ઘણા બચત ખાતા સમસ્યાઓનો સબબ બની જાય છે. બેંકમાં બચત ખાતા એક્ટિવ રાખવા માટે સરેરાશ બેલેન્સ બનાવી રાખવું પડે છે. એ ઉપરાંત આવકવેરા વિભાગ રિટર્નમાં પણ તમામ જાણકારી આપવી પડે છે. એવામાં જો તમે કોઈ બેન્ક ખાતાનો ઉપયોગ નથી કરતા તો એને બંધ કરાવી દેવું જ વધુ સારો વિકલ્પ છે. જો કે બેન્ક ખાતા બંધ કરાવવા માટે ચાર્જ પણ વસુલે છે. સરકારી અને ખાનગી બેંકોમાં એના માટે અલગ-અલગ ચાર્જ વસુલે છે. કેટલાક મામલામાં ખાતા બંધ કરાવવા પર ચાર્જ આપવાથી બચી પણ શકો છો. પરંતુ કોઈ પણ ખાતાને બંધ કરાવવા પહેલા કેટલીક વાતોનું ધ્યાન જરૂર રાખો.
સૌથી પહેલા એકાઉન્ટ ડી-લિંક કરો
બચત ખાતાને બંધ કરાવવા પહેલા તમારે એ જોવું જરૂરી છે કે એ ખાતામાં રોકાણ અથવા ટ્રેડિંગ ખાતું લિંક તો નથી. સામાન્ય રીતે બેન્ક એકાઉન્ટથી રોકાણ, ઇએમઆઇ, ક્રેડિટ કાર્ડ ચુકવણી અને વીમાથી સંબંધિત ચુકવણી લિંક હોય છે. જો તમારા આ બેન્ક ખાતાથી આ પ્રકરનું કોઈ બીજું એકાઉન્ટ લિંક હોય તો પહેલા એને બીજા એકાઉન્ટને આ પેમેન્ટ સાથે લિંક કરી લેવો. ખાતું બંધ કરાવતી સમયે ડી-લિંકિંગ એકાઉન્ટ ફોર્મ ભરવું પડે છે.

બંધ કરાવવાનું કારણ આપવું પડશે
બેંકી શાખામાં ક્લોઝર ફોર્મ ઉપલબ્ધ હશે. તમારે આ ફોર્મમાં એકાઉન્ટ બંધ કરવાનું કારણ જણાવવાનું રહેશે. જો તમારું એકાઉન્ટ જોઈન્ટ છે તો આ ફોર્મ પર તમામ ખાતાધારકોના હસ્તાક્ષર જરૂરી છે. તમારે એક બીજું ફોર્મ પણ ભરવાનું રહેશે. એમાં એકાઉન્ટની જાણકારી આપી હશે જેમાં તમે બંધ થનાર એકાઉન્ટના પૈસા ટ્રાન્ફર કરવા માંગો છો. એકાઉન્ટ બંધ કરાવવા માટે બેન્કની શાખામાં પોતે જવું પડશે.
આ વાતોનું રાખો ધ્યાન
બેન્કમાં તમારી પાસે ઉપયોગમાં નહિ લીધેલી ચેકબુક અને ડેબિટ કાર્ડ બેન્ક ક્લોઝર ફોર્મ સાથે જમા કરાવવાની રહેશે. બેન્કમાં પૈસા પડેલા હોય તો ચુકવણી કેસ(20,000 સુધી) થઇ શકે છે. તમારી પાસે આ પૈસાને બીજા બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવવાનો વિકલ્પ છે. આ વાતનું ધ્યાન રાખો કે તમારા ખાતામાં વધુ પૈસા હોય તો ક્લોઝર પ્રક્રિયા શરુ કર્યા પહેલા બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવો. એકાઉન્ટનું અંતિમ સ્ટેટમેન્ટ તમારી પાસે રાખો, જેમાં એકાઉન્ટ ક્લોઝરનો ઉલ્લેખ છે.

ક્યારે નથી લાગતો ચાર્જ
ખાતા બંધ કરવાને લઇ રિઝર્વ બેન્ક તરફ્થી કોઈ માર્ગદર્શિકા બેંકોને આપવામાં આવી નથી. માટે અલગ અલગ બેંકોના અલગ ચાર્જ હોય છે. સામાન્ય રીતે ખાતું ખોલાવવાના 14 દિવસની અંદર બંધ કરવો તો ચાર્જ નહિ લાગે. ત્યાં જ એક વર્ષ પછી ખાતું બંધ કરાવવા પર કોઈ ચાર્જ લાગતો નથી.
સરકારી બેંકોમાં કેટલો ચાર્જ
સરકારતી બેંકોમાં SBI ખાતું બંધ કરાવવા માટે વર્ષથી જુના ખાતા પર કોઈ ચાર્જ લેતી નથી. પરંતુ ખાતું ખોલાવ્યાના 14 દિવસની અંદર અથવા એક વર્ષની અંદર ખાતું બંધ કરાવવા પર 500 રૂપિયા અને જીએસટી આપવું પડે છે. ત્યાં જ પીએનબી સમય અને ખાતાના હિસાબે ચાર્જ વસુલે છે. પીએનબીમાં 14 દિવસની અંદર ખાતું બંધ કરવા પર ચાર્જ નહિ આપવો પડે. એક વર્ષની અંદર ખાતું બંધ કરાવવા પર પીએનબી ખાતા અનુસાર ચાર્જ લે છે. ત્યાં જ આરડી ખાતું બંધ કરવા માટે 100 રૂપિયા, બચત ખાતા પર 300 રૂપિયા અને ચાલુ ખાતા પર 600 રૂપિયા ચાર્જ લે છે. જો કે, એક વર્ષ પછી ખાતું બંધ કરવાનો કોઈ ચાર્જ લેતી નથી.

ખાનગી બેંકમાં ખાતું બંધ કરાવવું મોંઘુ
ખાતું બંધ કરવા માટે સરકારી બેંકોની તુલનામાં ખાનગી બેંકો વધુ ચાર્જ વસુલે છે. HDFC 14 દિવસની અંદર અને એક વર્ષ પછી ખાતું બંધ કરાવવા પર ચાર્જ નથી લેતી. જોકે 6 માસનું અંદર બંધ કરાવવા પર 1000 રૂપિયા વસુલે છે. ત્યાં જ 6 મહિનાથી 12 મહિનાની અંદર ખાતું બંધ કરાવવા પર 500 રૂપિયા વસુલે છે. ત્યાં જ ICICI બેન્ક ખાતું ખોલ્યાના 30 દિવસમાં બંધ કરાવવા પર કોઈ ચાર્જ નથી વસુલતી. ત્યાં જ 31માં દિવસથી એક વર્ષની અંદર ખાતું બંધ કરાવવા પર 500 રૂપિયા વસુલે છે.
Read Also
- સગીરાને કોલગર્લ દર્શાવી સોશિયલ મિડિયા પર ‘rate 2500 call me’ લખનાર મહિલાની ધરપકડ, આરોપી હતી પિતાની ફ્રેન્ડ
- કોરોનાના વધતા કેસોને લઇ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, રાત્રિ કરફ્યુનો સમય લંબાવાયો
- કાંધલ જાડેજા પહોંચ્યા SP ઓફિસ, સોશિયલ મીડિયા દ્વારા એક શખ્સે અભદ્ર ટિપ્પણી કરતા મામલો બિચક્યો
- નવસારી GIDC માં આવેલી કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયર ફાઇટરની ટીમો ઘટનાસ્થળે
- ગુણકારી લીમડો: મીઠો લીમડો સ્વાદની સાથે સાથે આ રીતે પણ કામમાં આવશે, તેના આ ફાયદા તમે ક્યાંય નહીં જોયા હોય