GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

બેન્કો ભરાઈ: દેશની ટોચની 500 કંપનીઓમાં ફસાયા 1.67 લાખ કરોડ રૂપિયા

કોરોના રોગચાળાનાં આર્થિક પ્રભાવનાં પગલે ટોચની 500 કંપનીઓ દ્વારા કરવામાં આવેલા 1.67 લાખ કરોડ રૂપિયાનાં દેવાનાં કારણે માર્ચ 2022 સુંધી બેંકોની ચિંતા વધી ગઇ છે. કંપનીઓ સમયસર રીતે લોન ચુકવી દેવામાં પાછળ રહી શકે છે અને આ ફસાયેલા દેવાનાં કારણે બેંકોને મોટું નુકસાન થઇ શકે છે. ઇંન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચે પોતાની રિપોર્ટમાં કહ્યું છે કે આ રકમને જોડીએ તો ફસાયેલા નાણાંની કુલ રકમ 4.21 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે, જે કુલ લોનનું 11 ટકા જેટલું થાય છે.

વિવિધ લોનની ચુકવણી પર ઓગસ્ટ 2020 સુધી રાહત આપી

આ વર્ષની શરૂઆતમાં જ્યારે કોરોના વાયરસ ફેલાવાની શરૂઆત થઇ ત્યારે બેંકોની લોનની સ્થિતિ અને તેની ગુણવત્તાને લઇને ચિંતા વ્યક્ત કરવામાં આવતી હતી. રિઝર્વ બેંકએ કોવિડ-19નાં અર્થતંત્ર પર પડી રહેલા પ્રભાવને જોતા વિવિધ લોનની ચુકવણી પર ઓગસ્ટ 2020 સુધી રાહત આપી, જેથી દબાણ વધશે. સરકારે રોગચાળાનાં આર્થિક પ્રભાવને ઓછો કરવા માટે 21 લાખ કરોડ રૂપિયાનાં પ્રોત્સાહન પેકેજની ઘોષણા કરી છે, રેંટિંગ એજન્સીનું માનવું છે કે રોગચાળા અને તેની સાથે જ અન્ય નિતિગત પગલાનાં કારણે ટોચની 500 કંપનીઓને અપાયેલી લોનમાંથી 1.67 લાખ કરોડ રૂપિયાનું દેવું બેંક માટે વધારાનું દબાણ ઉભું કરી શકે છે.

આગામી સમયમાં કંપનીઓ માટે નાણાકિય સ્ત્રોત મેળવવા એક પડકારરૂપ

રેટિંગ એજન્સીનું કહેવું છે કે રોગચાળાની શરૂઆતનાં સમયે તેણે માર્ચ 2022 સુધી 2.54 લાખ કરોડ રૂપિયાની લોનને ડિફોલ્ટ થવાની આશંકા હતી, જો કે હવે 1.67 લાખ કરોડ રૂપિયાનું વધારાનું દેવું ઉમેરાતા આ આંકડો કુલ 4.21 લાખ કરોડ રૂપિયા સુંધી પહોંચી શકે છે અને સમગ્ર કંપની જગતનાં કુલ દેવાનાં 18.21 ટકા સુંધી હશે. એજન્સીએ ચેતવણી આપી છે કે આગામી સમયમાં કંપનીઓ માટે નાણાકિય સ્ત્રોત મેળવવા એક પડકારરૂપ બની શકે છે.

READ ALSO

Related posts

જન્માષ્ટમીના તહેવાર પર આ શહેરમાં ફરવા લાયક સ્થળો પર લોકોના એકઠા થવા પર લગાવવામાં આવ્યો પ્રતિબંધ

Nilesh Jethva

કેરળના ઇડુક્કીમાં થયેલ ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને 42, સતત રાહત કામગીરી ચાલું

Ankita Trada

રક્ષાબંધનના દિવસે રાખડી બંધાવી સગાભાઈઓએ કરી બહેનની હત્યા, ચોંકાવનારુ છે કારણ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!