GSTV
Home » News » સરકારી બેન્કોના કર્મચારી કેમ કરી રહ્યા છે હડતાળ? શું 26 ડિસેમ્બરે બંધ રહેશે બેન્કો

સરકારી બેન્કોના કર્મચારી કેમ કરી રહ્યા છે હડતાળ? શું 26 ડિસેમ્બરે બંધ રહેશે બેન્કો

સરકારે સપ્ટેમ્બરમાં પબ્લિક સેક્ટરના ત્રણ બેન્કો બેન્ક ઓફ બરોડા, દેના બેન્ક, અને વિજયા બેન્કના એકીકરણની મંજૂરી આપી હતી. જેના વિરોધમાં સંઘે 26મીએ રાષ્ટ્રવ્યાપી હડતાળનું આહવાન કર્યું છે. જેને પગલે ચાલુ દિવસે બેંકો બંધ રહે તેવી સંભાવના છે.

અખિલ ભારતીય બૈંક કર્મચારી સંઘે (AIBEA) શનિવારે કહ્યું છે કે, બેન્ક ઓફ બરોડા, દેના બેન્ક, અને વિજયા બેન્કના મર્જરની જરૂર નથી કારણ કે તેનાથી અર્થવ્યવસ્થા અને લોકોને લાભ નહીં થાય. સંઘે આ નિર્ણય વિરૂધ્ધ 26 ડિસેમ્બરે રાષ્ટ્રવ્યાપી હડતાલનું આહવાન કર્યું છે. સરકારે આ નિર્ણય લઇ લીધો છે. જેનો અમલ પણ ચાલુ થઈ ગયો છે. હવે અેકાએક હડતાળના એલાનથી સામાન્ય લોકો મુશ્કેલીમાં મુકાઈ શકે છે.

બેન્કોના વિસ્તારની જરૂર છે તેના એકીકરણની કોઈ જરૂર નથી

સંઘના મુખ્યસચિવ સીએચ વેંકટચલમે કહ્યું કે બેન્કોના એકીકરણને કારણે કર્મચારીઓના હિત, તેમની નોકરી અને નોકરીની સુરક્ષાને અસર કરશે. આ પગલાંથી બેન્કિંગ ઈન્ડસ્ટ્રીમાં રોજગારીની તકો પર પણ અસર પડશે. વેંકટચલમે કહ્યું કે કેટલાક ગામડાંઓમાં હજુ સુધી બેન્કિંગ સેવાઓ નથી પહોંચી શકી. મોટી સંખ્યામાં લોકો અત્યારે પણ બેન્કિંગ સેવાઓથી વંચિત છે. બેન્કોના વિસ્તારની જરૂર છે તેના એકીકરણની કોઈ જરૂર નથી.

Related posts

દિવાળી પર બસ કે જગ્યા નથી મળતી આ વાતને લાગી જશે પૂર્ણવિરામ, STએ મુસાફરોને આપી આ ભેટ

Mayur

અરબી સમુદ્રમાં અપર એર સર્ક્યૂલેશની અસરને પગલે ગુજરાતના આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ

Mayur

આ દિવાળી તમારા ઘરને સજાવો આ પ્રકારની ડિફરન્ટ રંગોળીથી, મહેમાનો જોઈને કરશે વાહવાહી…

Arohi
Do NOT follow this link or you will be banned from the site!