GSTV
Gujarat Government Advertisement

બેંક સંબંધિત કોઈ પણ કામ આજે જ પતાવો, સતત 3 દિવસ બંધ રહેશે બેંક

Last Updated on February 20, 2020 by Pravin Makwana

જો તમારે બેંકીંગ સંબંધિત કોઈ કામ અટવાયેલું છે, તો તેના માટે હવે તમારે સોમવાર સુધી રાહ જોવી પડશે. આ ઉપરાંત શેર બજાર પણ સોમવારે ખુલશે. ત્યારે આવો જાણી શું કામ આટલા દિવસ બંધ રહેશે બેંક અને શેર બજાર.

બેંક શા માટે રહેશે બંધ ?

હકીકતમાં જોઈએ તો, 21 ફેબ્રુઆરી એટલે કે શુક્રવારના રોજ મહાશિવરાત્રી છે, આ પર્વને લઈ શુક્રવારે બેંકમાં જાહેર રજા છે. ઉપરાંત 22 ફેબ્રુઆરી મહિનાનો ચોથો શનિવાર છે, તેથી તે દિવસે પણ બેંક બંધ રહેશે. બાદમાં રવિવારે તો અઠવાડીયાની રજા હોય જ છે. આમ આવી રીતે સતત 3 દિવસ સુધી બેંક બંધ રહેશે. ત્યારે આવા સમયે ચોક્કસપણે નાણાકીય જરૂરિયાતો પૂરી કરવા માટે અન્ય વિકલ્પ પર નિર્ભર રહેવું પડશે. જો કે, આ સમય દરમિયાન ઓનલાઈન બેંકીંગમાં કોઈ અસર થશે નહીં, કેમ કે, તે તો અગાઉની માફક ચાલુ જ રહેશે. પણ જો બેંક સંબંધિત કોઈ કામ હશે તો, તે સોમવાર પર ઠેલવવું પડશે.

શેર બજાર શા માટે બંધ રહેશે ?

શેર બજાર પણ મહાશિવરાત્રીના કારણે શુક્રવારનારોજ બંધ રહેશે. તો વળી શનિવાર અને રવિવારના રોજ ચાલુ દિવસો પણ રજા હોય જ છે. તેથી શેર બજાર પણ આમ ત્રણ દિવસ સુધી બંધ રહેશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

‘જમ્મુ-કાશ્મીરમાં ઝડપથી થાય સીમાંકન, જેથી ચૂંટણી યોજાઇ શકે’, સર્વપક્ષીય બેઠક પછી PM મોદીએ કરી ટ્વીટ

Zainul Ansari

વડોદરામાં લવ જેહાદનો વધુ એક કિસ્સો: બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવ્યો હોવાનો આરોપ, લગ્નથી 3 મહિનાનો બાળક

Zainul Ansari

જમ્મુ-કાશ્મીર બેઠક / મેહબૂબા મુફ્તીએ PM મોદી સાથેની બેઠકમાં ઉઠાવ્યો પાકિસ્તાનનો મુદ્દો, કહ્યુ- તેની સાથે પણ વાતચીત કરવી જોઇએ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!