વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા કહેવાતા અમેરિકામાં એક અઠવાડિયાની અંદર બે બેંકોને તાળા વાગી ચુક્યા છે. અને બીજી 6 બેંકો નાદારી નોંધાવવાની તૈયારીમાં હોવાના અહેવાલો આવી રહ્યા છે. અમેરિકાની સિલિકોન વેલી અને સિગ્નેચર બેંક બંધ થવાથી આખા વિશ્વ ઉપર તેની અસર પડી છે. લોકો 2008માં આવેલી આર્થિક મંદીને યાદ કરી રહયા છે.

અમેરિકાની સિલિકોન વેલી બેંક(એસવીબી) સંકટમાં આવી ગયાના ૯,માર્ચ ૨૦૨૩થી શરૂ થયેલા ઘટનાક્રમ બાદ ફર્સ્ટ રિપબ્લિક બેંક અને સિગ્નેચર બેંકના ભંગાણના સમાચારોએ વિશ્વના બેંકિગં-ફાઈનાન્શિયલ ક્ષેત્રેને હચમચાવી દીધા બાદ યુરોપના દેશોની ફાઈનાન્સ કંપનીઓ, બેંકોના સંકટે તરખાટ મચાવ્યો છે. સ્વિટ્ઝરલેન્ડની સૌથી મોટી બેંકિંગ જાયન્ટ ક્રેડિટ સ્વિસ ગ્રુપ મુશ્કેલીમાં સપડાતાં યુરોપના દેશોના બજારોમાં ફાઈનાન્શિયલ, બેંકિંગ ક્ષેત્રની કંપનીઓના શેરોમાં સતત ગાબડાં પડી રહ્યા છે.
આવી સ્થિતિમાં તેની અસર ભારતમાં પણ જોવા મળી રહી છે. બેંકોના શેરમાં ભારે દબાણ જોવા મળી રહ્યું છે. આવી સ્થિતિમાં, સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો ભારતમાં કોઈ બેંક ડૂબી જાય છે, તો ગ્રાહકો પર તેની શું અસર થાય છે. શું ગ્રાહકોને તેમનો પૈસા પાંચ મળશે.. ? ભારતમાં ખાતેદારોને કોઈપણ પ્રકારની વીમા સુવિધા મળે છે. આવો જાણીએ આ વિશે.

ભારતમાં રોકાણકારોને વીમા કવચ મળે છે ?
ઉલ્લેખનીય છે કે ભારતમાં બેન્ક ગ્રાહકોને વીમા કવચનો લાભ આપે છે. આ વીમા કવચ દ્વારા, ગ્રાહકોને બેંકની નિષ્ફળતા અથવા પૈસા ઉપાડવાના કિસ્સામાં એક નિશ્ચિત રકમ મેળવી શકે છે.
આ કામ ભારતમાં ડીઆઈસીજીસી (ધ ડિપોઝિટ ઈન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન) દ્વારા કરવામાં આવે છે. તેના નિયમો અનુસાર, બેંક બંધ થવાના કિસ્સામાં, ગ્રાહકોને મહત્તમ 5 લાખ રૂપિયાની રકમ મળી શકે છે.

કઈ બેંકોમાં DICGC વીમાની સુવિધા ઉપલબ્ધ છે?
ભારતમાં દરેક કોમર્શિયલ બેંક અને સહકારી બેંકોના ગ્રાહકોને DICGCના વીમા કવચનો લાભ મળે છે. જો તમે તમારી બેંક વિશે માહિતી મેળવવા માંગો છો, તો તમે બેંકમાં જઈને અધિકારીઓને તેના વિશે પૂછી શકો છો.

અમેરિકામાં SVB ના ગ્રાહકોને વીમાનો શું ફાયદો થશે?
મોટાભાગની સ્ટાર્ટઅપ અને ટેક કંપનીઓને લોન આપનારી સિલિકોન વેલી બેંક 10 માર્ચે નાદાર થઈ ગઈ. આ પછી બેંકના ગ્રાહકો અને રોકાણકારોમાં અરાજકતાનો માહોલ જોવા મળ્યો હતો. પરંતુ અમેરિકાના ફેડરલ ડિપોઝિટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશને લોકોને ખાતરી આપવાનો પ્રયાસ કર્યો છે કે તેમના પૈસા બેંકમાં સુરક્ષિત છે.
અમેરિકાના FDIC ના નિયમો અનુસાર, જો દેશમાં કોઈ બેંક ડૂબી જાય છે, તો રોકાણકારોને 2.5 લાખ ડોલર એટલે કે લગભગ 2 કરોડ રૂપિયા સુધીના વીમાનો લાભ મળે છે. બીજી તરફ, આનાથી વધુ રકમ મેળવવી એ માત્ર સરકારના હસ્તક્ષેપ પર આધારિત છે.
READ ALSO
- મોટા સમાચાર / રાજ્યમાં બિન હથિયારધારી 242 PSIને PI તરીકે અપાઈ બઢતી, જુઓ કોને અપાયું પ્રમોશન
- બોડકદેવ વિસ્તારમાં વાછરડાને વિખુટું પડતા બચાવવામાં આવ્યું, ખાખીએ ફરી માનવતા મહેકાવી
- સુરતમાં ફૂડ વિભાગ એક્શન મોડમાં : શહેરમાંથી 17 જગ્યાએથી ઘીના નમુના લઈને તપાસ અર્થે મોકલાયા
- આને કહેવાય માનવતા / સુરતમાં ટ્રાફિકમાં ફસાયેલી 108 એમ્બ્યુલન્સને તડકામાં દોઢ કિલોમીટર દોડીને યુવકે રસ્તો કરી આપ્યો
- મજબૂત માંગને કારણે ઓટો સેક્ટર ટોપ ગિયરમાં છે, આ શેરો આઉટપરફોર્મ કરી શકે છે