GSTV
World

Cases
6580972
Active
10329641
Recoverd
679539
Death
INDIA

Cases
565103
Active
1094374
Recoverd
36511
Death

છેલ્લા 4 દિવસમાં જ સરકારની 3 બેંકોએ કર્યા મોટા ફેરફાર, 40 કરોડ ગ્રાહકોને થશે ફાયદો

છેલ્લા 4 દિવસમાં સાર્વજનિક ક્ષેત્રની 3 મોટી બેંકો- એસબીઆઈ, અલ્હાબાદ બેંક અને બેંક બોફ બરોડાએ મોટો ફેરફાર કર્યો છે. આ બેંકોએ કરેલા ફેરફાર બાદ દેશમાં લગભગ 50 કરોડથી પણ વધારે ગ્રાહકોને મોટી રાહત મળી છે. આ ત્રણેય બેંકોએ પોતાના વ્યાજદરમાં કાપ મુક્યો છે, જેના કારણે હોમ અને ઓટો લોન સસ્તી થશે.

અહીં આપને જણાવી દઈએ કે, એસબીઆઈના 40 કરોડથી પણ વધારે ગ્રાહકો છે અને બેંક ઓફ બરોડા અને અલ્હાબાદ બેંકના ગ્રાહકોની સંખ્યા 10 કરોડ વધારે છે. આવો જાણીએ કઈ બેંકે કેટલી રાહત આપી છે.

અલ્હાબાદ બેંક

બાદ બેંકે અલગ અલગ મેચ્યોરિટીના સમયગાળામાં વ્યાજદર(એમસીએલઆર)માં 0.05 ટકાનો કાપ મુક્યો છે. બેંકે કહ્યું છે કે, એક વર્ષની મેચ્યોરિટીવાળા એમસીએલઆર હવે 8.30 ટકાથી ઓછુ થઈ 5.25 ટકા પર આવી ગયું છે. આવી જ રીતે એક દિવસ, ત્રણ મહિના અને છ મહિનાની એમસીએલઆર ઓછુ થઈને 7.75 ટકાથી ઘટીને 8.10 ટકા પર આવી ગયું છે. એક મહિનાના મેચ્યોરિટી વાળા દેવા પર સ્થિર રહેશે. બેંકનો ફેરફાર 14 ફેબ્રુઆરીથી લાગૂ થશે.

એસબીઆઈ (SBI)

દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ MCLRમાં 0.05 ટકાનો કાપ મુક્યો છે. જેના કારણે દેવુ સસ્તુ થશે. આ કાપ તમામ પ્રકારના મેચ્યોરિટી પીરીયડ્સની લોન પર લાગૂ થશે. બેંકે જણાવ્યું છે કે, આ બદલાવ બાદ એક વર્ષના સમયવાળી લોન પર MCLR ઓછુ થઈને 7.85 ટકા પર આવી જશે. એસબીઆઈનો આ કાપ 10 ફેબ્રુઆરીથી લાગૂ થઈ ગયો છે.

બેંક ઓફ બરોડા

આવી જ રીતે બેંક ઓફ બરોડાએ પોતાના વ્યાજદરમાં 0.10 ટકાનો કાપ મુક્યો છે. બેંક તરફથી આવેલા નિવેદનમાં જણાવ્યા પ્રમાણે વ્યાજદરમાં કાપ મુક્યા બાદ એક વર્ષની MCLR 8.25 ટકાથી ઘટીને 8.15 ટકા પર આવી જશે. આ વર્ષ દર 12 ફેબ્રુઆરીથી લાગૂ થયા છે.

READ ALSO

Related posts

નેપાળની નવી ચાલ, હવે ઉત્તરાખંડના આ હિસ્સા પર જમાવી રહ્યું છે પોતાનો હક

Mansi Patel

આ સદાબહાર ગીતો વિના અધૂરો છે રક્ષાબંધનનો તહેવાર, આજે પણ લોકો નથી ભૂલી શક્યા

pratik shah

મોદી સરકારના કોરોનાના આ નિયમો પળાય તો મોદી સહિત આખી કેબિનેટે હોમ કવોરંટિન થવું પડે

Karan
Do NOT follow this link or you will be banned from the site!