GSTV
Home » News » વરૂણે છેવટે તેની ‘ઓક્ટોબર’ ગર્લને કરી ઇન્ટ્રોડ્યૂસ

વરૂણે છેવટે તેની ‘ઓક્ટોબર’ ગર્લને કરી ઇન્ટ્રોડ્યૂસ

બોલિવુડના એક્ટર વરૂણ ધવને ‘ઑક્ટોબર’ ફિલ્મમાં તેની કૉ-સ્ટારને સોશ્યલ મીડિયા પર ઇન્ટ્રોડ્યુસ કરી છે. વાસ્તવમાં આ આગામી ફિલ્મથી મોડેલ બનિતા સાંધુ વરૂણની અપોઝિટમાં બોલિવુડમાં ડેબ્યુ કરશે. વરૂણે રિસટન્લી એક ફોટોશૂટમાંથી તેનો એક ફોટો પોસ્ટ કર્યો હતો, જેમાં આ ‘ઑક્ટોબર ગર્લ’ તેની પાછળ જોવા મળી હતી. જોકે, આ સમયે વરૂણે ‘ઓક્ટોબર ગર્લ’ કોણ છે તેના વિશે વધારે જણાવ્યુ ન હતુ.

She is the #October girl I was looking for #soojitsircar #ronnielahari

A post shared by Varun Dhawan (@varundvn) on

વરૂણે રવિવારે રાત્રે બનિતા સાથેનો એક ફોટો સોશ્યલ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો, જેમાં તેણે કેપ્શન લખતા કહ્યુ કે, ‘આ રહી ઓક્ટોબર ગર્લ.’ ‘ઑક્ટોબર’ એક લવ સ્ટોરી છે, જેને સૂજિત સિરકાર ડિરેક્ટ કરી રહ્યા છે અને બનિતાએ આ પહેલા અનેક એડ્સમાં સૂજિતની સાથે કામ કર્યુ છે.

‘ઑક્ટોબર’માં બનિતાના કાસ્ટિંગ વિશે જ્યારે સૂજિતને પૂછવામાં આવ્યુ ત્યારે તેણે કહ્યુ કે, ”મેં એડ્માં બનિતાને ડિરેક્ટ કરી હતી. જેમાં બધાને બનિતા ગમી હતી. હું એડ ફિલ્મ માટે શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે જુહી ચતુર્વેદી (રાઇટર) અને હું આ ફિલ્મ માટેની સ્ક્રિપ્ટ પર વર્ક કામ કરી રહ્યા હતા. એટલે એક દિવસે મેં બનિતાનો એક ફોટો ક્લિક કરી અને એમ કહીને જૂહીને મોકલ્યો હતો કે, આપણ જે કેરેક્ટર પર વિચાર કરી રહ્યા છે, એમાં ફિટ બેસવાનું પોટેન્શિયલ બનિતામાં છે.”

‘ઓક્ટોબર’માં સૂજિત સિરકાર અને વરૂણ ધવન પહેલી વખત કામ કરી રહ્યા છે, સૂજિતે અ પહેલા ‘વિકી ડોનર’, ‘પીકૂ’ જેવી ફિલ્મ્સને ડિરેક્ટ કરી છે.

Related posts

તાનાજીનું ટ્રેલર જોઈને સલમાન ખાને કર્યું ટ્વિટ, બોલ્યા-તાનાજી માનાજી અજય વિજય ભવ!

pratik shah

છત્રપતિ શિવાજીના નામના કારણે હીરો બન્યા શરદ, અમિતાભે પણ માગવી પડી માફી

Kaushik Bavishi

શા માટે 1. 47pm પર રિલીઝ કરવામાં આવ્યું અજય દેવગનની આગામી ફિલ્મનું ટ્રેલર, ખુલ્યું રહસ્ય

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!