GSTV
Home » News » બાંગ્લાદેશની રાજધાની ઢાકાના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, 70 લોકોના કમકમાટીભર્યા મોત

બાંગ્લાદેશની રાજધાની ઢાકાના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, 70 લોકોના કમકમાટીભર્યા મોત

બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં આવેલા એક ગોડાઉનમાં ભીષણ આગ લાગી. જેમા 70 જેટલા લોકોના મોત થયા. ગોડાઉનમાં લાગેલા આગે આજુબાજુમાં આવેલી ચાર ઈમરાતમાં આગ લાગી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગોડાઉનમાં કેમિકલ હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ.

ફાયર વિભાગને આગ અંગેની જાણ કરવામાં આવતા ફાયર વિભાગની અનેક ગાડીઓની મદદ લેવામાં આવી. અન્ય ઈમારતમાં આગ લાગી તેમા પ્લાસ્ટિક અને બોડી સ્પ્રે રાખવામાં આવ્યા હતા. આગના કારણે સમગ્ર વિસ્તારમાં ટ્રાફિક જામ થયો હતો.

મોડી રાત્રે લાગેલી આગ બાદ 200થી વધુ કર્મચારીઓએ આગ પર કાબૂ મેળવ્યો હતો. મહત્વપૂર્ણ છે કે, આ પહેલા 2010માં ઢાકાની એક ઈમારતમાં આગ લાગી હતી. જેમા 120થી વધારે લોકોના મોત થયા હતા.

READ ALSO

Related posts

જીત પહેલા ભાજપે બનાવડાવી લડ્ડુ કેક જાણો શા માટે

Mansi Patel

ગુજરાતમાં મોદી લહેર, આ બેઠકો પર ભાજપ આગળ

Bansari

બે વખતના સાંસદ સામે પહેલી લોકસભા લડનારનો મજબુત જનસંપર્ક દમ બતાવી શકશે?

Alpesh karena
Do NOT follow this link or you will be banned from the site!