પબ્લિક સેક્ટર બેંક એક નવી કંપની બનાવવાની તૈયારી કરી રહી છે. જે તેમના માટે ડિઝીટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને તૈયાર કરે. નવી કંપનીની મદદથી આ સરકારી બેંક ડિઝીટલ બેંકિંગ તરીકે પોતાના ગ્રાહકોને વધુ સારી સુવિધા પ્રદાન કરશે. આ બેંક તેના માટે રિસોર્સ એકઠા કરી રહી છે. જેથી ડિઝીટલ બેંકિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કોર્પોરેશનને તૈયાર કરવામાં આવે. નવી કંપની આ બેંકોનો ફિનટેક કંપનીઓ સાથે ટાઈઅપ અને ડોરસ્ટેપ બેંકિંગ સોફ્ટવેરને તૈયાર કરવાની મદદ કરશે. ગત સપ્તાહમાં નાણાં મંત્રાલયે નાણાંકિય સેવા વિભાગના સચિવ સાથે આ આઈડિયાને લઈને બેઠક પણ થઈ હતી. આ પહેલ પર કામ કરવા માટે ઈન્ડિયન બેંક એસોશિએશન હેઠળ એક આંતરિક કમિટીનું પણ ગઠન કરવામા આવ્યું.

હકીકતમાં કોરોના વાયરસ મહામારીએ લોકોને નવા પ્રકારે બેંકિંગ સેવાઓનો લાભ લેવા પર મજબૂર કર્યા છે. વર્તમાન સમયમાં ડિઝીટલ અને ડોરસ્ટેપ બેંકિંગે બેંકો પ્રત્યે લોકોના વ્યવહારમાં મોટો ફેરફાર કરાયો છે. માનવામાં આવી રહ્યું છે કે, બેંકિંગ સેવાઓને લઈને આ સ્થિતિ આમ જ રહેશે. ખૂબ ઓછા લોકો બેંક બ્રાંચમાં જવું જોઈએ.
ડિઝિટલ બેંકિંગ ક્ષેત્રમાં મોટું રોકાણ કરી રહી છે બેંક
આ રીપોર્ટમાં એક સૂત્રના હવાલાથી કહેવામા આવ્યું છે કે, આજના સમયમાં તમામ બેંકિંગ ડિઝીટલ લેન્ડિંગ પ્લેટફોર્મ્સને અપનાવી રહ્યા છે. દરેક બેંક આ દિશામાં રોકાણ કરી રહી છે. તેમના રોકાણની સાઈઝ ઘણી મોટી છે. જે તમામ બેંકો માટે શક્ય પણ નથી. જો કે, કોઈ મોટી સરકારી બેંકની આગેવાનીમાં PSB અલાયન્સ હેઠળ આ કામ કરવામાં આવી શકે છે. તેના દ્વારા લોન પ્રોડક્ટ્સ ઓફર આપવાથી લઈને IT પહેલ માટે પણ એક યૂનિફોર્મ પ્લેટફોર્મ ઉપલબ્ધ થઈ શકે છે. ડિઝીટલ બેંકિંગ સર્વિસેઝની દિશામાં સર્વિસ પ્રોવાઈડર્સ અને ટેક્નોલોજી પાર્ટનર્સ માટે સરકારી બેંક એક રિક્વેસ્ટ ફોર પ્રોપોઝલ એટલે કે RFP જાહેર કરવાનો વિચાર કરી રહી છે. સંભવ છે કે, સોફ્ટવેર શેર કરવા ઉપરાંત આ સરકારી બેંક તેમના હાર્ડવેરને પણ શેર કરી શકે છે. જે બેંકોના બેક ઓફિસ અને સર્વરમાં ઉપયોગ કરવામાં આવે છે.

જણાવી દઈએ કે, વર્તમાનમા પણ PSB અલાયન્સ હેઠળ ઈન્ફ્રાસ્ટ્રક્ચર શેર કરે છે. તે હેઠળ 12 બેંકોએ એક પહેલ હેઠળ સમજૂતિ કરી છે. જેમાં યૂકો બેંકની ભૂમિકાની આગેવાની વાળી છે. જે બે ટેક્નોલોજી કંપનીઓની મદદ બેંકિંગ સર્વિસની ઓફર આપે છે.
ધ્યાન આપવા યોગ્ય છે કે કોરોના વાયરસ દરમ્યાન બેંકોએ પોતાની સર્વિસીઝ માટે ડિઝિટાઝેશનનો સહારો લીધો છે. ડિઝીટલ અકાઉન્ટ ખોલવું પણ તેમનામાંથી જ એક હતું. આ પહેલ હેઠળ બેંક વીડિયયો KYC દ્વારા અકાઉન્ટ ખોલવાની સુવિધા આપી રહી છે.