડથી ખાતાધારકો એટલાં પરેશાન છેકે, અત્યાર સુધીમાં 8 ખાતાધારકોનાં મોત થયા છે. આ કૌભાંડનાં બે આરોપીઓ રાકેશ વધાવન અને સારંગ વધાવન અત્યારે ઈડીની કસ્ટડીમાં છે. ઈડી આ મામલાની મની લોન્ડરિંગ કાયદા હેઠળ તપાસ કરી રહી છે.

READ ALSO

Related posts

જો આ થયું તો વિશ્વમાં મોદીની ખરડાશે આબરૂ, રૂપાણી સરકાર માટે છે મોટી ચેલેન્જ

Mansi Patel

તપસના મોત પર મમતાએ લગાવ્યો મોટો આરોપ, કેન્દ્રની બદલાની રાજનીતિનો શિકાર બન્યા અભિનેતા

Pravin Makwana

વડોદરા ભાજપમાં એક સાંધે ત્યાં તેર તૂટે એવી હાલત, વધુ એક ધારાસભ્યની નારાજગી આવી સામે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!