GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

ATMની રાહતો હવે પૂરી : બેન્કો હવે આ બાબતે રૂ.5 થી 20 સુધીનો ચાર્જ વસૂલશે, જાણો આ છે નિયમો

કોરોનાના સંકટકાળમાં બેન્કિંગ ચાર્જમાંથી મૂક્તિના દિવસો સમાપ્ત થઇ રહ્યા છે અને હવે એટીએમથી રોકડ ઉપાડથી લઇને બેલેન્સ સુધીની બેન્કિંગ સેવા ઉપર ખાતાધારકો તગડો ચાર્જ ચૂકવવા માટે તૈયાર રહો. નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે ત્રણ મહિના સુધી સામાન્ય નાગરિકોને રાહત આપવા માટે ખાસ કરીને બેંકિંગ સેવા સંબંધિત અનેક પગલાંઓની જાહેરાત કરી હતી. જેમાં બેન્ક ખાતામાં લઘુતમ બેલેન્સ જાળવી રાખવાના નિયમમાં સંપૂર્ણ માફી અને કોઈપણ બેંકના એટીએમમાંથી ચાર્જ મૂક્ત રોકડ ઉપાડ શામેલ છે.

અલગ અલગ ચાર્જમાં આપેલી રાહત જૂનમાં સમાપ્ત

તેમણે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની તારીખ પણ 31 માર્ચથી લંબાવીને 30 જૂન, 2020 કરી હતી. તેવી જ રીતે જીએસટી રિટર્ન ફાઇલિંગની તારીખમાં વિસ્તરણ, જીએસટી રીટર્ન ફાઇલ કરવા ઉપર લેટ ફી કે દંડ નાબૂદ કરવો, કંપનીઓ દ્વારા ડિફોલ્ટ માટે થ્રેશોલ્ડ વધાર્યો ઇન્સોલ્વન્સી અને બેંકરપ્સી કોડ હેઠળ કંપનીઓ માટે ડિફોલ્ટના કિસ્સામાં થ્રેસોલ્ડની લિમિટેડ રૂ.1 લાખથી વધારીને રૂ. 1 કરોડ કરી અને ઇન્સોલ્વન્સી કોડની કેટલીક કલમોને સ્થગિત રાખવાનું વચન આપ્યું છે. તે સમયે નાણાંપ્રધાને આર્થિક પેકેજ જાહેર કરવાની ખાતરી પણ આપી હતી, અને ત્યારબાદ રૂ. 20 લાખ કરોડના આત્મનિર્ભર ભારતના નામે આર્થિક પેકેજની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં મુખ્યત્વે ગેરંટી અને મધ્યમથી લાંબા ગાળાના પગલાંનો સમાવેશ થાય છે. તેવી જ રીતેત ભારતીય રિઝર્વ બેંકે દેશવ્યાપી લોકડાઉન દરમિયાન પ્રતિબંધને ધ્યાનમાં રાખીને બોન્ડ અને કરન્સી માર્કેટ માટેનો માર્કેટિંગ ટાઇમિંગ ઘટાડ્યો હતો. આ બજારના કામકાજના કલાકોમાં કરેલો હજી પણ ચાલુ છે. વિવિધ સર્વિસ ચાર્જમાં આપેલો મુક્તિનો ત્રણ મહિનાનો સમયગાળો જૂનમાં સમાપ્ત થઈ ગયો છે અને આર્થિક પરિસ્થિતી વધુ વણસી હોવાને કારણે બેન્કો પણ તેમના ગ્રાહકો પાસેથી ફરી ચાર્જની વસૂલાત કરી રહી છે. બેંકો કે સરકારે એટીએમ સંબંધિત નિયમોમાં આપેલી મૂક્તિ લંબાવવાની હાલ કોઇ જાહેરાત કરી નથી, જેનો અર્થ છે કે બેન્કો હવે તેમના ગ્રાહકો પાસેથી પહેલાની જેમ ચાર્જ વસૂલી શકે છે.

પહેલાંની જેમ જ ATM ચાર્જ લાગુ થશે, જાણો નિયમો…

બેન્કો દ્વારા પહેલાંથી જેમ ચાર્જ વસૂલવાની શરૂઆત 1 જુલાઇથી થઇ ચૂકી છે. બેન્ક ખાતાના પ્રકારના આધારે, પોતાની બેન્કના એટીએમમાંથી ઉપાડની માસિક મર્યાદા મેટ્રો સિટીમાં આઠથી ઘટાડીને પાંચ અને અન્ય બેન્કના એટીએમથી ત્રણ સુધી મર્યાદિત કરશે. ત્યારબાદ આનાથી વધારે ATM ઉપાડ પર ચાર્જ લાગશે. નોન-મેટ્રો વિસ્તારોમાં ગ્રાહકો પોતાની બેંકના એટીએમમાંથી પાંચ અને અન્ય બેંકના ATMમાંથી પાંચ વખત રોકડ ઉપાડી શકે છે. ઉપરાંત પોતાના બેન્ક ખાતામાં બેલેન્સની ચકાસણી કરવા સહિતના વિવિધ નાણાંકીય અને નાણાંકીય વ્યવહારો માટે બેંકો જીએસટી સહિત રૂ.5 થી 20 સુધીનો ચાર્જ વસૂલશે.

સેલેરી એકાઉન્ટમાંથી ઉપાડ પર કેટલો ચાર્જ લાગશે?

સેલેરી એકાઉન્ટ માટે મોટાભાગના કિસ્સાઓમાં પોતાના અથવા અન્ય એટીએમનો ઉપયોગ કરવા પર કોઈ ચાર્જ વસૂલવામાં આવશે નહીં અને લઘુત્તમ બેલેન્સ પણ શૂન્ય હોઈ શકે છે. SBI અને અન્ય રાષ્ટ્રીયકૃત બેંકો માટે સામાન્ય બચત ખાતા માટે લઘુત્તમ બેલેન્સ રૂપિયા 25,000 થઈ શકે છે. જોકે ખાનગી બેંકોમાં લઘુત્તમ બેલેન્સ રૂ. 100,000 જેટલું હોઈ શકે છે. જો કે, બેંકો પોતે જ ભારતીય નિયામક રિઝર્વ બેંક (આરબીઆઈ)ના નિયમોમાં થોડી રાહતો માણી રહી છે. બેન્કિંગ રેગ્યુલેટર દ્વારા પહેલાથી જ બેન્કોને આગામી કેટલાંક ક્વાર્ટરમાં મોરટોરીયમ હેઠળ લોન માટેની વધારાની જોગવાઈ વધારવાની મંજૂરી આપવામાં આવી હતી. 26 જૂનના રોજ, આરબીઆઇ એ બેંકોને જણાવ્યું હતું કે તેઓ તેમના દૈનિક કેશ રિઝર્વ રેશિયો અને સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો (એસએલઆર) કોરોના કટોકટીના 90 ટકાના બદલે 80 ટકાના સ્તરે વધુ ત્રણ મહિના સુધી જાળવી રાખી શકે છે.

READ ALSO

Related posts

JEE Main 2020 પરીક્ષા દિવસની ગાઈડલાઈન થઈ જાહેર, માતા-પિતાએ પણ રાખવું પડશે આ ધ્યાન

Mansi Patel

મંદિર V/S મસ્જિદ નહીં બને: હોસ્પિટલ-લાઈબ્રેરી અને રિસર્ચ સેન્ટર બનાવશે વક્ફ બોર્ડ, જનતાની સુખાકારી હશે આ તમામ સુવિધાઓ

Pravin Makwana

મિડલ ક્લાસ માટે આવ્યા સારા સમાચાર! મોદી સરકાર ટૂંક સમયમાં જ આપશે આ મોટી ભેટ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!