GSTV
Home » News » પાકિસ્તાને રોક્યા બાંગ્લાદેશના વીજા, વધ્યો તણાવ

પાકિસ્તાને રોક્યા બાંગ્લાદેશના વીજા, વધ્યો તણાવ

પાકિસ્તાન અને બાંગ્લાદેશની વચ્ચે હાલિયા કૂટનીતિક વિવાદ પછી પણ ઈસ્લામાબાદ રહેલુ બાંગ્લાદેશ હાઈ કમિશને એક અઠવાડિયા માટે પાકિસ્તાની નાગરિકોને વીજા આપવાનુ રોકિ દીધુ છે. એક બાંગ્લાદેશી અધીકારીએ મંગળવારે આ જાણકારી આપી હતી.

બાંગ્લાદેશે 1971ના મુક્તિ સંગ્રામના કેટલાંક અપરાધીઓને ફાંસી આપવાનો 2013માં નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યાર પછી બંને દેશો વચ્ચે સંબંધો ખરાબ થયા હતા.

બાંગ્લાદેશી વિદેશ મંત્રાલયના એક અધીકારીએ કહ્યું કે તમે આને પાકિસ્તાની તરફના વિરોધનો સંકેત કહી શકાય છે.

આ બાબતે બ્રહ્મા ચેલાણીએ જણાવ્યું કે પાકિસ્તાન અને બાંગ્લાદેશની વચ્ચે દ્વિપક્ષીય સંબંધોમાં તિરાડ આવી ગઈ છે. તેમણે ટ્વિટમાં લખ્યું કે બાંગ્લાદેશ પાકિસ્તાન પર પોતાની જમીન પર આતંકવાદના પોષણનો આરોપ લગાવતુ રહ્યું છે. બંને દેશોના સંબંધો એટલા ખરાબ થઈ ગયા છે કે બાંગ્લાદેશે 2018થી પાકિસ્તાનના નવા હાઈ કમિશન પર મંજુરી આપી નથી. હવે બાંગ્લાદેશે પાકિસ્તાનીઓના વીજા રોકી દીધા હતા.

એક અધિકારીએ જણાવ્યું કે વીજા આપનાર બાંગ્લાદેશી અધિકારી ડિપ્લોમેટીક પાકિસ્તાનીઓના આવેદનને આગળ મોકલવાથી બચી રહ્યા છે કારણકે પાકિસ્તાની અધિકારીઓએ તેમના વીજાનો સમયગાળો વધારવાની અરજીને આગળ વધારવાને છેલ્લા ચાર મહિનાથી અટકાવી રાખી છે.

ઉલ્લેખનીય છે કે ઢાકામાં પાકિસ્તાની હાઈ કમિશને બાંગ્લાદેશના હાઈ કમિશને પ્રેસ અને વીજાના કાઉન્સીલર ઈકબાલ હુસૈનના પરિવારના સદસ્યોના વીજાની અરજી આગળ વધારતુ નથી. જેના કારણે હુસૈન તેના પરિવારને નથી મળી શકતા.

READ ALSO

Related posts

RBI એકલા હાથે ફુગાવાને ન કરી શકે નિયંત્રણ, પૂર્વ ગવર્નરે આપ્યુ મહત્વનું નિવેદન

Mansi Patel

નમસ્તે ટ્રમ્પ : આખરે મુખ્યમંત્રીના કોન્વોયને કાર્યક્રમમાં જોડાવાની મંજૂરી મળી

Nilesh Jethva

ડાયટ પર છો અને કંઈ મીઠું ખાવાનું મન થયુ છે તો, તરત જ બનાવો ‘એપલ રબડી’

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!