GSTV
Home » News » આજે જ પતાવી લો બેન્કના જરૂરી કામ, આટલા દિવસો સુધી રહેશે બંધ

આજે જ પતાવી લો બેન્કના જરૂરી કામ, આટલા દિવસો સુધી રહેશે બંધ

જો તમારે બેન્ક સાથે સંબંધિત કોઇ કામ હોય તો આજે જ પતાવી લો કારણ કે આગામી બે દિવસ બેન્ક બંધ રહેવાની છે. આગામી અઠવાડિયે દેશભરમાં 10 સેન્ટ્રલ ટ્રેડ યુનિયનોએ દેશવ્યાપી હડતાળની ઘોષણા કરી છે. તેવામાં તમારે ઘણી મુશ્લેકીઓનો સામનો કરવો પડે તેમ છે.

સરકાર પર એન્ટી વર્કર્સ પોલીસીનો આરોપ લગાવીને વિરોધ રૂપે આ હડતાળનું આહવાન કરવામાં આવ્યું છે. હવે આ હડતાળમાં 2 બેન્ક યુનિયનો પણ જોડાયા છે.

IDBI બેન્કે સ્ટોક એક્સચેન્જ બીએસઇની આપેલી સૂચનામાં જાણકારી આપી છે કે ઑલ ઇન્ડિયા બેન્ક એમ્પ્લોયીઝ એસોશિએશન અને બેન્ક એમ્પ્લોયીઝ ફેડરેશન ઑફ ઇન્ડિયાએ ઇન્ડિયન બેન્ક્સ એસોસિએશનને 8 અને 9 જાન્યુઆરીઓ દેશવ્યાપી હડતાળની જાણકારી આપી છે.

બેન્ક ઑફ બરોડાએ જાણકારી આપી છે કે 8 અને 9 જાન્યુઆરી 2019માં આયોજિત AIBEA અને BEFIની હડતાળ દરમિયાન કેટલાંક ઝોનમાં બેન્કની કેટલીક બ્રાન્ચ અને ઑફિસમાં કામ પર અસર પડી શકે છે.

આ દેશવ્યાપી વિશાળ આંદોલનમાં દેશના મોટા ૧૦ યુનિયન જોડાઇ રહ્યા છે, જેમાં આઇએનટીયુસી,એઆઇટીયુસી, એચએમએસ, સીઆઇટીયુ, એઆઇસીસીટીયુ, યુટીયુસી, ટીયુસીસી, એલપીએફ અને સેવાનો સમાવેશ થાય છે. આ સંગઠનો ઉપરાંત દરેક સ્વતંત્ર વ્યાપારી સંગઠનો, ખેડૂતોના રાષ્ટ્રવ્યાપી સંગઠનો, ટેલિકોમ, બેંક, વિમા, રાજ્ય કર્મચારીઓ, દરેક સર્વિસ સેક્ટરના કર્મચારીઓ પણ જોડાયા છે. કુલ મળી ૨૦થી વધુ મોટા સંગઠનો અવાજ બુલંદ કરશે. જેને પગલે બે દિવસ માટે કેન્દ્રની મોદી સરકારને ભીસમાં લેવામાં આવશે અને તેની અસર સમગ્ર દેશ પર વ્યાપક સ્વરુપમાં પડવા જઇ રહી છે.

Read Also

Related posts

ગાંધીનગરના કમલમ ખાતે વડાપ્રધાન મોદીના પ્રદર્શનને મુકાયુ ખુલ્લુ

Kaushik Bavishi

સોસાયટીના નામે 540 કરોડનું કૌભાંડ કરનાર આરોપીઓના રિમાન્ડ મંજુર

Kaushik Bavishi

ટ્રાફિક નિયમનો ભંગ કરનાર યુવકોને ઉઠક બેઠક કરાવવી પીએસઆઈને પડી ભારે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!