નાણા મંત્રાલય દ્વારા બેંકોમાં જમા રૂપિયા પર વિમાની રકમ એક લાખથી વધારીને 5 લાખ રૂપિયા કરવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. ઓક્ટોબરથી આજ સુધીની વાતચીતમાં કેંદ્રીય ગૃહ મંત્રી અમિત શાહે એ સંકેત આપ્યા હતા કે, મર્યાદામાં વધારો કરવામાં આવી શકે છે. ઉપરાંત મોટી જમા થયેલી રકમ પર આ મર્યાદા 25 લાખ સુધી કરવાનો વિચાર પણ ચાલી રહ્યો છે.
જો આમ થાય તો, આ રકમમાં 1993 બાદ પહેલીવાર વધારો થશે, ઉલ્લેખનિય છે કે, 1992માં પ્રતિભૂતિ ઘોટાળા બાદ જ્યારે બેન્ક ઓફ કરાડે દેવાળું ફૂંક્યું ત્યારબાદ સરકારે 1 જાન્યુઆરી, 1993થી આ મર્યાદા 30 હજારથી વધારીને 1 લાખ રૂપિયા કરી હતી.

શું હોય છે જમા વિમો
આ વિમનઓ અર્થ એ છે કે, જો બેંક ડૂબી જાય તો, બેંકમાં રૂપિયા જમા કરાવનાર લોકોને એક લાખ રૂપિયા સુધીની રકમ સરકાર આપશે. જોકે આ વિમાનો એક અર્થ એ પણ છે કે, જમા રાશિ ગમે તેટલી હોય, સરકાર ગ્રાહકોને માત્ર એક લાખ રૂપિયા જ આપશે. રિઝર્વ બેન્ક સબ્સિડિયરી ડિપોઝિટ ઈંશ્યોરન્સ એન્ડ ક્રિડિટ ગેરંટી કૉર્પોરેશન (DICGC) ને બર્બાદ થનાર બેંકોના ગ્રાહકોને બચાવવા માટે એક અલગ રિઝર્વ બનાવી રાખ્યું છે.
ઘણા લાંબા સમયથી આ વિમો વધારવાની માંગણી ચાલી રહી હતી, કારણકે અત્યારના સમયમાં એક લાખ રૂપિયા એ વધારે રકમ નથી અને સુરક્ષા માટે મોટાભાગના લોકો પોતાની કમાણી બેંકમાં જ રાખે છે.

PMC ઘોટાળા બાદ ફરી એક વાર આ માંગણી થઈ રહી છે કે, વિમા રાશિમાં વધારો કરવામાં આવે. પીએમસી બેંકમાં ઘણા ગ્રાહકોના તો કરોડો રૂપિયા જમા છે.
આ જોતાં ઓક્ટોબરમાં આજસુધીના સવાલ પર ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું કે, બેંકમાં ડિપોઝિટ એક લાખથી વધારે રકમને ઈંશ્યોરન્સમાં લાવવા અંગે નાણા મંત્રાલય ગંભીરતાથી વિચારી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, ડિપોઝિટર ઈશ્યોરન્સ સ્કીમ એક્ટમાં ડિપોઝિટની સીમા વધવી જોઇએ અને તેના પર કામ ચાલું છે.

અમિત શાહે કહ્યું હતું કે, ડિપોઝિટ ઈશ્યોંરેન્સ સ્કીમ એક્ટમાં બદલાવ કર્યે ઘણો લાંબો સમય થઈ ગયો છે, ગ્રાહકો સતત એક્ટમાં બદલાવ લાવવાની માંગણી કરી રહ્યા છે, જેથી બેન્કમાં જમા એક લાખ કરતાં વધારે રાશિને ઈંશ્યોરેન્સ સ્કીમ અંતર્ગત લાવી શકાય.
મોટી જમા રકમ પર મળી શકે છે 25 લાખ સુધીનો વિમો
એટલું જ નહીં, બિઝનેસ સ્ટાન્ડર્ડ અનુસાર, સરકાર ડિપૉઝિટ વિમાની એક નવી સ્કિમ લાવવાની તૈયારી કરી રહી છે. જેનાથી મોટા જમાકર્તાઓને 25 લાખ રૂપિયા સુધી મળી શકે છે.

એટલું જ નહીં, એક પ્રસ્તાવ એવો પણ છે કે, જો કોઇ વ્યક્તિ આવા વિમા માટે વધારાની રકમ માટે જાતે પ્રીમિયમ ભરવા તૈયાર હોય તો, તેને વધારે રકમ માટે વિમો અપાઇ શકે છે.