GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

આ એપને ભૂલથી પણ ન કરો ડાઉનલોડ, KYCના નામ પર લોકોનાં બેંકનાં ખાતા થઈ રહ્યા છે ખાલી

સાઈબર ક્રાઈમની તેજીથી વધી રહેલાં કિસ્સાઓમાં હેકર્સ દ્વારા નવી રીતો અપનાવવામાં આવી રહી છે. પોતાના સાઈબર અટેક્સ દ્વારા તમે યુઝર્સનો ખાનગી ડેટા અને બેંકનાં ખાતામાં રહેલાં પૈસા પણ સુરક્ષિત નથી. હવે KYC (Know Your Customer)ના નામે લોકોના બેંક ખાતાઓ ખાલી કરવામાં આવી રહ્યા છે. રિમોટ એક્સેસ એપ્સને લોકોના મોબાઈલ પર KYCના નામે ડાઉનલોડ કરાવવામાં આવે છે. એકવાર ફરી જો કોઈ શખ્સે આ એપ ડાઉનલોડ કરી લીધી તો પછી આ એપ્સનાં માધ્યમથી મોબાઈલ રિમોટ સર્વર લેતા જ યુઝરનાં બેંક ખાતાથી પૈસા ઉડાવી લેવામાં આવી રહ્યા છે.

બેંગ્લોરમાં ઘણા કિસ્સાઓ આવ્યા સામે

બેંગ્લોરે KYC સ્કેમનાં ઘણા મામલાઓ પર કાર્યવાહી કરી છે અને તેમનું કહેવું છેકે, આ સમસ્યા ઘણી મોટી છે કારણકે ઘણા લોકો હંમેશા આવા મામલાઓમાં પોલીસનો સંપર્ક કરીને FIR પણ કરાવતા નથી. KYC સ્કેમમાં ફસાતા લોકો ફક્ત સામાન્ય માણસો જ નહી પરંતુ ટેક્નોલોજી સાથે જોડાયેલાં લોકો જેવાકે એન્જીનિયર પણ સામેલ છે. જાણકારી માટે જણાવી દઈએકે, KYC પોતાના ગ્રાહકોની ઓળખની પુષ્ટિ માટે બેંકની એક જાણકારી લેવાની પ્રક્રિયા છે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંક માટે ગ્રાહકો પાસે KYC ભરાવવું અનિવાર્ય કરવામાં આવ્યુ છે.

KYC સ્કેમ આ રીતે થાય છે

KYC સ્કેમને એવી રીતે અંજામ આપવામાં આવે છે જેમાં યુઝરને જાણ પણ થઈ શકતી નથી. કે તેની સાથે કંઈક ખોટું થઈ રહ્યુ છે. સૌથી પહેલાં તેમને એક કોલ આવે છે. અને બેંક ફ્રોડ કોલની જેમ કોલર તેમને કહે છેકે, તે આ બેંક અથવા ડિજીટલ પેમેન્ટ સર્વિસમાંથી વાત કરી રહ્યા છે. યુઝરને કહેવામાં આવે છેકે, તેણે પોતાનું KYC અપડેટ કરાવવાનું રહેશે. નહી તો તેઓ ટ્રાન્ઝેક્શન કરી શકશે નહી.

જો યુઝર પોતાના KYC અપડેટ કરાવવા વિશે પુછે તો તેમને એક એપ ડાઉનલોડ કરવા માટે કહેવામાં આવે છે. જેવું કોલર તે રિમોટ એક્સેસ એપ ડાઉનલોડ કરીને કોલર મુજબ અમુક પરમિશન એપને આપી દે છે તો તેના બાદ યુઝરનાં મોબાઈલનો ડાયરેક્ટ કંટ્રોલ કોલર પાસે જતો રહે છે.

ત્યારબાદ યુઝરને કહેવામાં આવે છે તે પોતે એક રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરીને ચેક કરીલે કે KYC અપડેટની પ્રક્રિયા પુરી થઈ છે કે નહી. યુઝર જેવું ટ્રાન્ઝેક્શન કરે છે તો તેનાં ફોનને હેક કરીને કોલર જે એક હેકર છે. તે યુઝરની બધી જાણકારી મેળવીને તેનાં બેંક એકાઉન્ટમાંથી બધા પૈસા ઉપાડી લે છે. આવા ફ્રોડ કોલ દ્વારા થતાં સાઈબર ક્રાઈમથી બચવા માટે યુઝર ક્યારેય પણ કોઈ અજાણી એપને ડાઉનલોડ ન કરે અને પોતાની ખાનગી જાણકારીને કોઈની પણ સાથે શેર ન કરે. આવા મામલામાં શંકા થવા પર પોલીસ ડિપાર્ટમેન્ટના સાઈબર સેલ પર ફરીયાદ કરી શકાય છે.

READ ALSO

Related posts

ગીર સોમનાથ : સતત બે કલાકથી વરસી રહેલા વરસાદથી આંબખોઈ નદીમાં આવ્યું ઘોડાપૂર

Nilesh Jethva

રાજૌરીમાં સર્ચ ઓપરેશન દરમિયાન સેનાને મળી સફળતા, હથિયારોનો મોટ જથ્થો ઝડપી પાડ્યો

Pravin Makwana

ઈઝરાયલે ઈરાનનાં પરમાણું ઠેકાણાઓનો કર્યો નાશ! ફાઈટર જેટે મિસાઈલ બેસને બોમ્બથી ઉડાવી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!