બાંગ્લાદેશના આંતકી સંગઠનનો એક સભ્ય અમદાવાદમાંથી ઝડપાયો, ભારતના તમામ ડોક્યુમેન્ટ પણ મળ્યા

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે બાંગ્લાદેશની આતંકી સંગઠન અન્સારુલ્લા બંગલા ટીમના એક આતંકીની અમદાવાદથી ધરપકડ કરી છે. નોંધનીય છે કે આ આતંકી સંગઠન અલકાયાદનો જ એક ભાગ છે. ચોંકાવાનારી વાત તો એ છે કે આ આતંકી છેલ્લા 15 વર્ષથી ભારતમાં રહેતો હતો અને ભારતથી બાંગ્લાદેશ જઈ તેને ચાર હત્યાને અંજામ પણ આપી ચુક્યો છે. કોણ છે આ શખ્સ અને કંઈ રીતે આવ્યો ભારત અને કોણે બનાવી આપ્યા તેને ડુપ્લીકેટ દસ્તાવેજો આવો જોઈએ આ અહેવાલમાં

આ શખ્સ આતંકી સંગઠન એબીટીનો સભ્ય છે. અજોમ પાસેથી ભારતીય હોવાના ખોટા દસ્તાવેજો પણ મળ્યા છે. આરોપી છેલ્લા 15 વર્ષથી ભારતમાં રહે છે. તેની પાસેથી આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને પાન કાર્ડ પણ મળી આવ્યા છે. અજોમે વિરમગામમા અખ્તર નામના એજન્ટ મારફતે ડુપ્લીકેટ દસ્તાવેજો બનાવ્યા હતા.

અજોમ વર્ષ 2016-17માં બોર્ડર ક્રોસ કરી બાંગ્લાદેશ ગયો હતો. ત્યાં તેને પોતાના જમાઈ સહિત ચાર લોકોની હત્યા કરી નાખી હતી. મળતી માહિતી મુજબ અજોમનું આતંકી સંગઠન જે લોકો 100 ટકા ઈસ્લામને નહીં માનતા તે લોકોની આ આતંકી સંગઠન હત્યા કરી નાખે છે. ત્યારે આ આતંકીના એક એક રહસ્યોને ખોલવા માટે તેના 8 દિવસના રિમાન્ડ મેળવાયા છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter