GSTV

RBIનો નવો નિયમ: દેશની મોટી બેન્કોએ બંધ કર્યા લાખો ખાતાઓ, હવે શું કરશે ખાતાધારકો

બેંકો

Last Updated on August 2, 2021 by pratik shah

ગત વર્ષના ઓગસ્ટ મહિનામાં આરબીઆઈ (RBI-Reserve Bank of India)એ એકાઉન્ટ્સ ઓપન કરવા માટે નવા નિયમો જાહેર કર્યા છે. એટલા માટે બેન્કોના નિયમોનું પાલન ના કરવાવાળાનું બેન્ક ખાતું બંધ કરી દીધા છે. કરંટ એકાઉન્ટ બિઝનેસ ચલાવવાળા લોકો માટે એક બેન્ક ખાતું હોય છે. જેમાં કોઈપણ પ્રકારના રોક ટોક નથી હોતા. જ્યા તમે દરરોજ વ્યવસાયિક વ્યવહારો કરવાની સવલત આપે છે. કરંટ એકાઉન્ટમાં પડેલા નાણાં કોઈપણ સમયે બેન્કની શાખા અથવા એટીએમમાંથી ઉપાડી શકાય છે.

rbi

તેમાં કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ નથી. ખાતા ધારકો ગમે તેટલી વખત પૈસા ઉપાડી અને જમા કરાવી શકે છે. એટલે કે કરન્ટ ખાતામાં તમે એક દિવસમાં ઇચ્છો તેટલા વ્યવહારો કરી શકો છો. બચત ખાતામાં જ્યાં તમને બેલેન્સ પર વ્યાજ મળે છે. બીજી તરફ ચાલુ ખાતામાં બેલેન્સ પર કોઈ વ્યાજ ઉપલબ્ધ નથી.ચાલુ ખાતું ખોલવા માટે મતદાર આઈડી કાર્ડ, ફોટો, આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ અને પાસપોર્ટનો ઉપયોગ કરી શકો છો. ચાલો હવે જાણીએ કે શા માટે બેંકોએ ચાલુ બેંક ખાતા બંધ કર્યા છે.

દેશના ખાનગી અને સરકારી બેન્કોએ લાખો કરંટ એટલે ચાલુ ખાતાઓ બંધ કરી દીધા

એક અહેવાલ મુજબ દેશના ખાનગી અને સરકારી બેન્કોએ લાખો કરંટ એટલે ચાલુ ખાતાઓ બંધ કરી દીધા છે. જેનાથી નાનામોટા વેપારીઓને ભારે મુશ્કલી સર્જાઈ રહી છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં જ એસબીઆઈએ 60 હજાર એકાઉન્ટ્સ બંધ કરી દીધા છે. બેન્કોએ આ નિર્ણય આરબીઆઈના એક નિર્દેશ પર આ ખાતાઓને બંધ કરી દીધા છે, જેનું પાલન કરવાની સમયસીમા પૂર્ણ થઈ ગઈ છે. તેમના મુજબ બેન્ક એ કસ્ટમર્સના કરંટ ખાતા ઓપન નથી કરી શકતા જેમણે અન્ય બેન્કોથી લોન લીધી છે.

બેન્કોએ ઈમેલ અને મેસેજ દ્વારા ગ્રાહકોને તેની જાણકારી આપી

રિપોર્ટ્સમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે બેન્કોએ ઈમેલ અને મેસેજ દ્વારા ગ્રાહકોને તેની જાણકારી આપી છે. આરબીઆઈના નિર્દેશ અનુસાર અમે તમને સલાહ આપીએ છીએ કે તમે અમારી બ્રાન્ચમાં પોતાના કેશ ક્રેડિટ/ ઓવરડ્રાફ્ટ એકાઉન્ટ બનાવીને રાખી શકો છો, પરંતુ તમારું કરંટ એકાઉન્ટ બંધ કરવું પડશે. કેશ ક્રેડિટ/ ઓવરડ્રાફ્ટ એકાઉન્ટની સુવિધા મેળવતા સમયે તેને મેન્ટેઈન કરવામાં આવી શકાતું નથી. તમને અનુરોધ છે કે 30 દિવસની અંદર પોતાનું કરંટ એકાઉન્ટ બંધ કરવાની વ્યવસ્થા કરે.

કેશ ફ્લો પર નજર રાખવી અને ફંડ્સની હેરાફેરી પર લગામ કસવાનો

આ નિયમો ઉદેશ્ય કેશ ફ્લો પર નજર રાખવી અને ફંડ્સની હેરાફેરી પર લગામ કસવાનો છે. આરબીઆઈએ જણાવ્યું કે હાલની ગાઈડલાઈસ અને દંડની જોગવાઈો છત્તાં લોન લેવાવાળા ઘણા લોકો બેન્કોમાં ચાલુ ખાતાઓ ખોલાવીને ફંડની હેરાફેરી કરી રહ્યા હતા. નવા નિયમનો ઉદેશ તો સાફ છે પરંતુ કસ્ટમર્સને ઘણી અસુવિધાઓ થઈ છે. એક સરકારી બેન્કના સીનિયક અધિકારીએ જણાવ્યું કે હજારો એકાઉન્ટસ બંધ કરવા માટે મજબૂર કરવામાં આવ્યા છે. જો તમામ બેન્કોની વાત કરવામાં આવે તો તે સંખ્યા લાખોમાં હોઈ શકે છે, તે અત્યંત પડકારપૂર્ણ છે.

કસ્ટમર્સે બેન્કોના ટ્વિટર હેન્ડલ પર મુશ્કેલી સર્જાઈ

કસ્ટમર્સે બેન્કોના ટ્વિટર હેન્ડલ પર મુશ્કેલી સર્જાઈ રહી છે તે મામલે જાણકારી આપી છે. ઘણા ગ્રાહકોએ તો નાણાંમત્રી સમક્ષ પોતાની ફરીયાદ દાખલ કરાવી છે, અને તેના પર તુંરતજ પગલાં ઉઠાવવા માટે કહેવામાં આવ્યું છે. આરબીઆઈના સર્કુલરમાં કંપનીઓને ઓડી ફેસિલિટી સાથે માત્ર એક સિંગલ એકાઉન્ટ રાખવાનું જણાવવામાં આવ્યું છે.

READ ALSO

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

New Labour Code / ગ્રેચ્યુઈટી માટે હવે નહિ જોવી પડે પાંચ વર્ષ સુધી રાહ, નિયમોમાં થઇ શકે છે મોટા ફેરફાર

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!