GSTV

EMI ભરવામાં મોડા પડો તો મિડલ ક્લાસ પાસેથી વસુલવામાં આવે છે તગડી રકમ, જાણો એક દિવસ પર કેટલી લાગે છે પેનલ્ટી

Last Updated on May 21, 2021 by Pritesh Mehta

તમારા માંથી ઘણા એવા હશે કે તેઓ પોતાનું સપનું પૂરું કરવા માટે બેંકો પાસેથી હોમ લોન લે છે. પરંતુ, શું તમે જાણો છો હોમ લોન આપતી બેંકો પણ EMI બાઉન્સ ચાર્જિસના નામે મોટી કમાણી કરી લે છે. ખાસ કરીને ખાનગી બેંકોમાં તો આ ચાર્જિસની રકમ 750 રૂપિયા સુધીની હોય  છે. એટલે કે જો તમારા EMIનો ચેક કે ઇસીએસ એક દિવસ માટે પણ બાઉન્સ થાય છે તો ચાર્જિસના નામે મોટી રકમ વસુલ કરવામાં આવે છે.

EMI

દેશની લગભગ તમામ સરકારી અને ખાનગી બેંકો ઘર ખરીનાર ગ્રાહકોને હોમ લોનની સુવિધા આપે છે. જેના પર પ્રોસેસિંગ ફીના નામે તો ચાર્જિસ વસુલ કરવામાં આવે જ છે. આ પ્રોસેસિંગ ફી દરેક બેન્કની અલગ અલગ હોયછે. પરંતુ જો લોનની સમયમર્યાદામાં જેટલી વાર તમે EMI ભરવામાં મોડા પાડો છો તો તેટલી વાર તમારી પાસેથી બાઉન્સ ચાર્જિસ વસુલ કરવામાં આવે છે.

મોટી બેંકોમાં કેટલો હોય છે લેટ EMI ચાર્જ

લોન પેમેન્ટ મિસ થવાની સ્થિતિમાં દેશની નાનાથી માંડીને મોટી બેંકો જુદી જુદી રકમ ગ્રાહકો પાસેથી વસુલ કરે છે.દેશની સૌથી મોટી સરકારી બેન્ક SBIની વાત કરીયે તો એક વખત ઇસીએસ બાઉન્સ ચાર્જ 295 રૂપિયા છે છે, જો તમારો પણ બાઉન્સ થાય  છે તો તમારે 500 રૂપિયા પ્લસ જીએસટી ભરવાનો રહે છે. જો, દેશની સૌથી મોટી ખાનગી બેન્ક ICICIની વાત કરીએ તો ઇસીએસ બાઉન્સ પર 500 રૂપિયા પલ્સ જીએસટી ભરવું પડે છે. જયારે ચેક બાઉન્સ પર આ રકમ 350 રૂપિયાંથી 0 રૂપિયા સુધીની રહે છે. દેશની અન્ય મોટી ખાનગી બેન્ક HDFCની વાત કરીયે તો અહીં ઇસીએસ બાઉન્સ થતા 350 રૂપિયાથી 750 રૂપિયા આપવા પડે છે એને જો ચેક બાઉન્સ થાય છે તો ચાર્જિસના નામે આટલી જ રકમ ચૂકવવી પડે છે.

ખાનગી બેંકોમાં વસુલવામાં આવે છે વધુ ચાર્જ

ભારતીય રિઝર્વ બેન્કની વેબસાઈટ પર તમને બેન્ક માટે જુદા જુદા ચાર્જીસનું લિસ્ટ મળી જશે. જો તમે આ લિસ્ટને ધ્યાનથી જુઓ તો જોઈ શકશો કે દેશની ખાનગી બેન્ક સરકારી બેંકોની સરખામણીમાં વધુ ચાર્જ વસુલ કરે છે. જો કોઈ ગ્રાહક પોતાની ફરિયાદ પણ કરે છ્હે તો બેન્કનો જવાબ હોય છે કે તેમાં અમે કઈ ન કરી શકીયે બેન્કના ચાર્જીસ છે તો તમારે ભરવા જ પડશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

Amazon ફરી વિવાદમાં/ તિરંગા વાળી ટી-શર્ટ અને જૂતા વેચવાના આરોપમાં જોરદાર વિરોધ, Twitter પર બૉયકૉટ કેમ્પેન થયુ ટ્રેન્ડ

Bansari

કામની વાત/ ગીઝર અને હીટર યુઝ કર્યા બાદ પણ ઓછુ આવશે વીજળીનું બિલ, બસ કરી લો આ 2 કામ

Bansari

થઇ ગઇ મોટી ભવિષ્યવાણી! ભારતનો આ ધાકડ બોલર મચાવશે તરખાટ, બનાવશે 1000 ટેસ્ટ વિકેટ લેવાનો વર્લ્ડ રેકોર્ડ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!