GSTV
Home » News » Movie Review: સસ્પેન્સ, થ્રિલર અને કૉમેડીથી ભરપૂર છે ‘બેંક ચોર’

Movie Review: સસ્પેન્સ, થ્રિલર અને કૉમેડીથી ભરપૂર છે ‘બેંક ચોર’

ડિરેક્ટર બમ્પી ‘બેંકચોર’થી બોલિવુડમાં ડેબ્યુ કરી રહ્યા છે અને રિતેશ દેશમુખ- વિવેક ઓબેરોયનની જોડી ફરી એક વખત તમને હસાવવાના પ્રયત્નમાં લાગી ગઇ છે, ફિલ્મની રિલીઝ પહેલા ચોરીના પોસ્ટર, રોસ્ટ, ચોરીનું ટ્રેલર, ચોરીનો ઇન્ટરવ્યુ જેવા કેટલાય પ્રમોશનલ કેમ્પેઇન કરવામાં આવ્યા હતા અને ફાઇનલી આજે ફિલ્મ રિલીઝ થઇ ગઇ છે. તો જાણો કેવી છે ફિલ્મ….

સ્ટોરી:

‘બેંકચોર’ની સ્ટોરી મુંબઇના રહેવાસી ચંપક (રિતેશ દેશમુખ) અને તેના દિલ્હીમાં રહેતા બંને ફ્રેન્ડસ ગુલાબ અને ગેંદાની છે, જે બેંક ઑફ ઇન્ડિયન્સ નામની બેંક લૂંટવા જાય છે, આ વચ્ચે વાર્તામાં ટ્વિસ્ટ આવે છે.ત્યારે પોલીસ તથા મીડિયાને આની માહિતી મળી જાય છે અને બહાર ભીડ જમા થઈ જાય છે. સીબીઆઈ ઈન્સ્પેક્ટર અમઝદ ખાન(વિવેક ઓબેરોય)ને ચોર પકડવાનું કહેવામાં આવે છે. અંતે ચોરોએ કેમ બેંક લૂંટવાનો પ્લાન બનાવ્યો, શું અમઝદ ખાન ચોરોને પકડી શકશે, આ તમામ સવાલોના જવાબ માટે તો તમારે થિયેટર સુધી જવું જ પડશે.

ડિરેક્શન:

ડિરેક્ટર બમ્પીનું ડિરેક્શન, સિનેમેટાગ્રાફી અને કેમેરા વર્ક સુપર્બ છે. ફિલ્મના ડાયલોગ્સ ફિલ્મની જાન છે. આ ફિલ્મથી તેના ડિરેક્ટર તરીકેની ખાસિયત જોવા મળી રહી છે.

એક્ટિંગ:

રિતેશ દેશમુખ અને વિવેક ઓબેરોય બંનેએ દમદાર એક્ટિંગ કરી છે.રિતેશ દેશમુખનું કામ ઉમદા છે જેમાં કેટવાય વેરિયેશન આવે છે જે તમને હસાવવાની સાથે સાથે વિચારવા માટે પણ મજબૂર કરી દે છે. વિવેક ઑબરોયનું કામ પણ સરસ છે. મીડિયા કર્મીના રોલમાં રિયા ચક્રવર્તીએ સારો અભિનય કર્યો છે.

મ્યૂઝિક:

ફિલ્મનું મ્યૂઝિક ઠીક-ઠાક છે જે કોઇ પણ રીતે વાર્તાને ડિસ્ટર્બ નથી કરતું. બેકગ્રાઉન્ડ સ્કોર સારો છે.

જોવી કે નહીં:

કૉમેડી-થ્રિલર ધરાવતી આ ફિલ્મમાં થોડી ભૂલોને ઇગ્નોર કરીએ તો ‘બેંક ચોર’ એક પૈસા વસૂલ ફિલ્મ છે. એકવાર તો જોઈ શકાય તેમ છે.


GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Facebook | Youtube | Twitter

Related posts

બ્રેક્ઝિટમાં બ્રિટનની સરકારને મળી પ્રથમ સફળતા, ડીલ હવે બની જશે કાયદો

Mayur

સોનિયા ગાંધી આ કોંગ્રેસના નેતા પર થયા જોરદાર નારાજ, આખરે નેતાએ આ ખુલાસો કરવો પડ્યો

Bansari

Pagalpanti Trailer:અરસદ વારસી અને જોન અબ્રાહમની કોમેડી પેટ પકડીને હસાવશે ગેરેન્ટી

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!