GSTV
Finance Trending

બેંક FD પર મળશે 8 ટકાના દરે વ્યાજ!, જાણો કેવી રીતે બેંકો થાપણો પર વધુ વળતર આપશે

બેંક

ભારતીય રિઝર્વ બેંકે આજે 3 દિવસની બેઠક બાદ રેપો રેટમાં 0.50%નો વધારો કર્યો છે. આ વધારા સાથે હોમ-કાર લોન સહિત તમામ પ્રકારની લોનના હપ્તા વધશે. તેનાથી મોંઘવારી નિયંત્રિત કરવામાં પણ મદદ મળશે. જો કે, બીજા સારા સમાચાર પણ છે. રેપો રેટ વધાર્યા બાદ બેંકો થાપણો પર વ્યાજના દર વધારશે. આ સાથે તમને સેવિંગ્સ એકાઉન્ટ અને એફડી પર વધુ વ્યાજ મળશે. નિષ્ણાતોનું કહેવું છે કે આગામી દિવસોમાં ફરી એકવાર FD પર 8 ટકાના દરે વ્યાજ મળવાનું શરૂ થશે.

FD

એફડી પર 8% વ્યાજ સારું વળતર માનવામાં આવે છે. તો ડિપોઝિટ રેટ 8% સુધી પહોંચવાની શક્યતા શું છે? નિષ્ણાતો કહે છે કે એફડીના દર 8% સુધી પહોંચવાની શક્યતા આ રેટ વધારવાનું ચક્ર કેટલો સમય ચાલુ રહે છે તેના પર નિર્ભર રહેશે. છેલ્લા 93 દિવસના ટૂંકા ગાળામાં રેપો રેટમાં 1.4%નો વધારો થયો છે અને આરબીઆઈએ નરમ વલણ પાછું ખેંચવાનો સંકેત આપ્યો છે. ઘણા નિષ્ણાતો માને છે કે આગામી 3.4 ક્વાર્ટરમાં 50.100 bpsના વધારા માટે હજુ અવકાશ છે. જો આમ થશે તો એફડી પર વ્યાજ દર 8 ટકાની નજીક પહોંચી જશે. વ્યાજદર વધારવામાં નાની બેંકો આગળ રહેશે. કેટલીક મોટી નાની બેંકોએ સામાન્ય નાગરિકોને 6.5 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 7 ટકા કે તેથી વધુના એફડી દરો ઓફર કરવાનું શરૂ કર્યું છે. ઉદાહરણ તરીકે, આઇડીએફસી ફર્સ્ટ બેંક, ઇન્ડસઇન્ડ બેંક અને યસ બેંક દ્વારા ઓફર કરવામાં આવતા સર્વોચ્ચ દરોમાં સામાન્ય નાગરિકો માટે 6.5% અને વરિષ્ઠ નાગરિકો માટે 7% છે.

આરબીઆઈએ મે 2022થી રેપો રેટમાં ત્રણ વખત વધારો કર્યો છે. રેપો રેટમાં 93 દિવસના સમયગાળામાં 1.4% (40+50+50 = 140bps) વધારો કરવામાં આવ્યો છે. રેપો રેટમાં સતત ત્રણ વધારાથી એફડીના વ્યાજદરમાં વધારાને વેગ મળ્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે આગામી દિવસોમાં બેન્કો એફડી પરના વ્યાજદરમાં ઝડપથી વધારો કરશે. રેપો રેટમાં 0.50% નો વધારો એટલે કે બેંકો FD પર વ્યાજ દર 6.5% થી વધારીને 7% કરશે. એટલે કે 5 વર્ષ માટે દરેક 1 લાખ એફડી પર તમને 3,436 રૂપિયાનું વધારાનું વ્યાજ મળશે.

Read Also

Related posts

મહારાષ્ટ્રના ગોંદિયામાં પેસેન્જર ટ્રેનની માલગાડી સાથે ટક્કર થતાં થયો રેલ અકસ્માત, 50થી વધારે યાત્રી થયાં ઘાયલ

Hemal Vegda

ખાદ્ય ચીજો પર GST જેવી બાબતો પરથી લોકોનું ધ્યાન ભટકાવવા બોયકોટની ગેમ રમવામાં આવી રહી છેઃ અનુરાગ કશ્યપ

Hemal Vegda

બ્રિટનના નવા વડાપ્રધાન ક્યારે ચૂંટાશે? મતદાનના આટલા રાઉન્ડ બાદ નામ ફાઈનલ થાય છે, આ રહી પ્રક્રિયા

Binas Saiyed
GSTV