GSTV

ઘુસણખોરોને કાઢવાની ચર્ચા વચ્ચે બાંગ્લાદેશે ભારત સાથેની સરહદે મોબાઇલ સેવા બંધ કરી

Last Updated on January 1, 2020 by Mayur

હાલ દેશમાં એનઆરસી અને સીએએને લઇને ભારે વિરોધ ચાલી રહ્યો છે અને તેની સૌથી વધુ અસર બાંગ્લાદેશ સરહદે આવેલા રાજ્યોમાં જોવા મળી રહી છે. આ સિૃથતિ વચ્ચે અચાનક બાંગ્લાદેશ સરકારે સરહદે મોબાઇલ ઇન્ટરનેટ સહીતની સેવાને સસ્પેન્ડ કરી દીધી છે. સુરક્ષાના કારણોસર આ પગલું લેવામાં આવ્યું હોવાનો દાવો બાંગ્લાદેશ સરકારે કર્યો હતો.

આ પગલાને કારણે સરહદી વિસ્તારોમાં રહેલા આશરે 10 મિલિયન યૂઝર્સને તેની અસર થશે. જે વિસ્તારમાં આ ઇન્ટરનેટ સહીતની બધી જ સેવા હાલ સસ્પેન્ડ કરવામાં આવી છે કે એક કિમી અંદર છે. બાંગ્લાદેશ ટેલિકોમ્યૂનિકેશન રેગ્યૂલેટરી કમિશન (બીટીઆરસી) દ્વારા જારી એક નિવેદનમાં ટેલિકોમ ઓપરેટરો ગ્રામીણફોન, ટેલિટોક, રોબી અને બાંગ્લાલિંકને જણાવવામાં આવ્યું હતું કે સરહદી વિસ્તારમાં નેટવર્ક સેવાને હાલ સસ્પેન્ડ કરી દેવામાં આવે અને જ્યાં સુધી કોઇ નવો આદેશ ન થાય ત્યાં સુધી તેને ફરી શરૂ કરવામાં ન આવે.

બાંગ્લાદેશના ટેલિકોમ રેગ્યૂલેટરી કમિશને જણાવ્યું હતું કે સરકાર દ્વારા એક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવવામાં આવી હતી જેમાં આ નિર્ણય લેવાયો છે. આ સેવાને હાલ સસ્પેન્ડ કરવાનું કારણ સુરક્ષાને ખતરો હોવાનું જણાવ્યું હતું પણ એવી કોઇ જ સ્પષ્ટતા નહોતી કરવામાં આવી કે કેવા પ્રકારની સુરક્ષાને ખતરો છે અને કેવા સંજોગોમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે આ પગલા અંગે બાંગ્લાદેશના ગૃહ પ્રધાન અસાદુઝ્ઝમન ખાનને પૂછવામાં આવ્યું તો તેમણે કોઇ જ સ્પષ્ટતા કરવાની ના પાડી દીધી હતી.

બાંગ્લાદેશ સરકારનો આ નિર્ણય એવા સમયે સામે આવ્યો છે જ્યારે ભારતની કેન્દ્ર સરકારે સીએએ કાયદો ઘડયો છે, અને એનઆરસી તેમજ એનપીએની ચર્ચા ચાલી રહી છે. આ વિવાદમાં એવા દાવા થઇ રહ્યા છે કે બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના શરણાર્થીઓને ભારતની નાગરિકતા આપવામાં આવશે. જેમાં મુસ્લિમોનો સમાવેશ નહીં થાય. જ્યારે આસામમાં એનઆરસી લાગુ કરાયો છે જે અંતર્ગત 19 લાખ લોકો ભારતીય નાગરિકતા સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા છે. આવી સ્થિતિમાં તેમને હવે ક્યા મોકલવા તેને લઇને અનેક અટકળો ચાલી રહી છે ત્યારે બીજી તરફ બાંગ્લાદેશે પોતાની સરહદે સુરક્ષા વધારી દીધી છે.

READ ALSO

Related posts

ઘોર કળિયુગ/ 3 વર્ષથી 71 વર્ષના દાદા કરી રહ્યા હતા સગીર પૌત્રીનો રેપ, ગર્ભવતી થવા પર કરાવ્યું એબોર્શન

Harshad Patel

ભારતે બનાવેલા સલામ ડેમ પર તાલિબાનનો હુમલો, અફઘાન સેનાના પ્રહાર બાદ જીવ બચાવી ભાગ્યા હુમલાખોરો

pratik shah

… તો શું હવે મતદાન કરવા માટે જરૂરી હશે આધાર? જાણો શું છે મોદી સરકારની તૈયારી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!