GSTV
Finance Trending

કામનું/ જુલાઈમાં પૂરા 15 દિવસ સુધી બેંકો રહેશે બંધ, બેકિંગ કામકાજ કરતાં પહેલાં ચેક કરી લેજો આ RBI ની રજાઓનું લિસ્ટ

હાલ જૂન મહિનાની આખર તારીખો છે. આવતા વિકમાં જુલાઈ મહિનો ચાલુ થઈ જશે. જેમાં તમામ પ્રાઈવેટ અને સરકારી બેંકો કુલ 15 દિવસ સુધી બંધ રહેશે. એવામાં જો તમારે આવતા હપતામાં બેંકથી જોડાયેલ કોઈ જરૂરી કામ હોય તો રજાઓને ધ્યાનમાં રાખીને તમારું બેંક સંબંધિત કામ નિપટાવશો. નહીં તો તમને મુશ્કેલી પડી શકે છે.3

બેંક સાથે જોડાયેલું કામ કરવાનું હોય તો પહેલેથી પ્લાનિંગ કરી રાખજો

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના હોલિ ડે કેલેન્ડર મુજબ જુલાઈમાં 6 દિવસ રવિવાર અને બીજા તેમજ ચોથા શનિવાર રહેતા બેંકોની અઠવાડિક રજા હશે. જેમાં કામકાજ નહીં થાય. આ સિવાય અન્ય 9 દિવસોએ પણ બેંકો બંધ રહેવાની છે. જો કે આ રજાઓ સમગ્ર દેશમાં એક સાથએ નહીં હોય. જુદા જુદા વિસ્તારોમાં અલગ અલગ રહેશે. આ રીતે કુલ 15 દિવસો બેંકનું કામકાજ નહીં થાય. જુલાઈ મહિનામાં ક્યા ક્યા દિવસે બેંકો બંધ રહેશે તેના પર એક નજર કરીએ.

ક્યાંક કોમન તો ક્યાંક રાજ્યોના હિસાબે છે રજાઓ

જુલાઈ મહિનામાં આ વર્ષે બેંકોમાં કુલ મળીને 9 જેટલી રજાઓ છે. જેમાં કેટલીક કોમન રજાઓ છે જેમાં સમગ્ર દેશમાં બેંકો એક સાથે બંધ રહેશે. તો ક્યાં રાજ્યોના હિસાબે રજાઓ છે. આ સિવાય 6 દિવસ શનિવાર રવિવારના બંધ રહેશે. જેને પગલે જૂલાઈ મહિનામાં લગભગ 15 દિવસ રજાઓ પડશે.

આ તારીખે આવે છે ઓફિસિયલ રજાઓ

  • 12 જુલાઈ સોમવાર રથયાત્રા (ઓડિસા – ભુવનેશ્વર અને ઇમ્ફાલ)
  • 13 જુલાઈ મંગળવાર શહિદ દિવસ – ભાનુ જયંતિ (શહિદ દિવસ- જમ્મુકાશ્મીર, ભાનુજયંતિ -સિક્કિમ)
  • 14 જુલાઈ બુધવાર દ્રુકપા જયંતિ ( ગંગટોક)
  • 16 જુલાઈ શુક્રવાર, હરેલા (દહેરાદૂન)
  • 17 જુલાઈ શનિવાર – ખર્ચી પૂજા (મેઘાલય) અગરતલા શિંલોંગ
  • 19 જુલાઈ સોમવાર Guru Rimpoche’s Thungkar Tshechu ગંગટોક
  • 20 જુલાઈ મંગળવાર, બકરી ઈદ ( જમ્મુ – કોચી)
  • 21 જુલાઈ બુધવાર, બકરીઈદ ( દેશભરમાં)
  • 31 જુલાઈ શનિવાર, કેર પૂજા ( અગરતલા)
  • 25 જૂન ગુરુ ગોવિંદસિંહજી જયંતી ( જમ્મુ અને શ્રી નગરની બેંકો બંધ)
  • 26 જૂન બીજો શનિવાર ( વિકલી હોલી ડે)
  • 27 જૂન રવિવાર ( વિકલી હોલી ડે)
  • 30 જૂન રેમનાની (એજવલ માં રજા)

આ દિવસોએ શનિવાર રવિવારની કુલ મળીને 6 રજાઓ

આ સિવાય 4 જુલાઈ રવિવાર
10 જુલાઈ મહિનાનો બીજો શનિવાર
11 જુલાઈ રવિવાર
18 જુલાઈ રવિવાર
24 જુલાઈ મહિનાનો ચોથો શનિવાર
25 જુલાઈ રવિવાર

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

રાહુલની મુલાકાતમાં એક મહિના પછી કેમ પહોંચ્યા સોનિયા ગાંધી? જાણો કેવી રીતે કામ કરશે ચૂંટણીનું ગણિત

Hemal Vegda

મુલાયમને કિડની આપવા સપાના ત્રણ નેતાની ઓફર, સપા નેતાની હાલત નાજુક

Hemal Vegda

હવે ફ્લાઈટમાં પાલતુ કૂતરા કે બિલાડીને પણ લઈ જઈ શકાશે, આ એરલાઈન્સે કરી જાહેરાત

Hemal Vegda
GSTV