GSTV

તમારા કામનું/ બેન્કમાં જમા તમારા કેટલા પૈસા છે સુરક્ષિત, જાણો ફડચામાં જાય તો કેટલા રૂપિયા પરત મળશે

બેન્ક

મહારાષ્ટ્રની મંથા અર્બન કોઓપરેટિવ બેંક અને દક્ષિણ ભારતની લક્ષ્મીવિલાસ બેંક પર પ્રતિબંધ મુકાઇ ગયો છે. તેવામા બેન્કના ગ્રાહકો ચિંતિત છે અને તેમને બેન્કમાં જમા પોતાની મૂડીની ચિંતા થઇ રહી છે. તેમને ડર લાગી રહ્યો છે કે જો બેન્ક ડૂબી ગઇ તો ખાતામાં જમા તૈમના પૈસાનું શુ થશે? શું તમારા બધા પૈસા ડૂબી જશે? બેન્કમાં જમા કેટલા રૂપિયા સુરક્ષિત માની શકાય?

કેટલા પૈસા મળશે પરત

પેન્શન

બેન્કમા જમા રકમના સુરક્ષિત હોવાની એક સીમા હોય છે અને તે રકમ આગળ જમા મૂડીની કોઇ ગેરેન્ટી નથી હોતી. એટલે કે ગ્રાહકોની પૂજી જમા રકમ બેન્કમાં સુરક્ષિત નથી હોતી. બેન્ક ફડચામાં જાય તો ગ્રાહકોના પાંચ લાખ રૂપિયા સુધીની જમા રકમ સુરક્ષિત અને વીમિત છે. એટલે કે 5 લાખ રૂપિયા સુધી જમા રકમ ગેરેન્ટી સાથે તમને મળી જશે અને તેનો ડિપોઝીટ ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરેન્ટી (DICGC)વીમો ઉપલબ્ધ કરાવે છે. આ વીમો ત્યારે જ મળે છે જ્યારે બેન્ક તેના માટે પ્રીમિયમ ભરે છે. આશરે દરેક ખાનગી અને સરકારી બેન્ક આ પ્રીમિયમ ભરે છે પરંતુ તે બાદ પણ તમારા પૂરા પૈસા સુરક્ષિત નથી.

તેના અંતર્ગત તમામ પ્રકારની બેન્કો આવે છે જેનાથી બચત, ફિક્સ્ડ અને રિકરિંગ ડિપોઝિટ પર ગ્રાહકોને ગેરેન્ટી મળશે. આ સાથે જ ગ્રાહકોને તેની જમા રકમ પર મૂળધન અને વ્યાજની રકમ પણ પૂરી પાડવામાં આવશે. જો તમારી જમા રકમ 5 લાખથી ઓછી હોય તો તમને તમારી પૂરી રકમ પરત મળી જશે.

એકથી વધુ બેન્ક એકાઉન્ટ હોવા પર

જો તમારી કોઇ એક બેન્કમાં એકથી વધુ ખાતા હોય તો પણ બેન્ક ડૂબી જાય તો તમને 5 લાખ રૂપિયા જ મળવાની ગેરેન્ટી છે. આ રકમ કઇ રીતે મળશે, તેની ગાઇડલાઇન DICGC નક્કી કરે છે. આ 5 લાખ રૂપિયા કેટલા દિવસમાં મળશે, તેને લઇને કોઇ સમય મર્યાદા નથી.

વિલય બાદ પૈસા સુરક્ષિત

જો મુસીબત વાળી બેન્કને કોઇ અન્ય બેન્ક સાથે વિલય કરી દેવામાં આવે તો તમારા પૂરા પૈસા સુરક્ષિત રહે છે. આર્થિક સંકટમાં ફસાયેલી લક્ષ્મી વિલાસ બેન્કને ડીબીએસ બેન્ક સાથે વિલય કરવાની યોજના છે.

Read Also

Related posts

GO CORONA GO / કોરોનાને ભગાડવા માટે સાધૂ મહારાજે કર્યો અન્નનો ત્યાગ, માથા પર ઉગાડી દીધા જ્વારા

Pravin Makwana

લવ જેહાદ વિરુદ્ધ કાયદાને લઈને અસદુદ્દીન ઓવૈસી અને ગીરીરાજસિંહ આમને સામને

Nilesh Jethva

ITની રડાર પર કોંગ્રેસ હેડક્વાર્ટર/ 106 કરોડ રૂપિયાનાં બિનહિસાબી રોકડનાં વિતરણનો ઘટસ્ફોટ, સોનિયા ગાંધી પાસે માગ્યો જવાબ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!